Cow Worship: હિન્દુ ધર્મમાં ગાયની પૂજા અને ભોજન કરાવવું શા માટે પૂણ્યશાળી ગણાય છે ?
- ગાયના પૂજન (Cow Worship) થી શ્રી કૃષ્ણની વિશેષ કૃપા થાય છે
- ગાયને ભોજન કરાવવું પણ ખૂબ જ લાભદાયી છે
- Cow Feeding થી યજ્ઞ અને દાન કરવા જેટલો લાભ થાય છે
Cow Worship: હિન્દુ શાસ્ત્રોમાં ગાયની અંદર કરોડો દેવતા હોવાનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર ગણવામાં આવે છે. ગાયની પૂજા (Cow Worship) અને ગાયને કરાવવામાં આવતા ભોજનનું સવિશેષ ધાર્મિક મહત્વ છે. ગાયની પૂજા કરવી અને ગાયને ભોજન આપવા (Cow Feeding) થી આપને પૂણ્ય મળવા ઉપરાંત દરેક દેવોની કૃપા આપના પર થાય છે. આપના પાપોનો નાશ થાય છે. ગાયની પૂજા કરવી એ દેવતાઓની પૂજા કરવા બરાબર છે. ગાયને ભોજન કરાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
ગાયની પૂજાનું મહત્વ
મહત્વની તિથિ કે પર્વે ગાયના પૂજનથી વિશેષ લાભ થાય છે. ગાયમાં કરોડો દેવતાનો વાસ હોવાનો હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તેથી ગાયની પૂજા કરવાથી દેવતાઓની પૂજા કર્યા જેટલું ફળ મળે છે. ગાયની વિધિસર પૂજા કરવાથી શ્રી કૃષ્ણની વિશેષ કૃપા થાય છે. શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) ને ગાય બહુ પ્રિય હતી. તેથી ગાયની વાર તહેવારે પૂજા કરવાથી આપણા પર પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા યથાવત રહે છે. બીજુ ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી ગાયની પૂજા કરવાથી આપણામાં માતા પ્રત્યે કરુણા અને આદરભાવ વધે છે. આપણે માતાએ કરેલા ઉપકારો યાદ કરીને તેમને પણ માન-સન્માન આપીએ છીએ. તેથી જ ગાયના પૂજનને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Rashifal 13 May 2025 : આજે આદિત્ય યોગમાં, આ 5 રાશિઓ પર બજરંગબલીનો આશીર્વાદ રહેશે, વ્યવસાયમાં મોટી સફળતા મળશે
ગાયને ભોજન કરાવવાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં ગાય ગુરુ ગ્રહનું પ્રતીક છે. ગાયને ખવડાવવાથી ગુરુનો પ્રભાવ મજબૂત થાય છે. જો તમારી કુંડળીમાં રહેલ ગુરુ નબળો હોય તો તમારે અવશ્ય ગાયને ભોજન કરાવવું જોઈએ. જેથી તમારા પર ગુરુની વિશેષ કૃપા થતી રહે. ગુરુની કૃપા અવિરત થવાથી જાતકને જીવનમાં વિવિધ સમસ્યાઓમાંથી રાહત મળે છે. ગાયોને ભોજન કરાવવું (Cow Feeding) તે માત્ર આધ્યાત્મિક રીતે જ નહિ પરંતુ સામાજિક રીતે પણ મહત્વનું છે. ગાયને નિયમિત ભોજન કરાવવાથી તમારામાં માનસિક શાંતિનો સંચાર થાય છે. જેના પરિણામે પરિવારમાં ખુશી અને સુખનું વાતાવરણ રચાય છે.
દાન કરવા જેટલું પૂણ્ય મળે છે
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ દરરોજ ગાયને ચારો ખવડાવે છે તેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાયને ગોળ ખવડાવવો એ યજ્ઞ કરવા કે દાન કરવા જેટલું જ શુભ માનવામાં આવે છે. શનિ અને પિતૃ દોષથી પીડિત લોકોએ નિયમિતપણે ગાયને ખોરાક, ચારો અથવા ગોળ ખવડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં દોષો ઓછા થશે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ વધશે.
આ પણ વાંચોઃ Indian Army : ભારતીય જવાનો માટે પ્રેમાનંદ મહારાજે કહી આ મોટી વાત