Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ, શોભાયાત્રા-નવચંડી યજ્ઞ-રાસ ગરબાનું આયોજન

સવારે માતાજીની ધજા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. જ્યારે રાતે માતાજીની ભક્તિમાં રંગાઈ જવા ભક્તો રાસ-ગરબા કરશે.
gandhinagar   ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ  શોભાયાત્રા નવચંડી યજ્ઞ રાસ ગરબાનું આયોજન
Advertisement
  1. Gandhinagar નાં ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ
  2. મા ઉમિયા, મા અંબે, મા બહુચરનાં મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ
  3. ભગવાન બળિયાદેવનાં ભવ્ય મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ
  4. ખોરજમાં માતાજીની ધજાની શોભાયાત્રા નીકળી
  5. 15 જેટલા યજમાનોએ નવચંડી યજ્ઞનો લાભ લીધો
  6. સમસ્ત ગ્રામજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન
  7. રાત્રે 9 વાગે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું

Gandhinagar : ખોરજ ગામ (Pran Pratishtha Mahotsav Khoraj) ખાતે એક વર્ષ પહેલા ખૂબ જ ધામધૂમથી શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા, શ્રી ઉમિયા માતાજી અને ભગવાન બળિયાદેવના ભવ્ય મંદિરનાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે કવરેજમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) અવ્વલ રહ્યું હતું. આજ તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે, જેમાં પણ ગુજરાત ફર્સ્ટ કવરેજમાં સહભાગી થયું છે. આ પાટોત્સવ સમગ્ર ગ્રામજનો જોડાયા છે. દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે માતાજીની ધજા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. જ્યારે રાતે માતાજીની ભક્તિમાં રંગાઈ જવા ભક્તો રાસ-ગરબા કરશે.

Advertisement

આ પણ વાંચો - Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત

Advertisement

ખોરજમાં માતાજીની ધજાની શોભાયાત્રા નીકળી

ગુજરાતનાં પાટનગર ગાંધીનગર જિલ્લાનાં (Gandhinagar) ખોરજ ગામે આજથી એક વર્ષ પહેલા મા ઉમિયા, મા અંબે, મા બહુચર અને ભગવાન બળિયાદેવનાં ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવને (Pran Pratishtha Mahotsav Khoraj) આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ખોરજ ગામે આજે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે માતાજીની ધજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગ્રામજનો સહિત નજીકનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દરમિયાન, સમગ્ર ખોરજ ગામમાં જબરદસ્ત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આજે રાતે રાસ-ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેમાં જોડાઈને માઈભક્તો માતાજીની ભક્તિમાં રંગાઈ જશે.

આ પણ વાંચો - Vaishakh Mahakatha: પ્રભુ વિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે આ મહિનામાં સાંભળો વૈશાખ મહાકથા

પાટોત્સવમાં 15 જેટલા યજમાનોએ માતાજીનાં નવચંડી યજ્ઞનો લાભ લીધો

પ્રથમ વાર્ષિક પાટોત્સવમાં 15 જેટલા યજમાનોએ માતાજીનાં નવચંડી યજ્ઞનો લાભ લીધો છે. આજે સાંજે માતાજીનાં યજ્ઞમાં શ્રીફળહોમ કરવામાં આવશે. સમસ્ત ગ્રામજનો માટે મહાપ્રસાદનું (MahaPrasad) પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાત્રે 9 વાગે માતાજીનાં રાસ-ગરબાનું પણ ભવ્ય આયોજન છે. આ પ્રથમ પાટોત્સવ લઈને સમસ્ત ખોરજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ખોરજમાં (Khoraj) યોજાઈ રહેલ આ મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel) અને એમડી જસ્મિનભાઈ પટેલ (Jasminbhai Patel) સહપરિવાર હાજર રહ્યા છે.

આ પણ વાંચો - Bediwala Hanuman Temple: આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી

Tags :
Advertisement

.

×