Dharmabhakti : શિવ સહસ્ત્રનામ સ્તોત્રના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર
- વિષ્ણુ સહસ્ત્રનામ જેટલું જ શક્તિશાળી છે શિવ સહસ્ત્રનામ સ્તોત્ર
- શિવ સહસ્ત્રનામ સ્તોત્ર ભગવાન શિવના 1000 પવિત્ર નામો દર્શાવે છે
- શ્રાવણમાં શિવ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે
Dharmabhakti : હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને શ્રેષ્ઠ અને મુખ્ય દેવતા ગણવામાં આવે છે. બ્રહ્માજી તો સર્જનહાર છે તેથી તેમના વિશે લખાયેલ પ્રાર્થના, સ્તોત્ર કે શ્લોક કેટલા સચોટ અને ફળદાયી છે તે સર્વવિદિત છે. ભગવાન વિષ્ણુની વાત કરવામાં આવે તો તેમના ગુણો અને મહાનતાનું વર્ણન કરતા સ્તોત્ર, શ્લોક અને આરતી વગેરેથી શાસ્ત્રો ભરેલા પડ્યા છે. ભગવાન વિષ્ણુ માટે સર્જાયેલ સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્રનામ (Vishnu Sahastranama) ખૂબ જ મહત્વનું અને ફળદાયી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ માટે રચાયેલ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ ભગવાન શિવ (Lord Shiva) માટે રચાયેલ શિવ સહસ્ત્રનામ (Shiva Sahastranama Stotra) નું છે. શિવ પુરાણમાં શિવ સહસ્ત્રનામ સ્તોત્ર વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
શિવના પણ છે 1000 નામ
હિન્દુ ધર્મમાં શિવ સહસ્ત્રનામ સ્તોત્ર (Shiva Sahastranama Stotra) નું ખાસ મહત્વ અને માહાત્મ્ય છે. શિવ સહસ્ત્રનામ સ્તોત્રમાં ભગવાન શિવ (Lord Shiva) ના 1000 પવિત્ર નામોનું વર્ણન અને મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવ સહસ્ત્રનામ સ્તોત્ર વિશે શિવ પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શિવ પુરાણ (Shiva Purana) ઉપરાંત લિંગ પુરાણમાં પણ શિવ સહસ્ત્રનામનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવ સહસ્ત્રનામ સ્તોત્રમાં ઓમ સ્થિરાય નમઃ । ઓમ સર્વવિહિતાય નમઃ ॥ ઓમ સર્વસ્મે નમઃ । ઓમ સર્વકારાય નમઃ ॥ ઓમ ભાવાય નમઃ ॥ ઓમ જતિને નમઃ ॥ ઓમ ચાર્મિને નમઃ ॥ ઓમ શિખંડિને નમઃ । ઓમ સર્વાંગાય નમઃ । ઓમ સર્વભાવાય નમઃ । ઓમ હરાય નમઃ ॥ ઓમ હરિનાક્ષાય નમઃ । ઓમ સર્વભૂતાય નમઃ । ઓમ પ્રભાવે નમઃ ॥ ઓમ પ્રવૃત્તયે નમઃ ॥ ઓમ નિવૃત્તયે નમઃ ॥ ઓમ નિયતાય નમઃ ॥ ઓમ શાશ્વતાય નમઃ । ઓમ ધ્રુવાય નમઃ । ઓમ સ્મશાનવાસીઓ નમઃ । ઓમ ભગવતે નમઃ ॥ ઓમ ખેચરાય નમઃ ॥ વગેરે જેવા ભગવાન શિવના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નામ ભગવાન શિવનો એક ગુણ દર્શાવે છે.
સ્તોત્રનું મહત્વ અને માહાત્મ્ય
ભગવાન વિષ્ણુને પ્રિય એવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર જેટલું જ શક્તિશાળી છે શિવ સહસ્ત્રનામ સ્તોત્ર. શિવ સહસ્ત્રનામ સ્તોત્ર ભગવાન શિવના ગુણો, લીલા, શક્તિ અને મહિમાને એકસાથે વ્યક્ત કરે છે. આ સ્તોત્રનું ભક્તિભાવથી વાંચવા, સાંભળવા અથવા જાપ કરવાથી ભક્તને અદ્ભુત આધ્યાત્મિક લાભ મળે છે. શિવ સહસ્રનામ સ્તોત્રના પઠનથી ભોલેનાથના આશીર્વાદ ખૂબ સરળતાથી મેળવી શકાય છે. જેના કારણે ભક્ત અને શિવ વચ્ચે એક દૈવી સંબંધ બંધાય છે. દરેક ભક્તે શ્રાવણ મહિનામાં તો શિવ સહસ્રનામ સ્તોત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.
શ્રાવણ મહિનો અને શિવ સહસ્રનામ સ્તોત્ર
ભારત દેશમાં હિન્દુ ધર્મ માટે શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વનો છે. હિન્દુ ધર્મમાં શિવભક્તો માટે ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી મહિનો માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે જો કોઈ ભક્ત ભક્તિભાવથી અને નિયમિતપણે શિવ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરે છે તો તેને અકલ્પનીય પુણ્ય અને શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના સોમવારે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. શિવલિંગની પૂજા કરો. દીવો અને ધૂપ પ્રગટાવો અને શાંત ચિત્તે શિવ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો.
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)