Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Budh Gochar 2026 : આ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક નુકસાન! જાણો બુધના ગોચરનું સાચું કારણ

આજે 19 મેના રોજ બુધ દેવ (Mercury Planet) એ રોહિણી નક્ષત્ર (Rohini Nakshatra) માં પ્રવેશ કર્યો છે. આ ગોચરને કારણે મેષ, વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. બુધના આ પરિવર્તનથી માનસિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અને સંબંધોમાં વિવાદ સર્જાવાની શક્યતા છે. જ્યોતિષ મુજબ, આ સમયગાળામાં જાતકોને ધીરજ અને સંયમ રાખવાની સલાહ આપવામાં આવી છે.
budh gochar 2026   આ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક નુકસાન  જાણો બુધના ગોચરનું સાચું કારણ
Advertisement
  • બુધ ગ્રહનું રોહિણી નક્ષત્રમાં ગોચર: જાણો શું થશે મોટી અસર!
  • બુધના આ પરિવર્તનથી 4 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ
  • 19 મે 2026ના રોજ બપોરે 2:37 વાગ્યે થયો ગ્રહનો પ્રવેશ
  • માનસિક તણાવ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવની આગાહી
  • મેષ, વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

Budh Gochar 2026 : જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વેપાર, સંચાર અને વાણીના કારક ગણાતા બુધ દેવ (Mercury Planet) એ આજે 19 મે 2026 ના રોજ બપોરે 2:37 વાગ્યે રોહિણી નક્ષત્ર (Rohini Nakshatra) માં પ્રવેશ કર્યો છે. ચંદ્રના નક્ષત્રમાં બુધનું આ આગમન જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, તેથી આ નક્ષત્રમાં બુધના હોવાને કારણે જાતકોના માનસિક તણાવ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવમાં (Emotional Instability) વધારો થવાની સંભાવના છે. આ ગોચર (Budh Gochar) ખાસ કરીને 4 રાશિઓ માટે સાવધાની રાખવાનો સમય છે.

12 Zodiac signs in a cosmic astrology chart.

Advertisement

કઈ રાશિઓ પર થશે નકારાત્મક અસર?

મેષ રાશિ (Aries) : આ રાશિના લોકો માટે ઓફિસમાં કાર્યનું દબાણ વધી શકે છે. સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સંયમ રાખવો અનિવાર્ય છે. આર્થિક બાબતોમાં (Financial Matters) પણ સાવચેતી રાખવી જરૂરી છે.

Advertisement

વૃશ્ચિક રાશિ (Scorpio): આ સમયગાળા દરમિયાન પરિવારમાં મતભેદો વધી શકે છે. અંગત સંબંધોમાં અંતર આવી શકે છે અને સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે, જેથી તબિયતની કાળજી લેવી.

ધનુ રાશિ (Sagittarius): કરિયર (Career) માં વિવિધ અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કામમાં વિલંબ થવાથી માનસિક હતાશા અનુભવાય શકે છે, આ સમયમાં ધીરજ રાખવી જ શ્રેષ્ઠ ઉપાય છે.

કુંભ રાશિ (Aquarius): આ રાશિના જાતકોના અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે. નજીકના લોકો સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખવું હિતાવહ છે.

Person feeling stress due to planetary movements.

આ ગોચર વ્યક્તિના જીવનમાં નાની-મોટી સમસ્યાઓ લાવી શકે છે, તેથી જ્યોતિષશાસ્ત્રના જાણકારો આ સમયગાળામાં શાંતિ જાળવી રાખવા અને સમજી-વિચારીને નિર્ણયો લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો : Vishnu Temple in Iran : શું તમે ઈરાનના આ વિષ્ણુ મંદિર વિશે જાણો છો? બિગ બીની પોસ્ટે વિદેશમાં ભારતની શાન વધારી

Tags :
Advertisement

.

×