Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhagavad Gita : પૂર્ણ પુરુષોત્તમની मुखपद्मविनिःसृता -એક દિવ્ય જીવનશાસ્ત્ર

સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખકમળમાંથી પ્રગટેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા જાણો. મહાભારત જેવા ઐતિહાસિક ગ્રંથમાં ગૂંથાયેલું આ દિવ્ય તત્ત્વજ્ઞાન કઈ રીતે વિષાદને પ્રસાદમાં પલટાવે છે, તેની વિગતવાર અને અભ્યાસાત્મક સમજૂતી
bhagavad gita   પૂર્ણ પુરુષોત્તમની मुखपद्मविनिःसृता  એક દિવ્ય જીવનશાસ્ત્ર
Advertisement

Bhagavad Gita : સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખકમળમાંથી પ્રગટેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા જાણો. મહાભારત જેવા ઐતિહાસિક ગ્રંથમાં ગૂંથાયેલું આ દિવ્ય તત્ત્વજ્ઞાન કઈ રીતે વિષાદને પ્રસાદમાં પલટાવે છે,માનવ જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુને ય મંગળમય બનાવતી અને સંબંધોનું ગણિત 1+1=2 સમજાવતો મહાભારત Mahabharata નો અમૂલ્ય ભાગ છે .  

પાંચ હજાર વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં જે નાદ ગુંજ્યો હતો, તે કોઈ સામાન્ય મનુષ્યનો સંવાદ નહોતો, પરંતુ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટેલું પરમ સત્ય હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જગતનો એકમાત્ર એવો ગ્રંથ છે જે કોઈ પ્રબોધકે નહીં, પરંતુ સાક્ષાત્ ભગવાને પોતે ગાયો છે.

Advertisement

Bhagavad Gita :  પૂર્ણ પુરુષોત્તમની પરાવાણી  'मुखपद्मविनिःसृता'

ગીતાનો સૌથી મોટો મહિમા એ છે કે તે ભગવાન ક્રુષ્ણ(Krushna)ના હૃદયનો ઉદગાર છે. ગીતા માહાત્મ્યમાં સ્પષ્ટ ઉલ્લેખ છે:

Advertisement

गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः।

या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता॥ 

  • મુખપદ્મ (मुखपद्म): મુખ રૂપી કમળ (ભગવાનનું મુખ કમળ સમાન કોમળ અને તેજસ્વી છે).

  • વિનિઃસૃતા (विनिःसृता): વિશેષ રૂપે નીકળેલી અથવા પ્રગટ થયેલી (પરાવાણી).

ગીતાનું જ ગાન કરવું જોઈએ, અન્ય શાસ્ત્ર વિસ્તારની શી જરૂર? કારણ કે આ ગીતા સાક્ષાત્ ભગવાન પદ્મનાભના મુખકમળમાંથી પ્રગટેલી છે. જ્યારે અન્ય શાસ્ત્રો ઋષિ-મુનિઓ દ્વારા અનુભવાયેલા સત્યો છે, ત્યારે ગીતા એ સાક્ષાત્ પરમાત્માનો શબ્દદેહ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે -Swaminarayan પણ આ જ તત્ત્વને સ્વીકારી ગીતાને પરમ પ્રમાણિત ગ્રંથ ગણાવ્યો છે.

Bhagavad Gita : સમગ્ર તત્ત્વજ્ઞાનનો અર્ક: 'સર્વોપનિષદો ગાવો'

ભગવદ ગીતા એટલે

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः।

पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥

સર્વોપનિષદો ગાવો (सर्वोपનિષદો ગાવો): સમસ્ત ઉપનિષદો 'ગાયો' સમાન છે. જે રીતે ગાય દૂધ આપે છે, તેમ ઉપનિષદો જ્ઞાન આપે છે. 

દોગ્ધા ગોપાલનન્દનઃ (દુઝનાર ગોપાલનંદન): આ ગાયોને દુઝનાર (દૂધ કાઢનાર) સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે. 

પાર્થો વત્સઃ (અર્જુન વાછરડું): અર્જુન 'વાછરડું' છે. જે રીતે વાછરડાને જોઈને ગાય દૂધ આપે છે, તેમ અર્જુનના વિષાદ અને જિજ્ઞાસાને નિમિત્ત બનાવીને ભગવાને જ્ઞાન આપ્યું છે. 

સુધીર્ભોક્તા (બુદ્ધિશાળી લોકો ભોક્તા): શુદ્ધ બુદ્ધિવાળા જે ભક્તો અને જ્ઞાનીઓ છે તે આ દૂધના પીનારા છે. 

દુગ્ધં ગીતામૃતં મહત્ (ગીતા અમૃત દૂધ): આ પ્રક્રિયાથી જે દૂધ પ્રાપ્ત થયું છે તે સાક્ષાત્ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' રૂપી મહાન અમૃત છે.

સમગ્ર શાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અર્ક

ઘણીવાર પ્રશ્ન થાય કે શું ગીતામાં બધું જ તત્ત્વજ્ઞાન આવી જાય? શાસ્ત્રો કહે છે કે ગીતા એ ઉપનિષદો રૂપી ગાયોનું અમૃતમય દૂધ છે.

  • સમગ્રતા: વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ અને વેદાંતનું જે ગૂઢ જ્ઞાન હજારો પાનાઓમાં વિસ્તરેલું છે, તે શ્રીકૃષ્ણે માત્ર 700 શ્લોકોમાં ભરી દીધું છે.

  • ક્ષર અને અક્ષર: ગીતામાં જીવ, જગત અને જગદીશનું જે વિશ્લેષણ છે, તેમાં 'ક્ષર' (નાશવંત), 'અક્ષર' (અવિનાશી) અને 'પુરુષોત્તમ' (સર્વોપરી) એ ત્રણેય તત્ત્વોનું સંપૂર્ણ દર્શન છે.

  • સમરસતા: તે જ્ઞાનની ગહનતા, કર્મની કુશળતા અને ભક્તિની આર્દ્રતાનો એવો ત્રિવેણી સંગમ છે જે વિશ્વના અન્ય કોઈ દર્શનશાસ્ત્રમાં જોવા મળતો નથી.

મહાભારત: ઇતિહાસ અને સત્યનું અધિષ્ઠાન

ભલે ગીતા તત્ત્વજ્ઞાનનો શિખર હોય, પણ તેનું મૂળ 'મહાભારત'માં છે. મહાભારતને 'પાંચમો વેદ' ગણવામાં આવે છે કારણ કે તે 'ઇતિહાસ' છે (ઇતિ-હ-આસ: આ પ્રમાણે નિશ્ચિતપણે બન્યું હતું).

  • વ્યાસની લેખની: મહર્ષિ વેદવ્યાસે ૧ લાખ શ્લોકોના આ મહાકાવ્યમાં એવી રીતે ગીતાને ગૂંથી છે કે તે સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હાર્દ બની ગઈ છે. ભીષ્મપર્વમાં જ્યારે અર્જુન વિષાદગ્રસ્ત થાય છે, ત્યારે ભગવાન તેને કેવળ આશ્વાસન નથી આપતા, પણ તેને બ્રહ્માંડના સર્વોચ્ચ સત્યનું દર્શન કરાવે છે.

વૈશ્વિક મનીષીઓ પર પ્રભાવ

આ પૂર્ણ પુરુષોત્તમની વાણીમાં એવી શક્તિ છે કે જેણે વિશ્વભરના પ્રખર બુદ્ધિજીવીઓને નતમસ્તક કર્યા છે:

  • ગાંધીજી: ગીતાને 'માતા' કહી કારણ કે તે શરણાગતનો હાથ ક્યારેય છોડતી નથી.

  • વિનોબા ભાવે: ગીતાના જ્ઞાનને બુદ્ધિનું પોષણ ગણાવ્યું.

  • હેન્રી ડેવિડ થોરો(Henry David Thoreau) અને એમર્સન(Emerson): પાશ્ચાત્ય ચિંતકોએ પણ કબૂલ્યું કે ગીતામાં માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ અને તમામ પ્રશ્નોના ઉત્તર છે.

  • વોરન હેસ્ટિંગ્સ (Warren Hastings): ગીતાના ઉપદેશને નીતિમત્તાનું શિખર માન્યું.

ગીતાનો પ્રભાવ: વિષાદમાંથી બ્રહ્મદશા

ગીતા શું નથી? તે એક દિવ્ય રસાયણ છે. તે ભટકેલાને રાહ ચીંધે છે, ધર્મભીરુને વીર બનાવે છે, અને શુષ્ક જ્ઞાનીને ભક્તિના અમીરસમાં ભીંજવે છે.

यस्माद् घर्ममयी गीता सर्वज्ञान-प्रयोजिका।

सर्वशास्त्रमयी गीता तस्माद् गीता विशिष्यते॥

ગીતા ધર્મમય છે અને સર્વ શાસ્ત્રોનો સાર છે. તે મનુષ્યને તેની લૌકિક 'જીવદશા'માંથી છોડાવીને દિવ્ય 'બ્રહ્મદશા'માં સ્થિત કરે છે.

 શંકરાચાર્ય-Shankaracharya,વિનોબા જેવા અસંખ્ય વિદ્વાનો અને અન્ય ધર્માચાર્યો જ્યારે ગીતા પર વિવેચન કરે છે, ત્યારે તેઓ ખરેખર તો ભગવાનના એ અગાધ તત્ત્વજ્ઞાનના સાગરમાંથી થોડા ટીપાં જ આપણને આપે છે. ગીતા તો જ્ઞાનનો મહાસાગર છે. ગીતાતો સાક્ષાત્ ભગવાનનો શબ્દદેહ 'मुखपद्मविनिःसृता' છે અને તેનું સેવન એ જ સાચું આધ્યાત્મિક જીવન છે. તે જીવનની વાસ્તવિકતાઓથી શરૂ થઈને પરમાત્માના પરમ પદ સુધી પહોંચાડતું એક અદભૂત અભિયાન છે.

આ પણ વાંચો : Raaja Ram : રામ દરબારમાં ભગવાનને પણ અપાય છે ગાર્ડ ઓફ ઓનર!

Tags :
Advertisement

.

×