Eternal journey Death:મૃત્યુના ભયને મંગળ ઉત્સવમાં બદલતી એક ક્ષણ
Eternal journey Death: મૃત્યુના ભયને આત્મ-ઓળખમાં બદલતી એક સુંદર કાવ્યમય યાત્રા કરીયે આ લેખમાં. 'ગાનતાન' થી 'મૌન' સુધીની અને ક્ષણિકથી ચિરંતન સુધીની સફર એનું નામ જ જીવન.
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ २२ ॥
જેમ આપણે જૂના અને ફાટેલા વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો પહેરીએ ત્યારે આનંદિત થઈએ છીએ, તેમ આત્મા જૂના અને અશક્ત શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. અહીં મૃત્યુ એ 'વિનાશ' નથી, પણ 'નવીનીકરણ' (Renewal) છે.
તો ય આપણને મોતનો ભય છે.
મૃત્યુ એ જીવનનો સૌથી મોટો ભય નથી, પણ જીવન જીવ્યા વગર મરી જવું એ સૌથી મોટી કરુણા છે. મોટાભાગે આપણે મૃત્યુના નામ માત્રથી ફફડી ઉઠીએ છીએ, પરંતુ જેણે જીવનની દરેક ક્ષણને 'મન ભરીને' માણી છે, તેના માટે મૃત્યુ એ અંત નથી, પણ એક નવો ઉઘાડ છે.
મૃત્યુ(Death) એ જીવનનો અંત નથી, પણ જીવનનું 'રિપોર્ટ કાર્ડ' 'Report card' છે. "કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?" ત્યારે તે કોઈ ભયની વાત નથી, એક જિજ્ઞાસા વ્યક્ત કરે છે. આ પળ એ આત્મ-ઓળખની પળ છે. આપણે આખી જિંદગી બીજાને ઓળખવામાં કાઢી નાખીએ છીએ, પણ કદાચ મૃત્યુની એ છેલ્લી ક્ષણ જ એવી હોય છે જ્યારે માણસ પોતાને પહેલીવાર 'ઓળખી' જાય છે.
Eternal journey Death: મૌનનું સંગીત અને શબ્દોની મર્યાદા
આપણું આખું જીવન 'ગાનતાન' એટલે કે શોરબકોર-hurly-burly થી ભરેલું છે. પણ સત્ય તો એ છે કે બધું જ અંતે મૌનમાં વિલુપ્ત થવાનું છે. કવિની દ્રષ્ટિ જુઓ—જે મૌનમાં બધું શમી જાય છે, એ જ મૌન કદાચ પરમાત્માનું નવું ગીત બનીને ગુંજશે. આપણે શબ્દો દ્વારા ઘણું કહેવા માંગીએ છીએ, કોઈના કાનમાં મનની વાત કહી દેવી છે, પણ જ્યારે વાત હદથી વધી જાય ત્યારે મૌન જ સૌથી મોટો સંવાદ બની જાય છે.
Eternal journey Death: ગમ અને મજાક: જીવન જીવવાની કળા
"ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને." દુઃખને ગંભીરતાથી લેવાને બદલે તેની સામે હસી પડવું એ જ ખરું 'મેનેજમેન્ટ' Management' છે.
ક્ષણભંગુરતા અને ચિરંતનનો સંગમ
સૌથી મહત્વની વાત આ પંક્તિમાં છે:
"હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી, છતાંય ચાહતો હતો સદા ચિરંતન-Eternal ને."
સાચું જીવન એ છે જેમાં માણસ વર્તમાનની એક-એક પળને પૂરેપૂરી માણે (Mindfulness), પણ સાથે જ તેનું લક્ષ્ય એ 'ચિરંતન' (શાશ્વત પરમાત્મા) હોય. જે ક્ષણિકમાં જીવે છે અને શાશ્વતને ઝંખે છે, તેને મૃત્યુનો ડર ક્યારેય લાગતો નથી.
મૌન એ જ અંતિમ ભાષા
કાવ્યના અંતે જ્યારે કવિ કહે છે કે, "તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને," ત્યારે તે ઈશ્વર સાથેના સીધા તારની વાત કરે છે. શબ્દો તો વહેલા-મોડા ખૂટી જવાના, પણ જે સંબંધ મૌન પર ટકેલો છે, તે ક્યારેય તૂટતો નથી.
આપણે આપણી આજની પળને એટલા પ્રાણ ભરીને જીવીએ છીએ કે જો આજે જ અંત આવે, તો આપણે આપણી જાતને સ્મિત સાથે ઓળખી શકીએ? 'હું' નું તર્પણ એ જ છે કે જ્યારે આપણે આ વ્યર્થ વજન ઉતારી દઈએ અને પરમાત્માના મૌનમાં ભળી જઈએ.
આપણે પણ વ્યર્થ વજન ઊંચકવાનું છોડીએ અને આપણી હરેક પળને એવી રીતે જીવીએ કે જ્યારે એ મૌનનો સમય આવે, ત્યારે ઈશ્વરને કંઈ કહેવાની જરૂર ન પડે; કારણ કે બધી જ વાત 'મૌન' માં પહેલેથી જ થઈ ગઈ હોય.
"ચાલો, આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને."
જીવનની આ જ ધન્યતા છે—પળમાં જીવવું અને ચિરંતનને ચાહવું.
આ પણ વાંચો : Stress Management in Gita: નિષ્ઠાવાન બનો, નિશ્ચિંત બનો


