Dhanteras 2025 : કુમકુમ મંદિરમાં ધનતેરસનાં દિવસે સુવર્ણનાં પુષ્પોથી પૂજન કરી ઉજવણી કરાઈ
- અમદાવાદ મણિનગરનાં કુમકુમ મંદિર ખાતે Dhanteras 2025 ની વિશેષ પૂજા
- મંદિરમાં સુવર્ણનાં પુષ્પોથી ભગવાનનું પૂજન કરી પ્રાર્થના કરાઈ
- ભગવાન સમક્ષ દાગીના, અંલકારો, લેપટોપ, આઈપેડ, ચોપડા આદિનું પૂજન કરાયું
Dhanteras 2025 : અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિર (Swaminarayan Kumkum Temple) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસનાં દિવસે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે સુવર્ણનાં પુષ્પોથી ભગવાનનું પૂજન કરીને ધનતેસરની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દાગીના, અંલકારો, લેપટોપ, આઈપેડ, ચોપડા આદિનું સુવર્ણનાં પુષ્પોથી પૂજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - અયોધ્યાના દિપોત્સવમાં 'પુષ્પક વિમાન'નું આકર્ષણ, ત્રેતા યુગની યાદો તાજી થશે
મંદિરમાં Dhanteras નિમિત્તે સુવર્ણનાં પુષ્પોથી ભગવાનનું પૂજન કરી પ્રાર્થના કરાઈ
મણિનગરમાં સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ કુમકુમ મંદિર (Swaminarayan Kumkum Temple) ખાતે ધનતેરસનાં દિવસે સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ દાગીના, અંલકારો, લેપટોપ, આઈપેડ, ચોપડા આદિનું સુવર્ણનાં પુષ્પોથી પૂજન કરવામાં આવ્યું હતું. ધનતેરસ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ (Sadhu Premvatsaldasji) જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે ભગવાનનાં દાગીના- સિંહાસનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. સોના-ચાંદીનાં દાગીના, રુપિયાનું પણ પૂજન કરવામાં આવે છે.
આ પણ વાંચો - Dhanteras : દીપોત્સવનો પ્રારંભ- મહાલક્ષ્મીના આહ્વાનથી શરૂ
વૈદ્ય ધન્વન્તરીનો અને અમૃતનાં પ્રાગટ્યનો દિવસ
તેમણે આગળ કહ્યું કે, આજનો દિવસ વૈદ્ય ધન્વન્તરીનો અને અમૃતનાં પ્રાગટ્યનો દિવસ છે. દેવોને આ દિવસે અમૃત મળ્યું હતું. આ દિવસે લક્ષ્મીનું પૂજન (laxmi Poojan) કરવાથી સંપત્તિ પવિત્ર બને છે અને તે પવિત્ર બન્યા પછી સદ્કાર્યોમાં ભગવાનનાં ઉપયોગમાં વાપરીએ તો નિર્ગુણ અને મોક્ષને આપનારી થાય છે. ધનતેરસનાં દિવસે આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે, સુખી થવા માટે અમને તમે સમૃદ્ધિ-ધન આપજો સાથે-સાથે ભક્તિ અને સત્સંગ અમારા જીવનમાં દ્રઢ કરાવજો, જેથી અમે સદાયને માટે સુખી થઈએ.
આ પણ વાંચો - ધનતેરસ 2025: ખરીદી સાથે આ 3 જૂની વસ્તુઓનું દાન કરો, લક્ષ્મીજી થશે પ્રસન્ન