Chandra Grahan 2024: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ,ભારતમાં જોવા મળશે ?
- વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે
- 17 સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ થશે
- ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે
Chandra Grahan: આ વખતે પિતૃપક્ષમાં થનારું ચંદ્રગ્રહણ (Chandra Grahan)ખૂબ જ ખાસ રહેશે. આ માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ નહીં પરંતુ સુપર હાર્વેસ્ટ મૂન પણ હશે. નાસાની વેબસાઈટ અનુસાર, 18 સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ થશે, જે અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં દેખાશે. હિંદુ કેલેન્ડર મુજબ આ દિવસ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. આ દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર રહેશે. આ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 6:11 વાગ્યે શરૂ થશે, જે સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે.
ચંદ્રગ્રહણ એટલે શું?
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે. તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ભારતમાં ચંદ્રગ્રહણની તારીખ અને સમય
આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ (Chandra Grahan)થવાનું છે. વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર 18 સપ્ટેમ્બરે સવારે 06:12 કલાકે શરૂ થશે અને ભારતીય સમય અનુસાર સવારે 10:17 સુધી ચાલશે.
આ પણ વાંચો -Recharge plan: Airtel અને Jio આપી રહ્યા છે આ ધમાકેદાર ઓફર
શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે?
વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ(Chandra Grahan)ની જેમ બીજું ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે.
આ પણ વાંચો -આ સમુદ્રી જીવ ખાવાથી વૃદ્ધ થશે યુવાન અને યુવાન થશે બાળક, વાંચો લેખ
પિતૃપક્ષમાં 'ગ્રહણ'
પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં ચંદ્રગ્રહણની ઘટના સારી નથી, પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાથી શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે જેવા પિતૃઓ માટે કરવામાં આવતી વિધિઓ પર તેની કોઈ અસર નહીં થાય.