ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dhanteras 2024: ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી, જાણો તેની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે

Dhanteras 2024: હિન્દૂ પંચાંગ અનુસાર પ્રમાણે વાત કરવામાં આવે તો, 29 ઓક્ટોબરે સવારે 10:31 કલાકે ત્રયોદશી તિથિ શરૂ થશે અને તે 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.
08:07 AM Oct 29, 2024 IST | VIMAL PRAJAPATI
Dhanteras 2024: હિન્દૂ પંચાંગ અનુસાર પ્રમાણે વાત કરવામાં આવે તો, 29 ઓક્ટોબરે સવારે 10:31 કલાકે ત્રયોદશી તિથિ શરૂ થશે અને તે 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.
Dhanteras 2024
  1. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ઉજવાય છે
  2. આજે સવારે 10:31 કલાકે ત્રયોદશી તિથિ શરૂ થશે
  3. ત્રયોદશી તિથિ 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે

Dhanteras 2024: દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે ધનતેરસના પર્વ ઉજવવાની શરૂઆત થઈ છે. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ઉજવવામાં આવે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં આજના દિવસે લોકો ધન પણ ખરીદતા હોય છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરવાનું વધારે મહત્વ હોય છે.

આ પણ વાંચો: Diwali 2024:દિવાળી પર કેમ બનાવવામાં આવે છે રંગોળી?

લક્ષ્મીજી સાથે સાથે ધન્વંતરીની પણ કરો પૂજા

એક માન્યતા પ્રમાણે આ તહેવાર પર સોનું, ચાંદી, અને લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ ખરીદવાનું શુભ મનાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાની સાથે સાથે આ વસ્તુઓની ખરીદી કરીને વ્યક્તિ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ દિવસને ભગવાન ધન્વંતરી દ્વારા આરોગ્ય અને ધનના દાન તરીકે માનવામાં આવે છે. જેથી માતા લક્ષ્મીજી સાથે ભગવાન ધન્વંતરીની પણ ધાર્મિક વિધિવિધાનથી પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે

ધનતેરસ પૂજાનો સમય - સાંજે 06:31 થી 08:13 સુધી

પ્રદોષ કાલ - સાંજે 05:38 થી 08:13 સુધી

વૃષભ સમયગાળો - સાંજે 06:31 થી 09:27 સુધી

બ્રહ્મ મુહૂર્ત - 04:48 AM થી 05:40 AM

વિજય મુહૂર્ત - બપોરે 01:56 થી 02:40 સુધી

સંધ્યાકાળનો સમય - સાંજે 05:38 થી 06:04 સુધી

તિથિ અને શુભ સમય

હિન્દૂ પંચાંગ અનુસાર પ્રમાણે વાત કરવામાં આવે તો, 29 ઓક્ટોબરે સવારે 10:31 કલાકે ત્રયોદશી તિથિ શરૂ થશે અને તે 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે. જેથી 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવી જરૂરી છે. આજે સોના-ચાંદીની ખરીદી કરીને તમે પૂજા કરી શકો છે. લાખો કરોડો લોકો આજે લક્ષ્મીજીની પૂજા કરીને ધન લાભ માટે પ્રાર્થના કરતા હોય છે.

આ પણ વાંચો: કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ જ કેમ ઉજવાય છે ધનતેરસ? આ રીતે થઈ હતી શરૂઆત

આટલી તૈયારી કરી લક્ષ્મીજીની પૂજા કરો

આજે આખા ઘરમાં સ્વચ્છતા રાખીને પૂજા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. પૂજા સામગ્રીની વાત કરવામાં આવે તો લક્ષ્મી-ગણેશની મૂર્તિ, ફૂલ, ફળ અને મીઠાઈઓ રાખો. ત્યાર બાજ ભગવાનના નામનો જાપ કરી શ્રદ્ધા સાથે પૂજા કરો. નોંધનીય છે કે, ધનતેરસનું ઘણું મહત્વ રહેલું છે, તે ધનની શુભકામનાઓ, જીવનમાં સફળતા અને સમૃદ્ધિનો દાન આપે છે. આ પર્વની ઉજવણીથી દરેક વ્યક્તિના ઘરમાં આનંદ અને શુભતા વધે છે.

આ પણ વાંચો: Diwali 2024 : શ્રી રામની સાથે 5 કથાઓ પણ દિવાળી સાથે સંકળાયેલી છે, જાણો સંપૂર્ણ ઈતિહાસ.

Tags :
Celebrate festival of DiwaliDhanterasDhanteras 2024Dharma BhaktiDiwali Festivalદિવાળીધનતેરસલક્ષ્મી
Next Article