ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Buddha Purnima 2025 : બુદ્ધના જન્મ દિવસે કયા વૃક્ષની પૂજા કરવાથી મેળવી શકાય છે મનોવાંચ્છિત ફળ ?

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) ઉજવવામાં આવે છે. આ દિવસે એક ખાસ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી આપ મનોવાંચ્છિત ફળ મેળવી શકો છો. વાંચો વિગતવાર.
10:05 AM May 11, 2025 IST | Hardik Prajapati
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) ઉજવવામાં આવે છે. આ દિવસે એક ખાસ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી આપ મનોવાંચ્છિત ફળ મેળવી શકો છો. વાંચો વિગતવાર.
Buddha Purnima 2025 Peepal tree Gujarat First

Buddha Purnima 2025 : હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું બહુ મહત્વ રહેલું છે. તેમાંય બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) નું વિશેષ મહત્વ છે. બુદ્ધ ભગવાનનો જન્મ વૈશાખ મહિનાની શુકલ પક્ષની પૂર્ણિમાએ થયો હતો. તેથી આ દિવસને Buddha Purnima તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને એક વૃક્ષની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આ વૃક્ષ છે પીપળાનું વૃક્ષ (Peepal Tree).

શા માટે કરાય છે પીપળાની પૂજા ?

Buddha Purnima એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે, કારણ કે ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષ (Peepal Tree) માં હોય છે. એવી વાયકા છે કે બુદ્ધ ભગવાનને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેને બોધિ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બુદ્ધ ભગવાને 6 વર્ષ સુધી આ વૃક્ષ નીચે ધ્યાન કર્યું અને પૂર્ણિમાના દિવસે બોધિ સત્વ પ્રાપ્ત કર્યુ. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ઉપરાંત, આ પ્રસંગે પીપળાનું વૃક્ષ વાવવાનું પણ શુભ ગણાય છે. Buddha Purnima ના દિવસે પીપળાના ઝાડને દૂધ, પાણી અને કાળા તલ ચઢાવવામાં આવે તો પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. Peepal Tree ની પૂજા કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે. ખાસ કરીને શનિ, ગુરુ, રાહુ અને કેતુ જેવા ગ્રહોની શાંતિ માટે, પીપળાની પૂજા અને વૃક્ષારોપણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Baglamukhi Jayanti 2025 : અષ્ટમ મહાવિદ્યા બગલામુખી-દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ

Peepal Tree ની પૂજા કરવાની પદ્ધતિ ?

Buddha Purnima ના દિવસે સૂર્યોદય પછી પીપળાના ઝાડને દૂધ અને પાણી અર્પણ કરો. દૂધ અને પાણી અર્પણ કર્યા બાદ પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને પીપળાની 3 પ્રદક્ષિણા કરો. ધાર્મિક માન્યતા છે કે સવારે Peepal Tree માં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ નિવાસ કરે છે. ઉપરાંત દિવસ દરમિયાન દેવી લક્ષ્મી તેમાં નિવાસ કરે છે તેથી પીપળાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. Buddha Purnima ના દિવસે પીપળાના ઝાડને દૂધ, પાણી અને કાળા તલ ચઢાવવામાં આવે તો પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ શાંત થાય છે. અશુભ ગ્રહો શાંત થતા જે તે રાશિના જાતકો માટે લાભદાયી સંજોગો સર્જાય છે.

આ પણ વાંચોઃ  Buddha Purnima 2025 : આ વર્ષે ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા ? જાણો તારીખ, મૂહુર્ત અને પૂજન વિધિ

Tags :
Benefits of worshipping PeepalBodhi treeBuddha birthdayBuddha enlightenmentBuddha Purnima 2025Gujarat FirstGUJARAT FIRST NEWSLord BuddhaLord VishnuPeepal treePeepal tree astrologyPeepal tree blessingsReligious SignificanceVaishakh Purnima
Next Article