ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Devshayani Ekadashi 2025 : જાણો ભગવાન વિષ્ણુના પ્રિય પર્વનું મર્મ, મહત્વ અને માહાત્મ્ય

આજે 5 જુલાઈએ સાંજે 6:59 કલાકે દેવશયની પર્વ શરૂ થશે અને 6 જુલાઈએ રાત્રે 9:16 કલાક સુધી ચાલશે. ભગવાન વિષ્ણુ આજથી 4 મહિના યોગનિંદ્રામાં વિતાવશે.
09:07 AM Jul 05, 2025 IST | Hardik Prajapati
આજે 5 જુલાઈએ સાંજે 6:59 કલાકે દેવશયની પર્વ શરૂ થશે અને 6 જુલાઈએ રાત્રે 9:16 કલાક સુધી ચાલશે. ભગવાન વિષ્ણુ આજથી 4 મહિના યોગનિંદ્રામાં વિતાવશે.
Devshayani Ekadashi Gujarat First-+

Devshayani Ekadashi 2025 : દર વર્ષે હિન્દુ ધર્મના વૈદિક કેલેન્ડરના અષાઢ મહિનાની એકાદશી તિથિએ દેવશયની એકાદશી (Devshayani Ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને સમર્પિત છે. આજના દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિંદ્રામાં જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. દેવશયની વ્રત રાખવાથી ભક્તની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. વર્ષ 2025માં આજે એટલે કે 5 જુલાઈએ સાંજે 6:59 કલાકે દેવશયની પર્વ શરૂ થશે અને 6 જુલાઈએ રાત્રે 9:16 કલાક સુધી ચાલશે.

વિશેષ મહત્વ

દેવશયની એકાદશીનું મહત્વ વિશેષ માનવામાં આવે છે. આજના દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગનિંદ્રામાં જાય છે. આ 4 મહિનામાં ભગવાન શિવનો અવતાર રુદ્ર પૃથ્વીની સંભાળ રાખે છે. પુરાણોમાં દેવશયની એકાદશીનું મહત્વ ખૂબ જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ એકાદશી તિથિથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે. ભગવાન વિષ્ણુ લગભગ 4 મહિના આરામ કરે છે, તેથી તેને ચાતુર્માસ (Chaturmas) પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન લગ્ન, સગાઈ, ઘરનું વાસ્તુ, મુંડન વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Rashifal 05 July 2025 : આજે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાયો છે જેના પરિણામે આ રાશિના જાતકોની આર્થિક અને સામાજિક ઉન્નતિ થશે

દેવશયની એકાદશી વ્રત

હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા પર્વ એવા દેવશયની એકાદશીનું વ્રત કરવાથી ભકતને વૈકુંઠ પ્રાપ્ત થતું હોવાની વાયકા છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી, પીળા વસ્ત્રો પહેરો અને લક્ષ્મીનારાયણની પૂજા-અર્ચના કરો. ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો. ત્યારબાદ દેવશયની એકાદશી વ્રત કથાનો પાઠ કરો અને અંતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો. જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેઓ બારશના દિવસે ફળાહાર કરીને ઉપવાસ છોડી શકે છે. આમ દેવશયની એકાદશીએ શરુ કરેલ ઉપવાસના પારણા બારશના દિવસે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ  EKADASHI 2025 : દેવપોઢી એકાદશી પર લક્ષ્મી માતાના આશિર્વાદ મેળવવા આટલું જરૂર કરો

Tags :
-vrat-kathaChaturmasDevshayani EkadashiFastgoddess-lakshmiGujarat FirstGUJARAT FIRST NEWSImportanceLord VishnuTulsi leavesVaikunthaworshipYoga Sleep
Next Article