Dharmabhakti : શનિવાર સાંજે શનિ મહારાજની પૂજા અને દાન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- શનિવાર સાંજે કાળા તલ અને અડદ શનિદેવને ચઢાવો
- શનિવાર સાંજે કાળા કપડા, કાળા તલ, કાળા ચણાનું દાન કરો
- શનિવાર સાંજે શનિદેવની પૂજા કરતી વખતે કાળા તલ અને કાળા અડદમાંથી બનાવેલ દીવો પ્રગટાવો
Dharmabhakti : હિન્દુ ધર્મમાં શનિવાર હનુમાનજી (Hanumanji) ઉપરાંત શનિ ભગવાન (Lord Shani Dev)ને પણ સમર્પિત વાર ગણાય છે. આજના દિવસે શનિ ભગવાનને કરેલ પૂજા અર્ચનાનું વિશેષ ફળ મળે છે. શનિ ભગવાનને સવારે ઉપરાંત સાંજે કરવામાં આવતી એટલે કે સંધ્યા પૂજા અર્ચનામાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શનિદેવની વિશેષ કૃપા થાય છે. આ ઉપરાંત શનિવાર સાંજે દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શનિવાર સાંજે શનિદેવની પૂજા
ભગવાન હનુમાન ઉપરાંત શનિદેવનો વાર પણ શનિવાર ગણાય છે. શનિવારે સંધ્યા ટાણે (સવાર અને સાંજે) કરવામાં આવતી પૂજા અર્ચનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે. જેમાં સંધ્યાટાણે કરવામાં આવતી શનિપૂજામાં શનિદેવને કાળી વસ્તુઓનો વિશેષ ઉપયોગ કરવાનું માહાત્મ્ય રહેલ છે. જેમાં શનિદેવને કાળાતલ ચડાવવા, કાળું કપડું ચડાવવું તેમજ તેલ ચડાવવાનો સમાવેશ થાય છે. શનિ મહારાજની પૂજા કરતી વખતે હંમેશા કાળા તલ કે અડદ સાથે રાખવા જોઈએ. એક નાનકડા કાળા સુતરાઉ કપડાને ચડાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થઈ જાય છે. કાળા કપડાનો નાનકડો ટુકડો અને તેમાં કાળા તલ કે કાળા અડદ સાથે મુકીને શનિદેવની પ્રતિમાને અર્પણ કરવાથી શનિની પનોતિ દૂર થાય છે. આ ઉપરાંત શનિદેવની કૃપાથી ગ્રહો પણ શાંત થાય છે.
કાળા તલ અને અડદનો દીવો
શનિવારે સાંજે શનિ મહારાજની કરવામાં આવતી પૂજામાં કાળા તલ અને કાળા અડદના લોટને ભેળવીને બનાવેલ નાનો દીવાનો ઉપયોગ કરો. આ રીતે બનાવેલ એક દિવો શનિદેવના મંદિરમાં મુકો અને બીજો દિવો પીપળા આગળ મુકો. આ રીતે કાળા તલ અને કાળા અડદમાંથી બનાવેલ દિવામાં સરસવનું તેલ અને કપાસની વાટ મૂકો. ધ્યાનમાં રાખો કે દીવો પ્રગટાવ્યા પછી, નમન કરો અને પછી પાછળ ફરીને નમન ન કરો. આ ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ ખુશ થાય છે.
આ પણ વાંચોઃ Tulsi Mala : હિન્દુ ધર્મમાં તુલસીની માળાને આપવામાં આવ્યું છે વિશેષ મહત્વ
આ વસ્તુઓનું દાન કરો
શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે યોગ્ય વસ્તુઓનું દાન યોગ્ય પાત્રને કરવું બહુ આવશ્યક છે. જેમાં કાળા ચણા, ગોળ અને થોડા સરસવના દાણા ભેળવીને કાગડાઓને ખવડાવો. કાગડાને શનિદેવનો પ્રતિનિધિ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી અનિચ્છનીય ખર્ચાઓ પર નિયંત્રણ આવે છે. તેમજ અચાનક ધન પ્રાપ્તિની પણ શક્યતાઓ સર્જાય છે. આ ઉપાય પિતૃ દોષ અને શનિ દોષ બંનેને શાંત કરે છે. આ ઉપરાંત શનિદેવના પ્રિય એવા પ્રાણી કુતરાને પણ રોટલી ખવડાવવાનું બહુ મહત્વ રહેલ છે. જેમાં શનિવાર સાંજે રોટલી પર સરસવનું તેલ લગાવી તેના પર કાળા તલ અને કાળા ચણા મુકીને કુતરાને ખવડાવો. જેનાથી આપ પર શનિદેવની અવિરત કૃપા યથાવત રહેશે.
આ પણ વાંચોઃRashifal 21 June 2025 : આજે રચાયેલ ભદ્ર રાજ યોગમાં આ રાશિના જાતકો પર થશે ભગવાન શનિની વિશેષ કૃપા