Dharmabhakti : આજે શનિવારે શનિદેવને ચઢાવો કેટલોક ખાસ ભોગ, આ પ્રસાદ વહેંચવાથી શનિદેવ થશે પ્રસન્ન
- શનિવારે Shanidev ને ચઢાવો કેટલાક ખાસ ખાદ્યપદાર્થોનો ભોગ
- અડદના દાળની ખીચડી અનેક શનિ મંદિરોનો મુખ્ય પ્રસાદ છે
- કાળા ફોતરાવાળા ચણાનો પ્રસાદ પણ શનિદેવને બહુ પ્રિય છે
- કાળા તલ અને તેમાંથી બનાવેલ વાનગી ભકતોમાં વહેંચવાથી શનિદેવ પ્રસન્ન રહે છે
Dharmabhakti : આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ અને શનિવાર છે. આજે વહેલી સવારથી જ શિવાલયોમાં પૂજા-અર્ચના થશે. મહાદેવજી (Lord Shiva) ઉપરાંત શનિ ભગવાન (Shanidev) ની પણ આજે પૂજા કરવામાં આવશે. આજે શનિદેવને જો કેટલાક ખાસ ખાદ્યપદાર્થોનો ભોગ ચઢાવવામાં આવે અને આ ભોગનો પ્રસાદ ભકતોમાં વહેંચવામાં આવે તો શનિદેવની અનહદ કૃપા થશે. આપના જીવનમાં શનિદેવની કૃપાથી વર્ષોથી નડતી સમસ્યા દૂર થશે અને જીવન સરળ તેમજ સુગમ બનશે. જાણી લો આજે શનિવારે શનિદેવને પ્રિય એવા ભોગ વિશે.
કાળા તલ
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુમાંથી કાળા તલ ઉદ્દભવ્યા છે. તેથી શનિ મહારાજને કાળા તલ ખૂબ જ પ્રિય છે. જે ભક્ત દર શનિવારે શનિદેવની પૂજામાં કાળા તલનો ઉપયોગ કરે છે તેના પર શનિદેવની કૃપા કાયમ જોવા મળે છે. શનિવારે શનિ મહારાજને કાળા તલ અથવા તેમાંથી બનતી વાનગીનો પ્રસાદ ચઢાવી અને કાળા તલનું સેવન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. ભગવાન શનિ આવા ભક્તો પર પ્રસન્ન રહે છે અને તેને પ્રગતિ કરવામાં મદદ કરે છે.
અડદના દાળની ખીચડી
દર શનિવારે શનિદેવને સાંજે જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં અનેક શનિ મંદિરોમાં અડદના દાળની ખીચડી મુખ્ય હોય છે. શનિદેવને પ્રિય એવા અડદમાંથી બનતી ખીચડીનો ભોગ ધરાવવાથી શનિદેવ પ્રસન્ન રહે છે. આ ખીચડી પૂજા-અર્ચના બાદ ભકતોમાં વહેંચવાનું પણ અનોખુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે અડદની દાળની ખીચડીનો ભોગ ધરાવી, પ્રસાદ તરીકે વહેંચવાથી અને તેને ખાવાથી અને શનિદેવ ખુશ રહે છે અને શનિનો ક્રોધ પણ તમારા પરથી દૂર થાય છે. જો તમારી પાસે અડદની દાળ ન હોય તો તમે તમારી પસંદગીની કોઈપણ દાળમાંથી ખીચડી બનાવીને ખાઈ શકો છો. જે પણ ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ Rashifal 26 July 2025 : આજે મંગળ અને શનિનું ગોચર ધન યોગ બનાવશે, જાણો કઈ રાશિના જાતકોને થશે કેટલો લાભ
કાળા ફોતરાવાળા ચણા
શનિવારે શનિ મંદિરોમાં કાળા ચણાનો પ્રસાદ કરવામાં આવે છે. શનિદેવની સમક્ષ એક પાત્રમાં કાળા ફોતરાવાળા ચણા અને ગોળનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પ્રાણીઓને પણ કાળા ચણા શનિવારે ખવડાવવામાં આવે છે. આ ઉપાય શનિનો ક્રોધ પણ ઓછો કરે છે. તમે શેકેલા કાળા ચણાનો પ્રસાદ ધરાવો, ભકતોમાં વહેંચો છો તો માન્યતાઓ અનુસાર ભગવાન શનિના પ્રતિકૂળ પ્રભાવથી પણ રક્ષણ મળે છે. જેથી તમને નડતી શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે.
જાંબુ
જો તમે શનિવારે કાળા જાંબુનો પ્રસાદ શનિદેવને ચઢાવો છો તો શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે. આજે શનિવારે શનિદેવને કાળા જાંબુનો ભોગ ધરાવ્યા બાદ ભક્તોમાં આ પ્રસાદ વહેંચો. તેમજ કાગડા, કુતરા અને વાંદરાઓને પણ કાળા જાંબુ ખવડાવો. જાંબુ ધાર્મિક ઉપરાંત આરોગ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તે ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં ફાયદાકારક છે. અત્યારે ચોમાસાની ઋતુમાં આ ફળ સરળતાથી ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ Dharmabhakti : શિવજીને અતિપ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ, શા માટે મહાદેવજીને પ્રિય છે આ પવિત્ર મહિનો ?
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)