Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhagawan Parshuram : ન્યાયના આદિદેવ અને બ્રહ્મ-ક્ષત્રિય તેજનો સંગમ

ગર્ભથી ઘડતર અને પરશુથી ન્યાય! અક્ષય તૃતીયાના દિવસે ગુંજ્યો ભગવાન પરશુરામનો નાદ. વાંચો, કેવી રીતે તેઓ આજે પણ ચિરંજીવી રહીને ન્યાયનું રક્ષણ કરે છે.
bhagawan parshuram   ન્યાયના આદિદેવ અને બ્રહ્મ ક્ષત્રિય તેજનો સંગમ
Advertisement

Bhagawan Parshuram : ગર્ભથી ઘડતર અને પરશુથી ન્યાય! અક્ષય તૃતીયાના દિવસે ગુંજ્યો ભગવાન પરશુરામનો નાદ. વાંચો, કેવી રીતે તેઓ આજે પણ ચિરંજીવી રહીને ન્યાયનું રક્ષણ કરે છે.

અગ્રત: ચતુરૌ વેદા: પૃષ્ઠત: સશરં ધનુ: ।

Advertisement

ઇદં બ્રાહ્મણ્યમૈજસ્ત્રં ક્ષાત્રધર્મૌપિ પાલિત: ॥

Advertisement

જેમની પાસે ચારેય વેદોનું જ્ઞાન છે અને પીઠ પર ધનુષ્ય-બાણ છે; જે બ્રાહ્મણત્વ અને ક્ષાત્રધર્મ બંનેનું પાલન કરે છે, તેવા ભગવાન પરશુરામને નમન.

Bhagawan Parshuram : ભારતભરમાં અક્ષય તૃતીયા(Akshaya Tritiya)ના પવિત્ર દિવસે ભગવાન પરશુરામ જયંતી(ParshuramJayanti)ની અત્યંત ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે ઠેર-ઠેર શોભાયાત્રા, શસ્ત્ર પૂજન અને ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા ભગવાન વિષ્ણુના આ તેજસ્વી અવતારનું સ્મરણ કરવામાં આવ્યું. ભગવાન પરશુરામ એ માત્ર એક પૌરાણિક પાત્ર નથી, પરંતુ તે ન્યાય, શક્તિ અને જ્ઞાનના અદભૂત સમન્વયનું પ્રતીક છે.

Bhagawan Parshuram : શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય

જ્યાં કંઈ નથી હોતું ત્યાં ધૂળ, માટી અને જીવજંતુઓ ઘર કરી જાય છે; તેવી જ રીતે જો આપણે ભગવાન પરશુરામ જેવા આદર્શોને હૃદયમાં સ્થાન નહીં આપીએ, તો નકારાત્મક વિચારો મગજમાં ઘર કરી જશે. ભગવાન પરશુરામના હાથનું ‘પરશુ’ (ફરસો) એ દંડવિધાનનું પ્રતીક છે, જે અત્યાચારીઓને મર્યાદામાં રાખે છે. ન્યાય ક્યારેય શક્તિ વગર લાગુ થઈ શકતો નથી. પરશુરામની શક્તિ માત્ર અન્યાયના નાશ માટે હતી, અંગત ભોગવિલાસ માટે નહીં. તેમણે જીતેલી પૃથ્વી ક્યારેય પોતાની પાસે ન રાખી, પરંતુ જ્યારે ભગવાન રામ અવતર્યા ત્યારે પોતાની શક્તિ તેમને હસ્તાંતરિત કરી દીધી.

Bhagawan Parshuram : માતૃભક્તિ અને નારી ન્યાયના રક્ષક

પરશુરામના જીવનનો પ્રથમ ન્યાય માતા રેણુકા પર લાગેલા આક્ષેપોને ભૂંસવાનો હતો. પિતા જમદગ્નિની આજ્ઞા અને પિતૃભક્તિના માધ્યમથી તેમણે માત્ર માતાને પુનર્જીવિત જ ન કરી, પરંતુ પિતા-માતાનું પુનઃમિલન કરાવી માતૃભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું. અનસૂયા અને લોપામુદ્રાથી લઈને અંબા સુધી, તેઓ હંમેશા નારીને ન્યાય અપાવવા માટે લડતા રહ્યા.

સહસ્ત્રાર્જુનનો વધ અને ન્યાયની સ્થાપના

જ્યારે સહસ્ત્રબાહુ અર્જુન દત્ત ભગવાનની શક્તિનો દુરુપયોગ કરી અત્યાચારી બન્યો અને ગાયોના લોભમાં ઋષિ જમદગ્નિના આશ્રમનો નાશ કર્યો, ત્યારે ભૃગુનંદન રામે 'પરશુ' ધારણ કરી પરશુરામ બની તેનો સંહાર કર્યો. ઘણા લોકો પરશુરામને 'ક્ષત્રિય હંતા' કહીને જાતિવાદ ફેલાવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમણે તો ભગવાન રામને શક્તિશાળી બનાવવા સારંગ ધનુષ આપ્યું હતું અને યદુકુળ શ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણને અત્યાચારીઓના વિનાશ માટે 'સુદર્શન ચક્ર' ભેટ આપ્યું હતું.

ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત મહત્વ અને વિવેચન

૧. અવતારનું સ્વરૂપ: 'આવેશાવતાર' પુરાણો મુજબ, ભગવાન વિષ્ણુના દશાવતારમાં પરશુરામ છઠ્ઠો અવતાર છે. તત્વચિંતનની દ્રષ્ટિએ તેમને ‘આવેશાવતાર’ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર અત્યાચારની સીમા વટાઈ ગઈ, ત્યારે ભગવાન વિષ્ણુએ ભૃગુવંશી ઋષિ જમદગ્નિ-Sage Jamadagni અને માતા રેણુકાના પુત્ર તરીકે જન્મ લઈ, પોતાના દિવ્ય તેજનો આવેશ આ સ્વરૂપમાં પ્રગટ કર્યો હતો.

૨. સપ્ત ચિરંજીવી અને અમરત્વ શાસ્ત્રોમાં આઠ અમર પાત્રોનો ઉલ્લેખ છે, જેમાં ભગવાન પરશુરામનું સ્થાન અગ્રેસર છે.

પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન:।

પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન: । માનવામાં આવે છે કે તેઓ આજે પણ મહેન્દ્રગિરી પર્વત પર તપસ્યામાં લીન છે. કલ્કિ પુરાણ મુજબ, કળિયુગના અંતે જ્યારે ભગવાન કલ્કિ અવતરશે, ત્યારે પરશુરામજી જ તેમના ગુરુ બનીને તેમને શસ્ત્રવિદ્યાની દીક્ષા આપશે.

૩. ગુરુ પરંપરા અને શસ્ત્રવિદ્યાના પ્રણેતા ભગવાન પરશુરામ માત્ર શસ્ત્ર ચલાવવામાં જ નિપુણ નહોતા, તેઓ મહાન ગુરુ પણ હતા. મહાભારતના ત્રણ સૌથી શક્તિશાળી યોદ્ધાઓ - ભીષ્મ, દ્રોણ અને કર્ણના ગુરુ પરશુરામ હતા. ભારતીય પરંપરામાં શસ્ત્રને માત્ર હિંસાનું સાધન નહીં પણ 'ધર્મરક્ષા'નું માધ્યમ માનવાની શરૂઆત પરશુરામજીએ કરી હતી.

૪. ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ શાસ્ત્રો મુજબ, ભગવાન પરશુરામે પોતાની શક્તિથી સમુદ્રને પાછળ હટાવીને નવી ભૂમિનું સર્જન કર્યું હતું. આજે ભારતનો પશ્ચિમ કિનારો (કોંકણ, ગોવા અને કેરળ) 'પરશુરામ ક્ષેત્ર' તરીકે ઓળખાય છે. તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યા પછી તમામ ભૂમિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી.

૫. બ્રહ્મ-ક્ષત્રિય યોગનું તત્વજ્ઞાન પરશુરામ એટલે 'પરશુ' (શસ્ત્ર) ધારણ કરનારા 'રામ'. તે જ્ઞાન (બ્રાહ્મણ) અને પરાક્રમ (ક્ષત્રિય) ના સંગમ છે. શાસ્ત્રો કહે છે કે જ્યારે જ્ઞાન પાસે શક્તિ હોતી નથી, ત્યારે તે લાચાર બને છે; અને જ્યારે શક્તિ પાસે જ્ઞાન હોતું નથી, ત્યારે તે અત્યાચારી બને છે. પરશુરામજી આ બંનેનું સંતુલન છે.

ન્યાયના અમલીકરણ માટે શક્તિ ધારણ કરવાની પરંપરા ભગવાન પરશુરામથી શરૂ થઈ છે. અક્ષય તૃતીયાના દિવસે આપણે શાસ્ત્ર અને શસ્ત્રના સંધાનનો સંકલ્પ દોહરાવવો જોઈએ.

અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ: ।

કૃપ: પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન: ॥

અશ્વત્થામા, બલિરાજા, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામ - આ સાત ચિરંજીવીઓ છે.

આ પણ વાંચો Mehsana: મહેસાણામાં ભક્તિનો ઉમંગ, 8000 દિવડાઓની મહા આરતીથી ઝળહળી ઉઠ્યું વિશ્વ ઉમિયાધામ!

Tags :
Advertisement

.

×