Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2024:દિવાળીના દિવસે આ વસ્તુ દેખાતા જ કિસ્મત ચમકી જશે!

ધનતેરસથી પાંચ દિવસના દિવાળી પોતાના ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે  દિવાળીના પર્વ પર ધનની દેવી લક્ષ્મી ધરતી પર આવે છે Diwali 2024: ગઈકાલે ધનતેરસથી પાંચ દિવસના દિવાળી (Diwali 2024)પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આજે કાળી ચૌદશ બાદ આવતીકાલે...
diwali 2024 દિવાળીના દિવસે આ વસ્તુ દેખાતા જ  કિસ્મત ચમકી જશે
Advertisement
  • ધનતેરસથી પાંચ દિવસના દિવાળી
  • પોતાના ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે
  •  દિવાળીના પર્વ પર ધનની દેવી લક્ષ્મી ધરતી પર આવે છે

Diwali 2024: ગઈકાલે ધનતેરસથી પાંચ દિવસના દિવાળી (Diwali 2024)પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આજે કાળી ચૌદશ બાદ આવતીકાલે દિવાળીનો પર્વ આવી રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ પર્વને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે પૈકી દિવાળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ દેખાય તો શુભ માનવામાં આવે છે. આવા પશુ, પક્ષી વગેરે દિવાળીના દિવસે દેખાવા તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત મનાય છે.

Advertisement

દિવાળીના પર્વ પર ધનની દેવી લક્ષ્મી ધરતી પર આવે છે

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, દિવાળીના પર્વ પર ધનની દેવી લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે. દિવાળીની રાતે જો તમને કેટલીક વસ્તુઓ દેખાઈ જાય, તો એવું માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થઈ ગયા છે. જેથી આવનારા સમયમાં તમને પૈસા સબંધિત કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આજે અમે આપને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું, જેને દિવાળીના દિવસે દેખવી શુભ ગણાય છે.

Advertisement

ઘુવડ

જો તમને દિવાળીની રાતે દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ દેખાય તો સમજવું લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થઈ ગયા છે. લક્ષ્મી માતાએ તમારા પર કૃપા વરસાવવાનો નિર્ણય લઈ લીધો છે.

ગરોળી

દિવાળીની રાતે જો તમને ઘરની દીવાલ પર ગરોળી દેખાઈ જાય, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત ગણાય છે. જે ભવિષ્યમાં ધનપ્રાપ્તિનો યોગ બનાવે છે.

બિલાડી

દિવાળીની રાતે જો તમને ઘરની આસપાસ બિલાડી જોવા મળી જાય, તો તે ધન વૃદ્ધિ અને સમૃદ્ધિનો સંકેત છે. તમારા ઘરમાં બિલાડીની હાજરી પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે.

ગાય

દિવાળીના દિવસે લાલ રંગની ગાય જોવા મળવી શુભ સંકેત માનવામાં આવે છે. જે સુખ અને સમૃદ્ધિનો સંકેત છે.

કાગડો

જો દિવાળીના દિવસે કાગડો ઘરની છત પર કા…કા… કરતો જોવા મળે, તો તે પણ શુભ સંકેત મનાય છે. જે મહેમાનના આગમનનો શુભ સંકેત પણ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.

Tags :
Advertisement

.

×