Rashifal 14 May 2026: આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિમાં શું લખ્યું છે નસીબ?
Rashifal 14 May 2026: આજે 14 મે 2026 અને ગુરુવારનો દિવસ છે, વિક્રમ સંવત 2082, વૈશાખ માસ, વદ બારસની તિથિ છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આજે 'ગુરુ પ્રદોષ વ્રત' ની સાથે 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'વિડાલ યોગ' નો શુભ સમન્વય થઈ રહ્યો છે. ચંદ્ર આજે મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરશે, જેની સીધી અસર તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે. આ ગ્રહદશાને કારણે અમુક રાશિઓ માટે આર્થિક લાભ અને કરિયરમાં નવી તકોના દ્વાર ખુલશે, જ્યારે અમુક રાશિઓએ સાવધાની રાખવી પડશે. ત્યારે એસ્ટ્રોલોજર મોનાલી સોનાના જણાવ્યાનુસાર, તમારા ગ્રહો આજે શું સંકેત આપી રહ્યા છે અને કેવો રહેશે તમારો ભાગ્યોદય તે જાણીએ.
આજે 14 મે 2026નું શું કહે છે તમારું રાશિફળ?
મેષ (અ, લ, ઈ)
આજે જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે.
વૃષભ (બ, વ, ઉ)
મનમાં થોડી બેચેની રહી શકે છે, પરંતુ આર્થિક રીતે દિવસ મજબૂત છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિચારજો. મિત્રો સાથે પ્રવાસ કે પાર્ટીનું આયોજન થઈ શકે છે.
મિથુન (ક, છ, ઘ)
સફળતા તમારા કદમ ચૂમશે. જૂના મિત્રો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે. સંતાન પક્ષ તરફથી કોઈ ભેટ અથવા ખરીદીના યોગ છે. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો.
કર્ક (ડ, હ)
દિવસ થોડો ગૂંચવણભર્યો રહી શકે છે, તેથી દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો. મિલકત કે લોન સંબંધિત કામકાજમાં પ્રગતિ થશે. જૂના દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે.
સિંહ (મ, ટ)
કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું.
કન્યા (પ, ઠ, ણ)
પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વ્યાપારમાં નવા સંપર્કોથી લાભ થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયા આગળ વધી શકે છે.
તુલા (ર, ત)
નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે મનદુઃખ થઈ શકે છે, વાણી પર સંયમ રાખવો. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે.
વૃશ્ચિક (ન, ય)
અટકેલા કામો પૂરા થશે. પ્રોફેશનલ લાઈફમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. લવ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ)
ભાગ્યનો પૂરો સાથ મળશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
મકર (ખ, જ)
માનસિક તણાવ દૂર થશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા છે. પિતાના સહયોગથી કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ જશે.
કુંભ (ગ, સ, શ, ષ)
વેપારીઓ માટે દિવસ લાભદાયક રહેશે. નવી ભાગીદારી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
મીન (દ, ચ, ઝ, થ)
ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. ઓફિસમાં વિરોધીઓથી સાવધ રહેવું. સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો.