ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલમાં “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2025”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ
- ગોંડલની ગંગોત્રી ગ્રુપમાં યોજાયો નવરાત્રી મહોત્સવ (Gangotri Garbi 2025)
- સંસ્કૃતિ અને અર્વાચીન રંગતને સુંદર રીતે જોડતા ગરબાનું આયોજન
- વિધાર્થીઓએ માતાજીના વિવિધ સ્વરૂપોને નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરી
Gangotri Garbi 2025 : ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલમાં દર વર્ષે જેમ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઊજવાય છે, તેમ આ વર્ષે પણ “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2025”નું અનોખું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું.
આ નવરાત્રીના પાવન અવસરે વિધાર્થીનીઓએ પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન રંગતને સુંદર રીતે જોડતા ગરબાનું આયોજન કર્યું હતું. આ ગરબામાં શ્રદ્ધા, આનંદ અને નવચેતનાનો સંદેશ સ્પષ્ટ જણાયો.
દરરોજ નવદુર્ગાની આરાધના, દીવા પ્રગટાવી પૂજન તથા ભક્તિભાવના વાતાવરણ સાથે ગરબીનું આયોજન થયું. સાથે જ વિધાર્થીઓએ માતાજીના વિવિધ સ્વરૂપોને નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરીને કાર્યક્રમને વધુ જ જીવંત બનાવ્યો.
Gangotri School
આ નવ દિવસ ચાલેલા GAG - 2025માં દરરોજ આશરે 1500 જેટલા વાલી, વિદ્યાર્થી તેમજ મહેમાનો ઉત્સાહભેર ગરબા નિહાળવા જોડાયા. ખાસ વાત એ રહી કે કાર્યક્રમનું સંચાલન, બેઠક વ્યવસ્થા સહિત તમામ આયોજન સ્કૂલના વિધાર્થીઓએ જ સંભાળ્યું, જેના કારણે વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, જવાબદારી તથા મેનેજમેન્ટ કૌશલ્યનો વિકાસ થયો.
આજના ટેકનોલોજીના યુગમાં પણ આવા કાર્યક્રમો દ્વારા વિધાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને તેઓ આપણાં સંસ્કૃતિ-મર્યાદાને સાચવી રાખવાની પ્રેરણા મેળવે છે – જે ગંગોત્રી પરિવારની વિશેષતા છે.
પ્રાચીન લોકસંસ્કૃતિને સાચવીને આધુનિક યુગ સાથે જોડતો આ ગંગોત્રી અર્વાચીન ગરબી – 2025 કાર્યક્રમ તમામ માટે પ્રેરણારૂપ અને યાદગાર સાબિત થયો.
આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અને ફાઉન્ડર સંદીપ સર છોટાળાએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર દરેક વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ અને મેનેજમેન્ટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : શરદ પૂર્ણિમાની રાત્રે આ મંત્રોથી માતા લક્ષ્મીજીની કરો ખાસ પૂજા, સુખ-સમુદ્વિમાં થશે વધારો