Blood Moon 2026 India : વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ અને બ્લડ મૂન, જાણો ભારતના કયા શહેરોમાં દેખાશે?
- 3 માર્ચ 2026ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ
- દુર્લભ 'બ્લડ મૂન'નો નજારો ભારતભરમાં દેખાશે
- બપોરે 3:22 વાગ્યાથી ગ્રહણની થશે શરૂઆત
- પૂર્વી રાજ્યોમાં સૌથી વધુ સ્પષ્ટ દેખાશે લાલ ચંદ્ર
- જ્યોતિષ મુજબ રાશિઓ પર થશે ભાવનાત્મક અસરો
Blood Moon 2026 India : ખગોળ પ્રેમીઓ અને જ્યોતિષીઓ માટે વર્ષ 2026 એક મોટી ભેટ લઈને આવ્યું છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ [Lunar Eclipse] માત્ર ગ્રહણ નથી, પરંતુ એક દુર્લભ 'બ્લડ મૂન' [Blood Moon] પણ છે. આ દિવસોમાં વિજ્ઞાનીઓથી લઈને સામાન્ય જનતામાં પણ આ ઘટનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ બ્લડ મૂનને અત્યંત પ્રભાવશાળી અને પરિવર્તનકારી માનવામાં આવે છે.
Blood Moon 2026 India : શું હોય છે બ્લડ મૂન?
જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, ત્યારે તેની છાયા ચંદ્ર પર પડે છે. આ સ્થિતિને પૂર્ણ ચંદ્રગ્રહણ [Total Lunar Eclipse] કહેવામાં આવે છે. આ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ કાળો નથી થતો, પરંતુ તે લાલ, તાંબા જેવો અથવા ઘટ્ટ નારંગી રંગનો દેખાય છે. પૃથ્વીના વાતાવરણમાંથી સૂર્યના કિરણો પસાર થાય ત્યારે વાદળી રંગ વેરવિખેર થઈ જાય છે અને માત્ર લાલ પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે, જેના કારણે આકાશમાં લોહી જેવો લાલ રંગનો ચંદ્ર દેખાય છે, જેને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.
Blood Moon 2026 India : ભારતમાં ક્યારે દેખાશે બ્લડ મૂન?
વર્ષ 2026નો પ્રથમ બ્લડ મૂન 3 માર્ચ, 2026ના રોજ જોવા મળશે. ભારતીય પ્રમાણભૂત સમય [Indian Standard Time] મુજબ, ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 3:22 વાગ્યે થશે અને તે સાંજે 6:47 વાગ્યે સમાપ્ત થશે. ભારત માટે સારા સમાચાર એ છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં આ નજારો માણી શકાશે.
ભારતના આ વિસ્તારોમાં જોવા મળશે શ્રેષ્ઠ નજારો
પૂર્વી ભારતના રાજ્યો જેમ કે આસામ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં બ્લડ મૂન સૌથી વધુ સ્પષ્ટ દેખાશે. ગુવાહાટી, આઈઝોલ, ઈટાનગર અને કોલકાતા જેવા શહેરોમાં ચંદ્રનો લાલ રંગ વધુ સમય સુધી જોઈ શકાશે. જ્યારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને જયપુર જેવા શહેરોમાં ગ્રહણનો આંશિક તબક્કો જોવા મળશે.
ચંદ્રગ્રહણ અને જ્યોતિષીય પ્રભાવ
જ્યોતિષશાસ્ત્ર [Astrology] માં ચંદ્રને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. બ્લડ મૂન દરમિયાન રાહુ [Rahu] અને કેતુ [Ketu] નો પ્રભાવ વધવાથી માનસિક ભ્રમ અને ડર વધી શકે છે. આ ગ્રહણ ખાસ કરીને કર્ક, વૃશ્ચિક અને મીન જેવી જળતત્ત્વની રાશિઓ પર ભાવનાત્મક ઉતાર-ચઢાવ લાવી શકે છે, જ્યારે મેષ અને સિંહ રાશિના જાતકો માટે આકસ્મિક નિર્ણયો લેવાનો સમય બની શકે છે.
આ પણ વાંચો : Sankashti Chaturthi 2026 : ગણેશજીના પૂજન માટેની આ રહી શ્રેષ્ઠ તિથિ


