Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 11 March 2026: આ ચાર રાશિના જાતકોને થશે અચાનક ધનલાભ, જાણો રાશિફળ

Rashifal 11 March 2026: આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમને કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે? ધંધા-રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કેવો રહેશે અને તેમને કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ? આજે કોને ધન લાભ મળશે અને કોને આર્થિક બાબતોમાં સંભાળ રાખવાની જરૂર પડશે? સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોણ તંદુરસ્ત રહેશે અને કોને નાના-મોટા દુખાવા અથવા તકલીફનો સામનો કરવો પડી શકે?
rashifal 11 march 2026  આ ચાર રાશિના જાતકોને થશે અચાનક ધનલાભ  જાણો રાશિફળ
Advertisement

Rashifal 11 March 2026: આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમને કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે? ધંધા-રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કેવો રહેશે અને તેમને કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ? આજે કોને ધન લાભ મળશે અને કોને આર્થિક બાબતોમાં સંભાળ રાખવાની જરૂર પડશે? સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોણ તંદુરસ્ત રહેશે અને કોને નાના-મોટા દુખાવા અથવા તકલીફનો સામનો કરવો પડી શકે?

પ્રેમી યુગલો માટે આજનો દિવસ શું સંદેશો લઈને આવ્યો છે? તમારી રાશિ પ્રમાણે ગ્રહોની સ્થિતિ અને ગોચર તમારા જીવન પર કેવી અસર કરશે? તેમજ આજના દિવસે તમારું સ્વાસ્થ્ય, કારકિર્દી અને વ્યક્તિગત જીવન કેવું રહેશે? ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીએ કે આજે ગ્રહ 12 રાશિઓને કેવી અસર કરશે. જાણવા માટે આજનું રાશિફળ (Rashifal) વાંચો.

Advertisement

મેષરાશિ
આજે પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે, પરિવારના નાના બાળકો સાથે સમય પસાર કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ખાન પાનનું વિશેષ ધ્યાન રાખો નહીં તો કોઇ બીમારી થઇ શકે છે

Advertisement

વૃષભરાશિ
આજે દિવસ દરમિયાન એક પછી એક શુભ સમાચાર મળતા રહેશે, જેનાથી મનમાં ઉત્સાહ રહેશે. કોઇ કામને અંજામ આપતા અગાઉ અસમંજસથી દૂર રહો, તણાવમુક્ત રહી કાર્ય કરવાની સલાહ છે

મિથુનરાશિ
આજે અન્યોને સલાહ આપતા અગાઉ એ વાતનું ધ્યાન રાખો કે તમારાં પર તેની અસર શું થશે. આજે કોઇ શુભ અને માંગલિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળશે. તમારી મુલાકાત કેટલાંક પ્રભાવશાળી લોકો સાથે થશે.

કર્કરાશિ
આજે કોઇ સંપત્તિની ખરીદીથી તમારી કિસ્મત ચમકશે, આ અવસર લાભદાયી રહેશે. લાંબા સમયથી પ્રેમ સંબંધમાં આવી રહેલી પરેશાનીઓ સમાપ્ત થશે. સંતાનની જવાબદારીઓ પૂર્ણ કરશો

સિંહરાશિ
આજે લાંબા સમયથી લંબિત કાર્યોને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. સાંજના સમયે બહાર ફરતી વખતે અચાનક કોઇ મહત્વપૂર્ણ સુચના મળી શકે છે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે.

કન્યારાશિ
આજે વેપારમાં વારંવાર લાભના અવસર મળતા રહેશે, જેનો તમે ચોક્કસથી લાભ ઉઠાવશો. કોઇ ઉત્સાહવર્ધન સમાચાર મળી શકે છે. અચલ સંપત્તિની ખરીદી અગાઉ દસ્તાવેજોની તપાસ કરી લો

તુલારાશિ
આજે દરેક મામલે સકારાત્મક પરિણામ મળશે. બિઝનેસ કરતા જાતકોની મુલાકાત કોઇ ખાસ વ્યક્તિ સાથે થઇ શકે છે. સંતાનના શિક્ષણ સંબંધિત પરિણામ આવી શકે છે. કોઇ વસ્તુ ખોવાઇ શકે છે

વૃશ્ચિકરાશિ
આજે સામાજિક ક્ષેત્રે સન્માન મળી શકે છે. બિઝનેસમાં કોઇ નવા પ્રોજેક્ટ પર કામ કરતા અગાઉ તમારાં પાર્ટનરની સલાહ લો. ઓફિસમાં કેટલાંક ખાસ બદલાવ થશે, અટકેલાં કાર્યો પૂરાં થશે

ધનરાશિ
આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે. રાજનૈતિક ગતિવિધિઓ વધશે અને તમારાં દ્વારા કરેલા કાર્યોની પ્રસંશા થશે. શત્રુ તમારી પ્રગતિ જોઇ ઇર્ષા કરશે, પરંતુ તમને નુકસાન નહીં પહોંચાડી શકે.

મકરરાશિ
આજે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોએ કોઇ મહિલાથી સાવધાન રહેવાની સલાહ છે. આસપડોશમાં કોઇ વિવાદ થાય તો વાણીમાં મધુરતા જાળવો. વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો.

કુંભરાશિ
આજે કોઇ વિવાદમાં તમારી જીત થશે. કાયદાકીય મામલે નિર્ણય તમારાં પક્ષમાં આવશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ મળી શકે છે.

મીનરાશિ
આજે માતા પિતાની સલાહ લઇ જે પણ કાર્ય કરશો તેમાં અવશ્ય સફળતા મળશે. બિઝનેસમાં કોઇની પાસેથી ઉધાર નાણા અથવા બેન્ક પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો સરળતા

Tags :
Advertisement

.

×