ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi 2025 : ભગવાન ગણેશજીને પ્રિય એવા આ ફુલો અર્પણ કરીને તેમને પ્રસન્ન કરો

અત્યારે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) નો માહોલ છવાયેલ છે. રોજ થતી ગણેશજીની પૂજા અર્ચનામાં તમે ગણેશજીને પ્રિય એવા ખાસ ફુલો અર્પણ કરો.
07:04 AM Aug 29, 2025 IST | Hardik Prajapati
અત્યારે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) નો માહોલ છવાયેલ છે. રોજ થતી ગણેશજીની પૂજા અર્ચનામાં તમે ગણેશજીને પ્રિય એવા ખાસ ફુલો અર્પણ કરો.
Ganesh Chaturthi 2025 Gujarat First-29-08-2025

Ganesh Chaturthi 2025 : અત્યારે માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં થતી પૂજા અર્ચના દરમિયાન ગણેશજીને પ્રિય એવા પુષ્પો અર્પણ કરીને તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.  આજે અમે આપને આવા જ કેટલાક ફુલો વિશે જણાવીશું જે ભગવાન ગણેશજીને અતિ પ્રિય છે.

Ganesh Chaturthi 2025 ની પૂજામાં પીળા ગલગોટાના ફુલોનો કરો ઉપયોગ

ગુજરાતના દરેક મોટા શહેરોમાં દરેક જાહેર સ્થળો પર ગણેશજીના પંડાલ જોવા મળી રહ્યા છે. આ ગણેશ પંડાલો ઉપરાંત લાખો ગુજરાતીઓએ પોતાના ઘરે પણ ગણેશ સ્થાપના કરી છે. રોજે રોજ ગણેશજીની ભવ્ય પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ પૂજા અર્ચનામાં જો તમે ગણેશજીને પ્રિય એવા ફુલ ગલગોટાનો ઉપયોગ કરશો તો આ વિઘ્નહર્તા દેવ તમારા વિઘ્નો દૂર કરી દેશે. પીળી ગલગોટાના ફુલ દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. તમને કારકિર્દી અને રોજગાર સંબંધી કોઈ પ્રશ્નો હોય તો તેનું સરળતાથી અને ઝડપથી નિરાકરણ આવી શકે છે.

Ganesh Chaturthi 2025 Gujarat First-29-08-2025-

આ પણ વાંચોઃ  Ganesh Chaturthi 2025 : ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જાણો

પારિજાતના ફુલોનો ઉપયોગ કરવાથી સંતાન સુખ મેળવી શકાય છે

સફેદ રંગની પાંદડીઓ અને તેમાં લાલ નાનકડું વર્તુળ ધરાવતા પારિજાતના ફુલો ભગવાન ગણેશજીને અતિપ્રિય છે. જે દંપતિઓ સંતાન સુખ મેળવવા માંગતા હોય તેમણે ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માટે પારિજાતના ફુલોનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશજીને પ્રિય એવા પારિજાતના ફુલો સરળતાથી બજારમાં મળી રહે છે. આ પારિજાતના ફુલોથી ભગવાન ગણેશજીને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.

Gujarat First-29-08-2025--

ગણેશજીની પૂજામાં જાસૂદના ફુલોનો કરો ઉપયોગ

ભગવાન ગણેશજીને લાલ ચટક રંગના જાસૂદના ફુલો બહુ પ્રિય છે. જાસૂદનું ઝાડ આપણા ઘરે અથવા આસપાસના બગીચામાં પણ વ્યાપક પણે જોઈ શકાય છે. Ganesh Chaturthi 2025 દરમિયાન ભગવાન ગણેશજીની પૂજા અર્ચનામાં જાસૂદના ફુલોનો ઉપયોગ કરવાથી જીવનમાં સમૃદ્ધિ મેળવી શકાય છે. જો તમે લગ્ન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવ તો તમારે ગણેશજીની પૂજા અર્ચના જાસૂદના ફુલોથી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ  Rashifal 29 August 2025 : આજે રચાતા લક્ષ્મી નારાયણ રાજયોગમાં આ રાશિ પર થશે મા લક્ષ્મની અસીમ કૃપા

 

Tags :
Favourite FlowersGalgota Flowerganesh chaturthi 2025Gujarat FirstJasud FlowerLord GaneshjiParijaat Flower
Next Article