ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi 2025 : આજે સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી થશે ગણેશ સ્થાપના

આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનું પાવન પર્વ ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ જાહેર સ્થળોએ પંડાલમાં અને ઘરોમાં આજે કરવામાં આવશે ગણેશ સ્થાપના.
06:43 AM Aug 27, 2025 IST | Hardik Prajapati
આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનું પાવન પર્વ ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ જાહેર સ્થળોએ પંડાલમાં અને ઘરોમાં આજે કરવામાં આવશે ગણેશ સ્થાપના.
Ganesh Chaturthi 2025 Gujarat First-27-08-2025

Ganesh Chaturthi 2025 :  સમગ્ર દેશમાં Ganesh Chaturthi 2025 ની ભવ્ય તૈયારીઓ કરવામાં છે. ગુજરાત પણ ગણેશોત્સવમય બની ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક મોટા શહેરોમાં ઠેર ઠેર ભવ્ય પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે. ભકતો પોતાના ઘરે પણ ગણેશજીની સ્થાપના કરીને ધન્યતા અનુભવશે. સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે.

Ganesh Chaturthi 2025 નિમિત્તે વિશાળ પંડાલો ઊભા કરાયા

મૂળ ગણેશોત્સવ મહારાષ્ટ્રનો તહેવાર ગણાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્રના સીમાડા ઓળંગીને આ તહેવાર દેશ વ્યાપી બની ગયો છે. ગુજરાતમાં પણ છેલ્લા 2 દાયકા કરતા વધુ સમયથી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. Ganesh Chaturthi 2025 નિમિત્તે ગુજરાતના દરેક મોટા શહેરોમાં જાહેર સ્થળો પર વિશાળ પંડાલો ઊભા કરાયા છે.  જેમાંથી અનેક પંડાલોમાં 15 ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.  આ પંડાલોમાં ગણેશજીની મહાઆરતી, પૂજા-અર્ચના અને પ્રસાદ ભોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પંડાલોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  Rashifal 27 August 2025 : આજે રચાતા ઉભયચારી યોગ અને ગણેશ ચતુર્થીના સંયોગથી આ રાશિનો થશે બેડો પાર

લાખો ઘરોમાં ગણેશ સ્થાપના

ગુજરાતના લાખો ઘરમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ  કરવામાં આવી છે. આજે વિવિધ રીતે લાખો પરિવાર ભગવાન ગણેશજીની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરશે. રોજ 2 વાર ગણેશજીની આરતી ઉતારવામાં આવશે. ગણેશજીને પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરાવવામાં આવશે. ભકતો એકબીજાના ઘરે થતી ગણેશ આરતીમાં સહભાગી થશે. અનેક સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં રાસ-ગરબા, ડાયરા વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજથી 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગણેશમય બની જશે.

આજે ગણેશ સ્થાપનના મુહૂર્ત અને ચોઘડીયા

આજે દિવસે અનેક ભક્તો ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાના છે. આ દિવસે ગણપતિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:05 થી મધ્યાહને 1:40 કલાક સુધી રહેશે. આ દિવસે ભગવાન ગણેશની સ્થાપના અને પૂજન માટે શ્રેષ્ઠ રહેશે. ગણેશ મૂર્તિ લાવવાનો શુભ ચોઘડીયા સવારે 7:33 થી 9:09 સુધી અને સવારે 10:46 થી બપોરે 12:22 સુધીના શ્રેષ્ઠ રહેશે.

આ પણ વાંચોઃ  Ganesh Chaturthi 2025 : ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત અને ચોઘડીયા વિશે જાણો

Tags :
devotional programsganesh chaturthi 2025Ganesh pandalGujarat First
Next Article