Dharmabhakti : ઓગસ્ટ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે આવશે ? શું છે તેનું માહાત્મ્ય ?
પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત (Pradosh Vrat) રાખવામાં આવે છે. ઓગસ્ટ 2025 માં 6 ઓગસ્ટે પ્રદોષની તિથિ ગણાશે. વાંચો વિગતવાર.
Advertisement
- પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે
- ઓગસ્ટ 2025 માં 6 ઓગસ્ટે પ્રદોષની તિથિ ગણાશે
- 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને Budha Pradosh Vrat કહેવામાં આવશે
Dharmabhakti : શિવપુરાણ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 6 ઓગષ્ટે ઉજવવામાં આવશે. પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. દ્વાદશી તિથિ 6ઠ્ઠી તારીખે બપોરે 2:09 કલાકે સમાપ્ત થશે અને ત્રયોદશી તિથિ શરૂ થશે. સાંજે ત્રયોદશી તિથિ હોવાથી 6ઠ્ઠી તારીખે જ બુધ પ્રદોષ વ્રતનો સંયોગ થશે. 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને બુધ પ્રદોષ વ્રત (Budha Pradosh Vrat) કહેવામાં આવશે.

