Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતીકાલે 6 મેના રોજ રચાશે Dhruv Yoga, આ 5 રાશિના જાતકોને થશે લાભ

આવતીકાલે 6 મેના રોજ મંગળવારે ધૃવ યોગ (Dhruv Yoga) રચાશે. આ ઉપરાંત મીન રાશિમાં શુક્ર રહેશે જેથી લક્ષ્મી નારાયણ યોગ (Laxmi Narayan Yoga) નો સંયોગ પણ રચાયો છે. તેથી મેષ, મિથુન, કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ.
આવતીકાલે 6 મેના રોજ રચાશે dhruv yoga  આ 5 રાશિના જાતકોને થશે લાભ
Advertisement
  • આવતીકાલે 6 મેના રોજ રચાશે Dhruv Yoga
  • મેષ, મિથુન, કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ
  • લક્ષ્મી નારાયણ યોગને લીધે 5 રાશિના જાતકોને થશે આર્થિક લાભ

Dhruv Yoga : આવતીકાલે 6 મેના રોજ મંગળવારે ધૃવ યોગ (Dhruv Yoga) રચાશે. આ ઉપરાંત મીન રાશિમાં શુક્ર રહેશે જેથી લક્ષ્મી નારાયણ યોગ (Laxmi Narayan Yoga) નો સંયોગ પણ રચાયો છે. ઉપરાંત ગુરુ અને ચંદ્ર બંને એકબીજાથી મધ્ય ઘરમાં રહેશે અને ગજકેસરી યોગ બનાવશે. તેથી મેષ, મિથુન, કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ. વળી, મંગળવાર હોવાથી મા દુર્ગા અને બજરંગબલીની પણ વિશેષ કૃપા જોવા મળશે.

મેષ રાશિ (Aries)

આવતીકાલે મંગળવારે ધૃવ યોગ (Dhruv Yoga) અને લક્ષ્મી નારાયણ યોગ (Laxmi Narayan Yoga) નો સંયોગ પણ રચાયો છે. જે મેષ રાશિના જાતકો માટે શુભ છે. મેષ રાશિના સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા જાતકોને વિશેષ સફળતા મળશે. તમે વ્યૂહાત્મક નિર્ણયો દ્વારા તમારા સ્પર્ધકોથી આગળ નીકળી શકશો. જો તમે શેરબજાર કે મિલકતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબા ગાળાનું રોકાણ નફાકારક બની શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે.

Advertisement

મિથુન રાશિ (Gemini)

6 મે, મંગળવારના રોજ મિથુન રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખુલવાની સંભાવના છે. મંગળવારે મિથુન રાશિના જાતકો પર હનુમાનજી (God Hanumanji) ની વિશેષ કૃપા થશે. માર્કેટિંગ, કોમ્યુનિકેશન, એજ્યુકેશન, પબ્લિકેશન વગેરે સાથે સંકળાયેલા જાતકોની પ્રતિભા ચમકી ઉઠશે. તમારા કાર્યોની ઉચ્ચ અધિકારીઓ પ્રશંસા કરશે. કોઈપણ પ્રકારની યાત્રા તમને મોટો નફો આપી શકે છે. ભાઈ-બહેનોનો સહયોગ મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

Advertisement

કર્ક રાશિ (Cancer)

આવતીકાલે મંગળવારે મા દુર્ગા (Maa Durga) ની વિશેષ કૃપા કર્ક રાશિના જાતકો પર રહેશે. આર્થિક અને સામાજિક રીતે કર્ક રાશિના જાતકો ખુશીઓ અનુભવી શકશે. આવતીકાલે તમને અણધાર્યો નફો થઈ શકે છે, જેનાથી તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે. આવતીકાલે હોટેલ, શિક્ષણ, કાઉન્સેલિંગ વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને વિશેષ સફળતા મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારુ મન પરોવાયેલું રહેશે. પરિવારમાં વાતાવરણ આનંદથી ભરેલું રહેશે.

કુંભ રાશિ (Aquarius)

6 મેના રોજ મંગળવાર કુંભ રાશિના જાતકો માટે શુભ રહેશે. તમે તમારા લક્ષ્યોને સમયસર પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો. સાથીદારોને સાથે લઈને ચાલવાથી કુંભ (Aquarius) રાશિના જાતકોને ફાયદો થશે. ભાગીદારીમાં કામ કરતા લોકો આવતીકાલે વધુ નફો કમાઈ શકે છે. તમારા વ્યવસાયિક ભાગીદાર સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે. ખાસ કરીને આવતીકાલે પરિવારમાં પણ દરેક પગલા પર તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. લગ્ન માટે લાયક જાતકો માટે આવતીકાલે સારો પ્રસ્તાવ આવી શકે છે.

આ પણ વાંચોઃ Baglamukhi Jayanti 2025 : અષ્ટમ મહાવિદ્યા બગલામુખી-દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ

મીન રાશિ (Pisces)

મંગળવારે રચાનારા લક્ષ્મી નારાયણ યોગ (Laxmi Narayan Yoga) અને ધૃવ યોગ (Dhruv Yoga) ના લીધે મીન રાશિના જાતકોને આર્થિક, સામાજિક અને પ્રવાસન લાભ થઈ શકે છે. તમારી મહેનત અને સમજણથી પૈસા કમાવવા તરફ આગળ વધતા રહેશો. મિલકત વગેરે સંબંધિત વિવાદો આવતીકાલે ઉકેલાઈ શકે છે. જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તમને કાલે રાહત મળી શકે છે. તમને નજીકના મિત્રો તરફથી મદદ મળશે. પરિવારમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. બાળકો સંબંધિત કોઈપણ ચિંતા દૂર થઈ શકે છે.

આ પણ વાંચોઃ Sita Navami 2025 : રામ નવમીના એક મહિના બાદ ઉજવાતા આ પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો

Tags :
Advertisement

.

×