ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dharma: 'મંદિરનો ઘંટ' પરંપરાથી આગળ,આધુનિક વિજ્ઞાનથી પણ ઊંડું રહસ્ય

Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. જો કે ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
01:05 PM Dec 13, 2025 IST | Sarita Dabhi
Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. જો કે ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
Dharma, 'Temple Bell-Gujarat first

Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. ખેર, આ માન્યતા કદાચ શ્રદ્ધાની એરણે સાચી હશે, પણ સંપુર્ણ નથી. કારણ કે, ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.

ઘંટ: માત્ર રિવાજ નહીં — એક સુપર-ઇન્ટેલિજન્ટ સાઉન્ડ ટૂલ (super inteligent sound tool)

પ્રાચીન ભારતીય ઋષિઓ ઘંટને સામાન્ય ધાતુથી નહોતા બનાવતા. તેને માટે ખાસ એલોયનો ઉપયોગ થતો: કોપર (Copper), કેડ્મિયમ (Cadmium), નિકલ (Nickel), ઝીંક (Zinc), મૅન્ગેનીઝ (Manganese), ક્રોમિયમ (Chromium) અને નજાણે બીજી કેટલીય ધાતુઓ. આ ધાતુઓનું સંયોજન એવી રેઝોનેન્ટ ફ્રિક્વન્સી ઉત્પન્ન કરે છે, જે સામાન્ય ધાતુથી શક્ય નથી.

વિજ્ઞાન શું કહે છે? — 7 સેકંડનું રહસ્ય

જ્યારે આવી એલોયથી બનેલો મંદિરનો ઘંટનાદ થાય છે, ત્યારે તેની ધ્વનિથી થતું વાઇબ્રેશન આશરે 7 સેકંડ સુધી અનુભવાય છે. જે તમે ચેક પણ કરી શકો છો. આ 7 સેકંડનું રેઝોનેન્સ કોઈ આકસ્મિક વાત નથી. કારણ કે વિજ્ઞાન કહે છે કે, સાત સેકંડના વાયબ્રેશનથી Left Brain (Logic), અને Right Brain (Creativity & Emotion) બંને સમાન રીતે સક્રિય થઇ જાય છે.

વૈજ્ઞાનિક પ્રયોગોનું અવલોકન છે કે, રેઝોનેન્ટ સાઉન્ડ મગજના બ્રેઇન-વેવ્ઝ (brain waves) ને Gamma થી Alpha અથવા Theta સ્ટેટમાં પરિવર્તિત કરે છે. જે ધ્યાન, શાંતિ અને ફોકસ માટે કારણભૂત છે.

Neuro-Spiritual Effect: ઘંટનાદ મનને કેવી રીતે બદલે છે?

ઘંટનો નાદ અંતરમનમાં ચાલતી રેસ્ટલેસ activity ધીમી કરી દે છે. મગજને present moment awarenessમાં દોરી જાય છે. શરીરમાંથી નેગેટિવ એનર્જીટિક વાઇબ્રેશન્સ સાથે ક્લેશ થઇ તેને દૂર કરે છે. concentration power વધારે છે. અને આ રીતે મન ધ્યાન માટે તૈયાર થાય છે.એટલે જ કદાચ પ્રાચીન મંદિરોમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા ઘંટ વગાડવાની પરંપરા હતી — જેથી મન ભટકતી અવસ્થામાંથી પરત આવી સ્થિર થાય. અને દેવદર્શન પૂર્ણ ચેતનામાં થઈ શકે.

ઘંટ: આધ્યાત્મથી વિજ્ઞાનને જોડતો અદ્ભુત પુલ

ઘંટ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી. તે Neuro-Spiritual Awakening Tool છે. Vibration Physics નો પ્રાચીન ચમત્કાર પણ તેને ગણી શકાય. રેઝોનેન્સ થેરપીનો મૂળસ્રોત છે મંદિરમાં રહેલો ઘંટ. જે Sound Frequency દ્વારા Mind Reset કરી શકે છે. ચાહો તો તમે પણ પ્રયોગ કરી જુઓ. મંદિરનો ઘંટ વગાડી તેની નીચે 7 સેકંડ આવતી તરંગોને મહેસૂસ કરી જુઓ. આજના સમયમાં આપણે જે mindfulness, brain-frequency healing કે sound therapy કહીએ છીએ. તેનું સૌથી પ્રાચીન ઉદાહરણ કહી શકાય મંદિરના ઘંટને.

અજબની વાત: હજાર વર્ષ પહેલાં આ બધું કઈ રીતે ખબર હતી?

આજના sound-engineering, resonance-physics અને neuroscienceનો વિકાસ છેલ્લાં 150 વર્ષનો છે. તો પછી પ્રાચીન વર્ષો જૂની સનાતન સંસ્કૃતિના પ્રચારક ઋષિઓ હજારો વર્ષ પહેલાં કેવી રીતે જાણતાં હતા કે કઇ અને કેવી ધાતુનો રેશિયો યોગ્ય છે પરફેક્ટ રેસોનન્સ ફ્રિકવન્સી ઉત્પન્ન કરવા માટે? એવી ફ્રિક્વન્સી કે જેના થકી બ્રેઇન વેવ્સ મોડ્યુલેશન થાય અને તરંગોથી હિલિંગ થઇ શકે. શું તેઓ પાસે advanced scientific સમજ હતી? અને જો એ તર્ક સાચો હોય તો બીજો તર્ક એ કે શું તેઓ consciousness science માં આપણા કરતાં આગળ હતા?

અહેવાલ: અમિતા જરીવાલા - અમદાવાદ

આ પણ વાંચો: Dharma: કૌરવો-સૌથી પહેલા ટેસ્ટટ્યૂબ બેબિસ, જાણો કેવી રીતે જન્મ્યાં 100 કૌરવો?

Tags :
BellGujaratFirstScienceBehindFaithSpiritualScienceTapobhumitemple
Next Article