ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi 2025 : અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટેના શુભ મુહૂર્ત જાણી લો

Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવ પર્વ અનંત ચતુર્દશી (Anant Chaturdashi) પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. આ દિવસે ગણેશ વિસર્જન કરવાના શુભ મુહૂર્ત જાણી લો.
07:02 AM Sep 04, 2025 IST | Hardik Prajapati
Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવ પર્વ અનંત ચતુર્દશી (Anant Chaturdashi) પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. આ દિવસે ગણેશ વિસર્જન કરવાના શુભ મુહૂર્ત જાણી લો.
Ganesh Chaturthi 2025 Gujarat First-03-09-2025-++

Ganesh Chaturthi 2025 : આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે અનંત ચતુર્દશી (Anant Chaturdashi) ની તિથિ ઉજવાશે. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે ગણેશ ઉત્સવ સમાપ્ત થાય છે. ભક્તો શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની પૂજા કરે છે અને તેમને વિદાય આપે છે. એવી વાયકા છે કે, યોગ્ય રીતે અને શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન કરવાથી ગણેશજીના આશીર્વાદ આખું વર્ષ ભકતો પર રહે છે. આખુ વર્ષ ગણેશજી ભકતોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Ganesh Chaturthi 2025 Gujarat First-03-09-2025

Ganesh Chaturthi 2025 પર્વની સમાપ્તિ

અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે ગણેશ ઉત્સવ સમાપ્ત થાય છે. આ દિવસે જે લોકો પોતાના ઘરમાં ગણેશજી સ્થાપિત કરે છે તેઓ ગણેશ વિસર્જન સાથે બાપ્પાને વિદાય આપે છે. ગણેશ ચતુર્દશીથી શરૂ કરીને ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 ના રોજ છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ ભાવ ભક્તિ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવે છે.

Gujarat First-03-09-2025

આ પણ વાંચોઃ Rashifal 04 September 2025 : આજે રચાતા વસુમાન યોગમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

Ganesh Chaturthi 2025 ના 10 દિવસ બાદ અનંત ચતુર્દશી તિથિ આવે છે. આ તિથિ પર ગણેશ વિસર્જનનો વિશેષ મહિમા રહેલો છે. આ તિથિ પર શુભ ચોઘડિયા સવારે 7:26 થી 9:10 વાગ્યા સુધી ગણાશે. જ્યારે લાભ ચોઘડિયા બપોરે 1:54 થી 3:28 વાગ્યા સુધી ગણાશે. અમૃત ચોઘડિયા બપોરે 3:28 થી 5:03 વાગ્યા સુધી ગણાશે. સાંજે 6.37 થી 8.03 સુધી લાભ ચોઘડિયા ગણાશે. અમૃત કાલ બપોરે 12.50 થી 2.23 સુધીનો ગણાશે. ગોધુલી મુહૂર્ત સાંજે 6.37 થી 7 કલાક સુધી ગણાશે.

આ પણ વાંચોઃ વેપાર સુખ અપાવતા બુધ ગ્રહનો ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ, જાણો કોનું ભાગ્ય ખુલશે

(ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Anant Chaturdashiganesh chaturthi 2025Gujarat FirstLord Ganesh
Next Article