Bhagavad Gita-The Krishnalogy : સ્થિતપ્રજ્ઞ મેનેજમેન્ટ
- Bhagavad Gita-The Krishnalogy : જાણો શ્રીમદ ભગવદ ગીતા કેવી રીતે આજના તણાવપૂર્ણ જીવન અને કોર્પોરેટ જગતમાં નેતૃત્વ, નિર્ણય શક્તિ અને માનસિક શાંતિ માટે માર્ગદર્શક બની શકે છે.
Bhagavad Gita-The Krishnalogy : આજના અતિ-સ્પર્ધાત્મક કોર્પોરેટ યુગમાં, જ્યાં માનસિક તણાવ, 'બર્નઆઉટ' અને નૈતિક દ્વંદ્વ સામાન્ય બની ગયા છે, ત્યાં શ્રીમદ ભગવદ ગીતા(Bhagavad Gita) એક 'મેનેજમેન્ટ ગાઈડ' તરીકે ઉભરી આવે છે.
કોર્પોરેટ જગત પાસે સાધનો અને સફળતા છે, પણ શાંતિ અને સ્પષ્ટ ઉદ્દેશ્યનો અભાવ છે. ગીતાનો 'નિષ્કામ કર્મ' (Nishkam Karma)નો સિદ્ધાંત આજના 'ટાર્ગેટ ઓરિએન્ટેડ' (Target Oriented)વિશ્વ માટે એ શીખવે છે કે પરિણામના ડર વગર પ્રક્રિયા (Process) પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ શ્રેષ્ઠ નેતૃત્વ (Leadership) અને નિર્ણય શક્તિ (Decision Making) ખીલી શકે છે.
Bhagavad Gita-The Krishnalogy :માનવ ચેતનાનો સાર્વભૌમિક ગ્રંથ
જિજ્ઞાસા ભારતીય સંસ્કૃતિનું મૂળ પ્રશ્ન અને જિજ્ઞાસા છે. ગીતા આ પરંપરાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જે આપણને શીખવે છે કે જ્ઞાન કોઈ જ્ઞાતિ, વર્ગ કે ક્ષેત્રનું બંધક નથી, પરંતુ આત્મ-અન્વેષણનું પરિણામ છે. તે માનવ ચેતનાનો સાર્વભૌમિક ગ્રંથ છે.
ગીતા કોઈ શાંત આશ્રમમાં નહીં, પણ કુરુક્ષેત્રની રણભૂમિમાં કહેવાઈ હતી. અર્જુનના મનમાં જન્મેલા સંશયે એ જ્ઞાનને જન્મ આપ્યો જે આજે પણ દરેક પરિસ્થિતિમાં પ્રાસંગિક છે. તે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે અને નિષ્કામ કર્મનો સંદેશ આપે છે.
Bhagavad Gita-The Krishnalogy : જીવન વ્યવસ્થાપનનો અદભૂત ગ્રંથ
આર્યભટ્ટ અનુસાર ગીતાનું જ્ઞાન 5163 વર્ષ પૂર્વે એકાદશીના દિવસે આપવામાં આવ્યું હતું. મહાભારતના ભીષ્મ પર્વનો આ હિસ્સો છે, જેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. આ શ્લોકોમાં શ્રીકૃષ્ણના 573, અર્જુનના 84, સંજયના 42 અને ધૃતરાષ્ટ્રનો 1 શ્લોક છે. અર્જુન સિવાય હનુમાનજી, સંજય અને બર્બરીકે પણ આ જ્ઞાન સાંભળ્યું હતું.
આજે ગીતા હાર્વર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ઓપનહાઈમર અને હાઈઝનબર્ગ જેવા વૈજ્ઞાનિકો આનાથી પ્રભાવિત હતા. ઓપનહાઈમરે તો પરમાણુ પરીક્ષણ સમયે ગીતાનું સ્મરણ કર્યું હતું. ગાંધીજી અને ટિળક જેવા નેતાઓએ ગીતાને આંતરિક સંઘર્ષ અને કર્મયોગના આધાર તરીકે જોઈ.
આધુનિક યુગમાં ગીતાની પ્રસ્તુતતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ.પી.જે. અબ્દુલ કલામ અને પૂર્વ બ્રિટિશ પીએમ ઋષિ સુનક જેવા અનેક મહાનુભાવોએ ગીતાને પ્રેરણાસ્ત્રોત માન્યા છે. ગીતા લેબ (Laboratory) અને 'ગીતા મિત્ર' એપ જેવા આધુનિક સાધનો દ્વારા આ જ્ઞાન નવી પેઢી સુધી પહોંચાડવું જોઈએ.
ગીતાનું કેન્દ્રીય સૂત્ર છે 'સ્થિતપ્રજ્ઞતા'. સુખ-દુઃખ, લાભ-હાનિ અને જય-પરાજયમાં સમાન રહેવું એ જ સાચું કૌશલ્ય છે. ગીતા અનુસાર, "યોગઃ કર્મસુ કૌશલમ્" - એટલે કે કર્મોમાં કુશળતા એ જ યોગ છે. આ કુશળતા ત્યારે જ આવે છે જ્યારે મન સ્થિર હોય.
तत् विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनः तत्त्वदर्शिनः ॥
જ્ઞાનને તું (प्रणिपातेन) વિનમ્ર થઈ પ્રણામ કરીને, (परिप्रश्नेन) નિષ્કપટ ભાવે પ્રશ્ન પૂછીને અને (सेवया) સેવા કરીને પ્રાપ્ત કર. (तत्त्वदर्शिनः) તત્ત્વને જાણનારા (ज्ञानिनः) જ્ઞાની પુરુષો તને તે (ज्ञानम्) જ્ઞાનનો ( उपदेक्ष्यन्ति) ઉપદેશ આપશે.
ભવિષ્યનું માર્ગદર્શન
અંતમાં, ગીતા એ માત્ર વાંચવાનો ગ્રંથ નથી, પણ અનુભવવાનો માર્ગ છે. જ્યારે કોર્પોરેટ લીડર કે વિદ્યાર્થી હતાશા અનુભવે છે, ત્યારે ગીતા તેને નવું સાહસ આપે છે. 'ગીતા ફોર હ્યુમેનિટી' જેવી વૈશ્વિક ઝુંબેશ દ્વારા આપણે વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ. અસલી યુદ્ધ બહાર નથી, ભીતર છે, અને તે જીતવાની કળા માત્ર ગીતા જ શીખવે છે. જો આપણે આ ગ્રહને સુખી બનાવવો હોય, તો ગીતાના આધ્યાત્મિક વિજ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવું અનિવાર્ય છે.
આ પણ વાંચો : Shani God of Justice : શનિદેવ - ડર નહીં પણ શિસ્ત અને ન્યાયનું પ્રતીક


