Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandaberunda : જ્યારે નૃસિંહની ઉર્જામાંથી પ્રગટ્યું ભયાનક ગંડભેરુંડ!

ભગવાન વિષ્ણુના અત્યંત ઉગ્ર અને રહસ્યમયી સ્વરૂપ 'ગંડભેરુંડ' વિશેની પૌરાણિક કથા અને તેનું મહત્વ જાણો. શરભ અને ગંડભેરુંડ વચ્ચેનો સંઘર્ષ તથા ભારતીય મંદિર કળામાં તેના અજોડ શિલ્પો વિશેની રસપ્રદ હકીકતો  જાણીએ.
gandaberunda   જ્યારે નૃસિંહની ઉર્જામાંથી પ્રગટ્યું ભયાનક ગંડભેરુંડ
Advertisement

Gandaberunda : ભગવાન વિષ્ણુ(Vishnu)ના અત્યંત ઉગ્ર અને રહસ્યમયી સ્વરૂપ 'ગંડભેરુંડ' વિશેની પૌરાણિક કથા અને તેનું મહત્વ જાણો. શરભ અને ગંડભેરુંડ વચ્ચેનો સંઘર્ષ તથા ભારતીય મંદિર કળામાં તેના અજોડ શિલ્પો વિશેની રસપ્રદ હકીકતો  જાણીએ.

ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક ઇતિહાસ અસંખ્ય વિલક્ષણ કથાઓ અને આશ્ચર્યજનક પાત્રોથી ભરેલો છે. જ્યારે આપણે શક્તિ અને સંરક્ષણની વાત કરીએ છીએ, ત્યારે વિષ્ણુના દશાવતાર આપણી નજર સમક્ષ આવે છે, પરંતુ આ અવતારોની પેલે પાર પણ કેટલીક એવી દૈવી શક્તિઓનો ઉલ્લેખ મળે છે જે ભયાનકતા અને દિવ્યતાનો અદ્ભુત સંગમ છે. આવું જ એક અદ્રશ્ય અને શક્તિશાળી સ્વરૂપ એટલે 'ગંડભેરુંડ'.

Advertisement

ઓમ્ ગંડાભેરુંડાય વિદ્મહે, પક્ષિરાજાય ધીમહિ | તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ ||" 

Advertisement

ગંડાભેરુંડાને અત્યંત પરાક્રમી માનવામાં આવે છે, જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. કર્ણાટકના મૈસૂર રાજ્યના રાજચિહ્ન તરીકે પણ આ પવિત્ર પક્ષીનો ઉપયોગ થતો આવ્યો છે.

Gandaberunda : ગંડભેરુંડ એ બે માથાવાળું એક પ્રચંડ પક્ષીરાજ

ગંડભેરુંડ એ બે માથાવાળું એક પ્રચંડ પક્ષીરાજ છે, જે પૌરાણિક કથાઓ મુજબ ભગવાન વિષ્ણુની અદમ્ય અને ઉગ્ર ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. 'ગંડ' એટલે મહાન કે શક્તિશાળી અને 'ભેરુંડ' એટલે ભયાનક. આ માત્ર એક પક્ષી નથી, પરંતુ બ્રહ્માંડની એ ઊર્જા છે જે અનિયંત્રિત ક્રોધને પણ કાબૂમાં કરવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં કંડારાયેલા શિલ્પોથી લઈને મૈસૂરના રાજવી પરિવારની રાજમુદ્રા સુધી, ગંડભેરુંડનો પ્રભાવ સદીઓથી અકબંધ રહ્યો છે.

પરંતુ, આ ઉગ્ર પક્ષીનો ઉદય કેવી રીતે થયો? ભગવાન શિવના 'શરભ' અવતાર અને વિષ્ણુના 'નૃસિંહ' અવતારના સંઘર્ષ સાથે આ પાત્રનો શો સંબંધ છે? અને શા માટે તે શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચેના આધ્યાત્મિક સંવાદનું કેન્દ્ર બન્યું

Gandaberunda :  ભારતીય મંદિર કળામાં ગંડભેરુંડના દુર્લભ શિલ્પો 

કલાત્મક સૌંદર્યની સાથે દેવતાઓની વિવિધ શક્તિઓનું એકત્રિત રૂપ દર્શાવવાનો પ્રયાસ કરતા શિલ્પો આપણને જોવા મળે છે. તેમાંનું જ એક છે ગંડભેરુંડ. ભારતીય મંદિર કળામાં ગંડભેરુંડના શિલ્પો દુર્લભ છે. જોકે, દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ તેના ઉદાહરણો જોવા મળે છે. આંધ્રપ્રદેશના શ્રીશૈલમ ખાતેનું આ શિલ્પ સાંસ્કૃતિક ઇતિહાસના વિચાર-સંઘર્ષ, આધ્યાત્મિક પ્રયોગ અને કલ્પનાશક્તિની સાક્ષી આપતી જીવંત પરંપરા દર્શાવે છે.

દક્ષિણ ભારતના અનેક પ્રાચીન મંદિરોની દીવાલો (પ્રાકાર) પર કેટલાક એવા દુર્લભ અને વિલક્ષણ શિલ્પો જોવા મળે છે કે, તેને જોતી વખતે માત્ર કલાત્મક સૌંદર્ય જ નહીં પરંતુ પૌરાણિક પરંપરા, તંત્રમાર્ગ અને સાંપ્રદાયિક વિચારધારાઓનો એક જટિલ ઇતિહાસ ખૂલતો જાય છે.  આંધ્રપ્રદેશની નલ્લમલા પર્વતમાળાઓમાં આવેલા પવિત્ર તીર્થક્ષેત્ર શ્રીશૈલ મંદિરના પ્રાકારની દીવાલ પર કોતરાયેલું એક અત્યંત દુર્લભ શિલ્પ જોવાનો લહાવો મળ્યો.(Vishnu Narasimha fierce forms) બે માથાવાળું ભવ્ય પક્ષી, ખુલ્લી તીક્ષ્ણ ચાંચ, વિશાળ પાંખો અને શક્તિશાળી નખ સાથે ઊભેલું આ કાલ્પનિક પ્રાણી એટલે ગંડભેરુંડ.

અડધો સિંહ અને અડધા પક્ષીની અદ્ભુત રચના ધરાવતું પ્રાણી

પૌરાણિક પરંપરા અનુસાર, અસુરરાજ હિરણ્યકશિપુનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ ભગવાન નૃસિંહનો ઉગ્ર અવતાર ધારણ કર્યો હતો. અડધો મનુષ્ય અને અડધો સિંહ એવું આ રૂપ અત્યંત પ્રચંડ ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે. હિરણ્યકશિપુનો વધ કર્યા પછી પણ નૃસિંહનો આવેશ શાંત થયો નહીં. રાક્ષસના લોહીની ઉષ્ણતા અને યુદ્ધના આવેગને કારણે તેમનો ક્રોધ વધુ તીવ્ર બન્યો અને દેવતાઓને પણ તેમનો ડર લાગવા માંડ્યો. દેવતાઓને લાગ્યું કે, આ અનિયંત્રિત આવેશ સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરી શકે છે. આ સંકટમાંથી માર્ગ કાઢવા માટે તેઓએ મહાદેવ(Mahadev)ની શરણ લીધી. દેવતાઓની વિનંતીથી ભગવાન શિવે 'શરભ' નામનું એક વિલક્ષણ રૂપ ધારણ કર્યું.

શરભને અડધો સિંહ અને અડધા પક્ષીની અદ્ભુત રચના ધરાવતું પ્રાણી માનવામાં આવે છે. તાંત્રિક પરંપરાના કેટલાક ગ્રંથો અનુસાર, તેની વિશાળ પાંખોમાં દેવી દુર્ગા અને કાલીની શક્તિઓ સમાયેલી હતી. શરભે નૃસિંહને પોતાની પાંખોની બાથમાં લઈને તેમનો ઉગ્ર આવેશ શાંત કરવાનો પ્રયાસ કર્યો.

વિષ્ણુની ઉગ્ર અને વિધ્વંસક ઊર્જાનું પ્રતીક

આ કથામાં આગળ જતાં વધુ એક વિલક્ષણ વળાંક આવે છે. નૃસિંહની પ્રચંડ ઊર્જામાંથી જ વધુ એક ભયાવહ રૂપ પ્રગટ થયું - ગંડભેરુંડ. બે માથાવાળા આ વિશાળ પક્ષીરાજનું વર્ણન કાળા રંગના, તીક્ષ્ણ દાંતવાળા અને વિસ્તૃત પાંખોવાળા પક્ષી તરીકે કરવામાં આવે છે.

તાંત્રિક પરંપરામાં આ રૂપને વિષ્ણુની ઉગ્ર અને વિધ્વંસક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. કથા અનુસાર શરભ અને ગંડભેરુંડ વચ્ચે અઢાર દિવસ સુધી ભયંકર સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં બે મહાન દૈવી શક્તિઓ આમનેસામને આવી. આખરે નૃસિંહે પોતાની ઉગ્ર ઊર્જા પર નિયંત્રણ મેળવ્યું અને આ સંઘર્ષ અટકાવ્યો. ત્યારપછી વિષ્ણુ અને શિવ બંને ફરીથી તેમના મૂળ શાંત સ્વરૂપમાં પ્રગટ થયા અને વિશ્વનો સંભવિત વિનાશ ટળી ગયો. આ ગંડભેરુંડનો ઉલ્લેખ ભાગવત પુરાણ જેવા પ્રમુખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળતો નથી, પરંતુ કેટલાક પ્રાદેશિક ગ્રંથોમાં, ખાસ કરીને શૈવ તાંત્રિક પરંપરાના સાહિત્યમાં તેનું વર્ણન જોવા મળે છે. તેથી આ કથા માત્ર એક પૌરાણિક કલ્પના જ નથી, પરંતુ તેને શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચેની તત્ત્વચર્ચાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે.

તંત્રમાર્ગમાં દેવતાઓની મૂળ શક્તિઓનો સંયોગ કરીને નવા દેવતાના નિર્માણની સંકલ્પના

કેટલાક શૈવ ગ્રંથોમાં શરભે નૃસિંહને શાંત કર્યા હોવાનું વર્ણન છે, જ્યારે વૈષ્ણવ પરંપરામાં ગંડભેરુંડને શરભ કરતાં વધુ શક્તિશાળી રૂપ માનવામાં આવે છે. આ રીતે આ કથામાં બંને સંપ્રદાયો વચ્ચેના આધ્યાત્મિક વાદ-વિવાદનું પ્રતિબિંબ જોવા મળે છે. તંત્રમાર્ગમાં દેવતાઓની મૂળ શક્તિઓનો સંયોગ કરીને નવા દેવતાના નિર્માણની સંકલ્પના પણ જોવા મળે છે અને ગંડભેરુંડની કલ્પના કદાચ એ જ પરંપરામાંથી વિકસિત થઈ હોવી જોઈએ.

તાંત્રિક પરંપરામાં 'ની વધુ એક રસપ્રદ સંકલ્પના જોવા મળે છે. આ રૂપમાં આઠ અલગ-અલગ શક્તિઓનો સંગમ માનવામાં આવે છે. નૃસિંહ, વરાહ, હયગ્રીવ, વ્યાઘ્ર, ગરુડ, વાનરેન્દ્ર, ભલ્લુક (રીંછ) વગેરે ઉગ્ર શક્તિઓનું પ્રતીકાત્મક સ્વરૂપ આ અવતારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ સંકલ્પના દ્વારા દેવતાઓની વિવિધ શક્તિઓનું એકત્રિત રૂપ દર્શાવવાનો પ્રયાસ જોવા મળે છે. ભારતીય મંદિર કળામાં ગંડભેરુંડના શિલ્પો અત્યંત દુર્લભ છે. તેમ છતાં દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ તેના ઉદાહરણો જોવા મળે છે. આંધ્રપ્રદેશના શ્રીશૈલમમાં દીવાલો પર Gandaberundaનું પ્રભાવશાળી શિલ્પ જોવા મળે છે. કર્ણાટકના પ્રાચીન શહેર બેળગાવી (બેલગામ)માં પણ તેનું નોંધપાત્ર ઉદાહરણ છે, જ્યારે તેલંગાણાના યાદગીરમાં લક્ષ્મી નૃસિંહ મંદિરમાં ગંડભેરુંડના રૂપની પૂજા કરવામાં આવે છે.

ગંડભેરુંડનું મહત્ત્વનું સ્થાન મૈસૂરના રાજવી પરિવારમાં

ઇતિહાસની દૃષ્ટિએ ગંડભેરુંડનું વધુ એક મહત્ત્વનું સ્થાન મૈસૂર-Mysore ના રાજવી પરિવારમાં છે. વાડિયાર રાજવંશે ગંડભેરુંડને પોતાના શાહી પ્રતીક તરીકે સ્વીકાર્યું હતું. શક્તિ, સાહસ અને અજેયતાના પ્રતીક તરીકે આ દ્વિમુખી પક્ષી-Gandaberunda નો ઉપયોગ તેમની રાજમુદ્રા પર કરવામાં આવતો હતો. આગળ જતાં આ જ પ્રતીક કર્ણાટક રાજ્યના સત્તાવાર ચિહ્નમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યું અને આજે પણ તે કર્ણાટકની ઓળખના ભાગરૂપે પ્રસિદ્ધ છે. તેથી જ ગંડભેરુંડ-Gandaberunda એ માત્ર એક કાલ્પનિક પ્રાણીમૂર્તિ નથી, તે ભારતીય પૌરાણિક પરંપરાની કલ્પનાશક્તિ, તાંત્રિક સાધના, સાંપ્રદાયિક તત્ત્વચિંતન અને મંદિર કળાના પ્રતીકવાદનું એક અદ્વિતીય મિશ્રણ છે.

શ્રીશૈલમના મંદિરના પ્રાકાર પર કોતરાયેલું તે દુર્લભ શિલ્પ જોતાં એવું લાગે છે કે, ભારતીય મંદિર કળા એ માત્ર શ્રદ્ધાની અભિવ્યક્તિ નથી, પરંતુ તે આપણા સાંસ્કૃતિક ઇતિહાસના વિચાર-સંઘર્ષ, આધ્યાત્મિક પ્રયોગ અને કલ્પનાશક્તિની સાક્ષી આપતી એક જીવંત પરંપરા છે.

નમસ્તેઽસ્તુ જગન્નાથ ગંડાભેરુંડા રુપિણે |

સર્વશત્રુવિનાશાય સર્વસૌખ્યપ્રદાયિને ||

આ પણ વાંચો : Sant Ravidas : જેની સામે બાદશાહ સિકંદર લોદી પણ ઝૂકી ગયો !

Tags :
Advertisement

.

×