Gaj Kesari Yoga : આવતીકાલે 7 મેના રોજ રચાશે ગજ કેસરી યોગ, આ 5 રાશિઓને થશે લાભ
- આવતીકાલે 7 મેના રોજ રચાશે Gaj Kesari Yoga
- ગુરુ અને ચંદ્ર એકબીજાથી ચોથા અને દસમા ઘરમાં હશે
- તુલા, મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિઓના જાતકોને થશે વિશેષ લાભ
Gaj Kesari Yoga : આવતીકાલે 7 મે બુધવાર અને દશમની તિથિ છે. ઉપરાંત ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો પ્રભાવ રહેશે અને ગુરુ અને ચંદ્ર એકબીજાથી ચોથા અને દસમા ઘરમાં હશે. જેના કારણે ગજ કેસરી યોગ (Gaj Kesari Yoga) પણ બનશે. આ સાથે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે તેથી માલવ્ય રાજ યોગનું નિર્માણ થશે. આમ, આવતીકાલનો દિવસ તુલા રાશિ સહિત મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિઓના જાતકો માટે ભાગ્યશાળી રહેશે.
તુલા રાશિ
આવતીકાલે રચાનારા ગજ કેસરી યોગને લીધે તુલા (Libra) રાશિના જાતકોને નાણાકીય લાભ થવાની સંભાવના છે. આવતીકાલે ચંદ્ર તુલા રાશિથી 11મા સ્થાને રહેશે. જેથી તુલા રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. આવતીકાલે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. આ સાથે આવતીકાલે તુલા રાશિથી સાતમા ભાવમાં સૂર્ય અને બુધની યુતિ થશે. જેથી તમને વ્યવસાયમાં ફાયદો થશે. વ્યવસાય સંબંધિત જૂના વિવાદોનો ઉકેલ આવશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. Libra રાશિના જાતકોને મિત્રો તરફથી સહયોગ મળશે. પરિવારમાં આનંદ-ઉલ્લાસભર્યું વાતાવરણ રહેશે.
મેષ રાશિ
7 મેના રોજ બુધવારે મેષ (Aries) રાશિના જાતકો માટે સમૃદ્ધિની નવી તકો લઈને આવશે. આવતીકાલે Aries રાશિના સરકારી કામકાજ સાથે સંકળાયેલા જાતકો માટે નવી તકો મળી શકે છે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે. ભવિષ્યમાં નફો કમાવવા માટે વધારાની તકો પણ મળી શકે છે. આવતીકાલનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ નફાકારક રહેશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. તમારા જીવનસાથીની મદદથી, તમારી સમસ્યાઓનું નિરાકરણ આવશે. મન પ્રફુલ્લિત રહેશે.
સિંહ રાશિ
આવતીકાલે સિંહ (Leo) રાશિના જાતકો માટે લાભદાયી પ્રસંગો રચાઈ શકે છે. આવતીકાલે ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. પારિવારિક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આવતીકાલે વધારાના લાભ મળી શકે છે. આ સાથે આવતીકાલે સામાજિક કાર્ય સાથે સંકળાયેલા લોકોનું માન અને સન્માન વધશે. તમારો પ્રભાવ વધશે. પરિવારમાં તમને તમારા પિતાનો સહયોગ મળશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Baglamukhi Jayanti 2025 : અષ્ટમ મહાવિદ્યા બગલામુખી-દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ
વૃશ્ચિક રાશિ
7 મે, બુધવારે ગજ કેસરી યોગ વૃશ્ચિક (Scorpio) રાશિના જાતકો માટે ધનલાભના સંયોગો રચશે. બુદ્ધિ અને જ્ઞાનના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. મેનેજમેન્ટ, શિક્ષણ, સંશોધન, લેખન વગેરે સંબંધિત કાર્ય સાથે સંકળાયેલા જાતકોને વધારાના લાભની તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. જેનાથી તમે નવી ઊંચાઈઓ પર જઈ શકશો. લાંબા ગાળાનું રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે સોના અને મિલકતમાં પણ રોકાણ કરી શકો છો.
મકર રાશિ
આવતીકાલે બુધવારે મકર (Capricorn) રાશિના જાતકો માટે સૂર્ય અને બુધ સુખ યોગ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેમાં તમને કાલે રાહત મળી શકે છે. જો તમે ઈલેક્ટ્રોનિક્સ અથવા ગેજેટ્સ વગેરેની ખરીદી કરશો તો તેમાં તમને ફાયદો થશે. ઉપરાંત તમને વાહન સુખ પણ મળી શકે છે. નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ સારો રહેવાનો છે.
આ પણ વાંચોઃ Sita Navami 2025 : રામ નવમીના એક મહિના બાદ ઉજવાતા આ પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો