Gautam Adani Ram Mandir Visit: અયોધ્યામાં ગૌતમ અદાણીએ પરિવાર સાથે કર્યા રામલલાના દર્શન, કહ્યું: આ ભાવુક ક્ષણ...
- ગૌતમ અદાણીએ પરિવાર હનુમાન જયંતિના અવસરે રામ મંદિરમાં કરી વિશેષ પૂજા (Gautam Adani Ram Mandir Visit)
- રામ મંદિરને ભારતની સાંસ્કૃતિક એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું
- અયોધ્યામાં ગુરુકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે કર્યો ખાસ સંવાદ
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ (Adani Group) ના ચેરમેન ગૌતમ અદાણી ( Gautam Adani) આજે હનુમાન જયંતિ (Hanuman Jayanti) ના પવિત્ર અવસરે સપરિવાર અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી વિધિવત પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.
નોંધનીય છે કે ગૌતમ અદાણી આજે સવારે અમદાવાદ ( Ahmedabad) થી ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Maharishi Valmiki International Airport) પર ઉતર્યા હતા. એરપોર્ટથી તેઓ ચુસ્ત સુરક્ષા વચ્ચે સીધા રામ જન્મભૂમિ સંકુલમાં પરિવાર સાથે પહોંચ્યા હતા.
#WATCH | अडानी ग्रुप के चेयरमैन गौतम अडानी ने कहा, "मुझे और मेरे परिवार को अयोध्या में भगवान राम के दर्शन करने का सौभाग्य मिला। यह एक भावुक पल है, एक गर्व का पल है। यह मंदिर न सिर्फ़ आस्था का केंद्र है, बल्कि भारत की संस्कृति, एकता और आत्मविश्वास का प्रतीक भी है। भगवान राम के… https://t.co/kdaChsLT0N pic.twitter.com/7MaKCEgU9V
— ANI_HindiNews (@AHindinews) April 2, 2026
Gautam Adani Ram Mandir Visit : સાંસ્કૃતિક વિરાસત અને આત્મવિશ્વાસનું પ્રતીક
મંદિરમાં આશરે 30 મિનિટ વિતાવ્યા બાદ ગૌતમ અદાણીએ આ ક્ષણને જીવનની અત્યંત ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, "રામ મંદિર [Ram Mandir] માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક વિરાસત, એકતા અને આત્મવિશ્વાસનું જીવંત પ્રતીક છે." ભગવાન રામના આદર્શોને ટાંકીને તેમણે ઉમેર્યું કે, તેઓ આપણને સત્ય અને ફરજના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે. દર્શન દરમિયાન મંદિરના પૂજારીઓએ તેમને 'ભગવાન શ્રી રામ' લખેલી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
ગુરુકુલ કોલેજની મુલાકાત અને શિક્ષણ પર ભાર
દર્શન બાદ ગૌતમ અદાણીએ અયોધ્યામાં કાર્યરત ગુરુકુલ કોલેજ (Gurukul College) ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમનું સન્માન કર્યું હતું. અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) ના કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ના આ યુગમાં પણ આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીનું જતન કરવું અનિવાર્ય છે. તેમણે ખાતરી આપી કે તેમની સંસ્થા આ દિશામાં તમામ શક્ય સહાય પૂરી પાડશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાતની શક્યતા
નોંધનીય છે કે, 22 જાન્યુઆરી, 2024 ના રોજ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગૌતમ અદાણીની આ બીજી મહત્વની અયોધ્યા મુલાકાત છે. રામલલ્લાના દર્શન અને ગુરુકુલની મુલાકાત બાદ તેઓ લખનૌ (Lucknow) જવા રવાના થશે, જ્યાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ [CM Yogi Adityanath] સાથે સૌજન્ય મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો: Ramnavami: રામ નવમી પર રામ લલ્લાને 'સૂર્ય તિલક', PM મોદીએ ડિજીટલ માધ્યમથી કર્યા દર્શન


