Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhishma Pitamah : શરશૈયા-ભીષ્મ પર કલંક કે કૃષ્ણભક્તિની પરાકાષ્ઠા?

મહાભારત એ માત્ર યુદ્ધની ગાથા નથી, પણ ભક્તિનો એવો અમૃતકુંભ છે જેના માટે વેદવ્યાસજીએ 'શ્રીમદ્ ભાગવત'ની રચના કરવી પડી. કૃષ્ણ વિનાનું મહાભારત એ પ્રાણ વગરની વેરાન ભૂમિ જેવું છે, જ્યાં ભક્તિનું એક તૃણ પણ ઊગી શકે નહીં. કુરુક્ષેત્રની ભૂમિ પર શરસૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહનું હૃદય કેટલીય વાર પોતાની સાથે યુદ્ધ કરે છે, અને અંતે તે ભક્તિના માર્ગે વિજયી થઈ ધન્ય બને છે.
bhishma pitamah   શરશૈયા ભીષ્મ પર કલંક કે કૃષ્ણભક્તિની પરાકાષ્ઠા
Advertisement
  • Bhishma Pitamah : ભીષ્મની ભક્તિ અને શ્રીકૃષ્ણની લીલા: મહાભારતનું એક અમૃતમય પ્રકરણ

Bhishma Pitamah : મહાભારત એ માત્ર યુદ્ધની ગાથા નથી, પણ ભક્તિનો એવો અમૃતકુંભ છે જેના માટે વેદવ્યાસજીએ 'શ્રીમદ્ ભાગવત'ની રચના કરવી પડી. કૃષ્ણ વિનાનું મહાભારત એ પ્રાણ વગરની વેરાન ભૂમિ જેવું છે, જ્યાં ભક્તિનું એક તૃણ પણ ઊગી શકે નહીં. કુરુક્ષેત્રની ભૂમિ પર શરસૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહનું હૃદય કેટલીય વાર પોતાની સાથે યુદ્ધ કરે છે, અને અંતે તે ભક્તિના માર્ગે વિજયી થઈ ધન્ય બને છે.

Bhishma Pitamah : શ્રીકૃષ્ણની વ્યાપકતા અને ભીષ્મની પ્રતીક્ષા

શાંતિ-પર્વ-Shanti Parva માં ભીષ્મ પિતામહે શ્રીકૃષ્ણ-Krishnaની જે સ્તુતિ (Bhishma Stuti of Krishna)કરી છે, તેવી અદ્ભુત સ્તુતિ વિશ્વ સાહિત્યમાં ક્યાંય જોવા મળતી નથી. ભીષ્મ પિતામહ પોતાની મૃત્યુ માટે સૂર્યના ઉત્તરાયણ થવાની પ્રતીક્ષા નહોતા કરી રહ્યા, પરંતુ તેઓ તો એ શ્રીકૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા હતા જેના રોમે-રોમમાં કરોડો સૂર્ય પ્રકાશિત છે. તેઓ પોતાના નેત્રોમાં એ પરમતત્વને ભરી લેવા માંગતા હતા, જેને જોવા માટે આકાશનો સૂર્ય પણ આજે ભીષ્મની ભક્તિમાં શ્રીકૃષ્ણની કરુણા નિહાળી પરમ સુખનો અનુભવ કરી રહ્યો હતો.

Advertisement

ભીષ્મ કહે છે, "હે દેવકીનંદન! આપ અનાદિ અને અનંત છો. આપ માત્ર પૃથ્વી નથી, પણ જળ, આકાશ, વાયુ, અગ્નિ અને નક્ષત્રોના જનક પણ છો. આપ સાંખ્યના સતરમા તત્વ 'પુરુષ' છો. યુગના પ્રારંભે આપ બ્રહ્મ છો અને યુગાંતે સંકર્ષણ છો."

Advertisement

Bhishma Pitamah : દ્રૌપદીનું ચીરહરણ અને ભીષ્મનું મૌન: એક ગૂઢ રહસ્ય

સમગ્ર વિશ્વને એ વાતની પીડા છે કે ધૃતરાષ્ટ્રની સભામાં દ્રૌપદીના ચીરહરણ-Draupadi Cheerharan વખતે ભીષ્મ જેવો કૃષ્ણભક્ત મૌન કેમ રહ્યો? સત્ય એ છે કે ભીષ્મનું મૌન એ કોઈ કાયરતા નહોતી, પણ ભક્તિની સ્થાપનાનું એક આયોજન હતું. ભીષ્મ ઈચ્છતા હતા કે દ્રૌપદીની ભક્તિનું સામર્થ્ય આખી દુનિયા જુએ. તેઓ પોતાની શક્તિ અને પૌરુષની આહુતિ આપીને દ્રૌપદીના ભક્તિભાવનું અવતરણ જોવા માંગતા હતા.

જો ભીષ્મે પોતાના પરાક્રમથી દુઃશાસનનો વધ કર્યો હોત, તો તે માત્ર તેમનું વ્યક્તિગત પૌરુષ સાબિત કરત. પરંતુ ભીષ્મ ઈચ્છતા હતા કે જ્યારે પણ દ્રૌપદી આ કાળને યાદ કરે, ત્યારે તેને પોતાના પિતામહ નહીં પણ શ્રીકૃષ્ણની શરણાગત વત્સલતા યાદ આવે. ભીષ્મનું મૌન દ્રૌપદીની ભક્તિની 'પ્રાણપ્રતિષ્ઠા'નું નિમિત્ત બન્યું અને ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં વસ્ત્રાવતાર ધારણ કરીને દ્રૌપદીનું પૂજન કર્યું.

હનુમાનજી અને ભીષ્મ: ભક્તિનો સમાન પથ

આ પરિસ્થિતિ ત્રેતાયુગના હનુમાનજી જેવી જ હતી. જ્યારે હનુમાનજી લંકા જતી વખતે રાવણનો વધ કરીને સીતાજીને લાવી શકતા હતા, ત્યારે જામવંતજીએ તેમને રોક્યા હતા. જો હનુમાનજીએ બધું જ કરી લીધું હોત તો તે માત્ર 'પૌરુષ પ્રદર્શન' બની રહેત અને ભગવાનની લીલા આડે અવરોધ ઊભો થાત. તેવી જ રીતે ભીષ્મ પણ ઈચ્છતા નહોતા કે તેઓ ભક્તોના હૃદયમાં શ્રીકૃષ્ણની કરુણાના પ્રાગટ્ય વચ્ચે રાહુ બનીને ગ્રહણ લગાડે.

શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા અને ભક્તનો વિજય

શ્રીકૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, પણ ભીષ્મે-Bhishma Pitamah પોતાની ભક્તિથી ભગવાનને શસ્ત્ર ઉઠાવવા મજબૂર કર્યા. ભીષ્મે સાબિત કરી દીધું કે ભગવાન પોતાના ભક્તો માટે કંઈ પણ કરી શકે છે. પ્રહલાદ માટે ભગવાન પથ્થરમાં પ્રગટ્યા, અહલ્યા માટે પથ્થર નારી બન્યો, અને દ્રૌપદી માટે ભગવાન કાપડ (સાડી) માં પ્રગટ્યા. ભીષ્મની સભામાં જે તડપન હતી, તે કોઈ લાચારી નહીં પણ એક માતા જેવી 'પ્રસવ પીડા' હતી જે ભગવાનને પ્રગટ કરવા માટે સહન કરવામાં આવી હતી.

સૂર્ય અને ચંદ્રનું મિલન

ભીષ્મ પિતામહે ગણેશ, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ એમ દરેક રૂપમાં શ્રીકૃષ્ણની જ સ્તુતિ કરી છે. ઇતિહાસમાં પહેલીવાર સૂર્ય અને ચંદ્રનું અનોખું મિલન જોવા મળ્યું, જ્યારે આકાશમાં સૂર્ય દેવ સ્વયં શ્રીકૃષ્ણચંદ્ર અને ભીષ્મચંદ્રના દર્શન કરવા આવ્યા.

મહાભારતની આ કથા અને ભીષ્મની સ્તુતિ આપણને એ સમજાવે છે કે ઈશ્વરને પામવા માટે માત્ર કર્તવ્યનું પાલન પૂરતું નથી, પરંતુ હૃદયમાં અતૂટ શ્રદ્ધા હોવી પણ એટલી જ અનિવાર્ય છે. ભીષ્મ પિતામહનું જીવન એ સાબિત કરે છે કે ભલે સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય, ભલે મૌન રહેવાની મજબૂરી હોય, પણ જો ભીતર કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જીવંત હોય તો અંત સમયે પરમાત્મા સ્વયં સામે આવીને ઊભા રહે છે.

શરસૈયા પરથી વહેતી ભક્તિની આ સરિતા આજે પણ આપણને શીખવે છે કે સાચો ભક્ત તે જ છે જે પોતાના પૌરુષ કે અહંકારને પાછળ રાખીને ભગવાનની લીલાને સર્વોપરી ગણે. ભીષ્મનું નિર્વાણ એ માત્ર એક યોદ્ધાનો અંત નહોતો, પરંતુ એક ભક્તનું ભગવાનમાં થયેલું પરમ મિલન હતું. 

મહાભારતનો આ અંશ આપણને શીખવે છે કે ભલે સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય, પણ જો ભીતર ભક્તિનો દીવો પ્રજ્વલિત હોય તો ભગવાનને પ્રગટ થવું જ પડે છે. ભીષ્મ પર કોઈ કલંક નથી, પણ તેઓ તો ભક્તિના એવા શિલ્પી છે જેમણે પોતાના મૌન દ્વારા ભગવાનની સર્વોપરિતા સિદ્ધ કરી છે.

स्वनिगमुपहाय मत्प्रतिज्ञामृतमधिकर्तुमवप्लुतो रथस्थः ।

धृतरथचरणोऽभ्ययाच्चलद्गुर्हरिरिव हन्तुमिभं गतोत्तरीयः ॥

(શ્રીમદ્ ભાગવત ૧.૯.૩૭)

"જેમણે પોતાની 'શસ્ત્ર ન ઉપાડવાની' પ્રતિજ્ઞા છોડીને, મારી (ભક્તની) પ્રતિજ્ઞા રાખવા માટે રથ પરથી નીચે કૂદી પડ્યા અને હાથમાં રથનું પૈડું લઈને ક્રોધમાં મારી તરફ દોડ્યા - તે કૃપાળુ પ્રભુ શ્રીકૃષ્ણના શરણે હું જાઉં છું

આ પણ વાંચો :કથાકાર Aniruddhacharya એ Bollywood પર નિશાન તાક્યું, કહ્યું, 'તેઓ પોતાને ભગવાન સમજે છે'

Tags :
Advertisement

.

×