Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhagavad Gita: ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન, દેહીની તે હરે બુદ્ધિ

'યા સ્વયં પદ્મનાભશ્ચ મુખપદમા વિનિશ્રૃતા' આપણે ત્યાં ચાર વેદો છે અને વેદના સારરૂપ મહાભારતની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી. એ મહાભારતનું જો કોઈ કમળ પુષ્પ હોય તો તે કમળ પુષ્પનું નામ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' છે.
bhagavad gita   ઈન્દ્રિયો વિષયે દોડે  તે પૂંઠે જે વહે મન  દેહીની તે હરે બુદ્ધિ
Advertisement

'યા સ્વયં પદ્મનાભશ્ચ મુખપદમા વિનિશ્રૃતા' આપણે ત્યાં ચાર વેદો છે અને વેદના સારરૂપ મહાભારતની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી. એ મહાભારતનું જો કોઈ કમળ પુષ્પ હોય તો તે કમળ પુષ્પનું નામ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' છે. ગીતાજીને કમળની ઉપમા એટલા માટે આપું છું કે શ્રીકૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી ગીતા પ્રગટ થઈ છે. માટે તે શ્રીકૃષ્ણ ભગવાનની વાણી કહેવાય છે.

ગીતામાં એવા કોઈ પ્રશ્નનો ઉત્તર નહિં હોય કે જેનો જવાબ શ્રીકૃષ્ણ ભગવાને આપ્યો ન હોય. માટે જ કહેવામાં આવ્યું કે, 'યા સ્વયં પદ્મનાભશ્ચ મુખપદમા વિનિશ્રૃતા:.' ગીતાજીમાં જ્ઞાાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ આ બધા વિષયોની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણએ કરી છે. માત્ર જ્ઞાાન જ નથી આપ્યું પણ પોતાના ઐશ્વર્યના દર્શન અર્જુનને કરાવ્યાં છે

Advertisement

જેમ જેમ વિશ્વમાં વિજ્ઞાનનો વિલય થતો ગયો તેમ તેમ કામનાઓનું સામ્રાજ્ય વધતું ગયું અને આધુનિકયુગમાં આ કામભોગની કઠિન શૃંખલા રચાતી ગઈ. કામનાઓનું મૂળ કારણ છે વિષયો પ્રત્યેની આસક્તિ ! વિષયો તરફની આંધળી દોટથી માણસની ઈન્દ્રિયશક્તિ હણાતી ગઈ, પરિણામે શરીર અને મનની બલવત્તા ક્ષતવિક્ષત થતી ગઈ.
ખરેખર, એકવીસવી સદી એટલે એક વસમી સદી. આ યુગ એટલે Eat Drink and Be merry ખાઓ પીઓ અને મોજ કરોની માન્યતાનો જમાનો. સંયમ પાળવો તો દૂર પણ તમે જો સંયમની વાત કરો તો પણ હાંસીના પાત્ર બનો છો.

Advertisement

Peer-pressure(-મિત્રનું દબાણ) સતત

જ્યારે આજુ-બાજુમાં રહેનારા દરેક જણ વ્યસનોની લિજજત માણતા હોય ત્યારે સંયમી માણસને આ ટોળકીમાં ભેળવવા માટે Peer-pressure(-મિત્રનું દબાણ) સતત થતું રહે છે અને જો ન ભળે તો સૌથી જુદા પડવાનું થાય. જો અભદ્ર નાચ-ગાન, બર્થડે આદિ પાર્ટીમાં ન જવાનો નિયમ લો તો તેને મિત્રોનાં મેણાં-ટોણાં મળશે.
જ્યારે આજુબાજુનાં બધાં નવા કપડાં પહેરી ડિસ્કો, ક્લબ વગેરેની મોજમજા માણતાં હોય ત્યારે સંયમનું પૂંછડું પકડનારને ‘પુસ્તકિયો કીડો કે ભગત’નું બિરુદ અવશ્ય મળશે. બીજા ઈન્ટરનેટ કે મોબાઈલ પર મનોરંજન મેળવતા હોય ત્યારે સંયમી યુવાનને જુનવાણી કહેવાવાળા ઘણાં મળશે. તો પછી સંયમની જરૂર શું?

હા, સંયમ એ તો ‘લંબી રેસકા ઘોડા હૈ.’ લાંબાગાળે સંયમીને જીત અને અસંયમીને હારનો સ્વાદ ચાખ્યા વગર છૂટકો નથી. જ્યારે વીમા કંપનીમાં માણસ પૈસા ભરતો રહે છે ત્યારે વર્ષો સુઘી તો એને ગુમાવવાનું જ હોય એવું લાગે છે. પણ જ્યારે તેના ઘરે આકસ્મિક આગ લાગશે કે અન્ય દુર્ઘટના થશે ત્યારે દર મહિને હપ્તા ભરનારાને અનેકગણું થઈ એ જ રકમ મળશે જે એના માટે જીવનદોરી બનશે.

ભક્તોનાં નિત્ય જીવનને સંયમરૂપી રક્ષાકવચથી સજાવ્યાં

ભારતથી બેરિસ્ટર થવા માટે ગયેલ વલ્લભભાઈ જ્ચારે લંડનની લાઈબ્રેરીમાં દેહનું ભાન ભૂલીને કલાકો સુધી ચોપડીમાં એકાગ્ર હશે ત્યારે બીજા કેટલાક યુવાનો હોટલ કે ક્લબમાં મોજમસ્તી માણતા હશે, પણ સરદાર થવાનું ભાગ્ય તો વલ્લભભાઈને સાંપડ્યું છે.
1893ના વિશ્વધર્મ સમ્મેલન, શિકાગોથી સમગ્ર વિશ્વમાં હિંદુધર્મ-ધ્વજને લહેરાવનાર સ્વામી વિવેકાનંદને પૂછ્યો કે ૫ મિનિટની એ વાણી આટલો કમાલ કેમ કરી ગઈ? જવાબ મળશે- સંયમ! આંખનો સંયમ! વાણીનો સંયમ! કાનનો સંયમ !
ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશમાં સંયમને ઘણું પ્રાધાન્ય આપ્યું છે. માનવ જીવનના દરેક પ્રસંગમાં સંયમ-નિયમના ગુણધર્મો ભક્તોના જીવનમાં આત્મસાત થાય તે માટે તેઓએ ભક્તોનાં નિત્ય જીવનને સંયમરૂપી રક્ષાકવચથી સજાવ્યાં હતાં.
ગીતાનો કર્મયોગ આજે પણ આ અતિ પ્રાસંગિક છે. આજે સમગ્ર વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશન એવું હશે કે જ્યાં વર્તમાનમાં ગુનાખોરીનો આંક પૂર્વે કરતાં ઓછો હશે. કદાચ જ કોઈ એવી કોર્ટ હશે કે જ્યાં કેસ દાખલ થવાનો ગ્રાફ ઘટ્યો હશે.
નિત્ય કથાવાર્તા, તપ, વ્રત અને આત્મવિચારથી કામનાઓ ઉપર કાબૂ મેળવી શકાય.
રોજ સવારે છાપું ખૂલે છે અને ચાની ચૂસ્કી સાથે ચોરીના સમાચાર નજરે ચઢે છે. લૂંટફાટ કે ખૂનખરાબાના સમાચાર તો ક્યારેક છેતરપિંડીના સમાચાર ! તો વળી ક્યારેક આતંકવાદ કે અકસ્માતની દયનીય છબીઓ…
મહંતસ્વામી મહારાજ જણાવે છે કે નિત્ય કથાવાર્તા, તપ, વ્રત અને આત્મવિચારથી કામનાઓ ઉપર કાબૂ મેળવી શકાય છે. શરીર કેવળ ઈન્દ્રિયજન્ય આનંદ ભોગવવાનું સાધન ન બની રહે, એ શાસ્ત્રોનો સાર છે. સંયમ જ પરમાત્મા સુધી પહોંચવામાં પ્રથમ પગથિયું છે.

અહેવાલ - કનુ જાની

આ પણ વાંચો :  Bhagavad Gita : વિષાદને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ!

Tags :
Advertisement

.

×