Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadtal: વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી

Vadtal ધામ ખાતે સુફલા એકાદશીએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪માં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પૂ. લાલજી મહારાજે મહામંત્રનું પૂજન કર્યું અને ૧૨ કલાક અખંડ ધૂન યોજાઈ. સંવત ૧૮૫૮માં ફરેણી ગામે પ્રગટેલા આ મંત્ર દ્વારા ૧૦ વર્ષમાં ૧૧૨ કરોડથી વધુ મંત્રોનું લેખન થયું છે. ચેરમેન ડૉ. સંત સ્વામી સહિત ૪૦ સંતોની ઉપસ્થિતિમાં આ આયોજન સંપન્ન થયું અને મંત્ર મહિમા સમજાવવામાં આવ્યો.
vadtal  વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી
Advertisement
  • Vadtal માં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૪મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
  • સુફલા એકાદશી નિમિત્તે સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી અખંડ મહામંત્ર ધૂન યોજાઈ
  • પૂ. લાલજી મહારાજ અને સંતો દ્વારા શ્રી હરિ, મહામંત્ર અને મંત્ર પોથીનું પૂજન-આરતી કરાયા
  • ૧૦ વર્ષમાં ૮૫ હજારથી વધુ ભક્તોએ ૧૧૨ કરોડથી વધુ મંત્રોનું લેખન કર્યું
  • સંવત ૧૮૫૮માં ફરેણી ગામે સહજાનંદ સ્વામીએ સૌપ્રથમ આ મહામંત્રનું ઉચ્ચારણ કર્યું હતું

Vadtal: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે સોમવાર, ૧૫મી ડિસેમ્બરના રોજ ‘સુફલા એકાદશી’ના પવિત્ર અવસરે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની અત્યંત ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે વડતાલધામ ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂન યોજવામાં આવી હતી. પૂ.લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું પૂજન કર્યું હતું.

vadtal_gujarat_first

Advertisement

પૂ. લાલજી મહારાજે મહામંત્રનો મહિમા સમજાવ્યો

વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ.સંતવલ્લ્ભદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં ગોઠવાયેલા પૂજનમંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી પ્રારંભમાં પુ.લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહા મંત્રનું પૂજન કર્યું હતું  પૂ. લાલજી મહારાજે મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી, ત્યાર બાદ મહામંત્ર પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Vadtal: સંતોએ પૂજન – અભિષેક મંત્ર લેખનનો લાભ લીધો

ચેરમેન ડૉ.સંત સ્વામી, ભજનાનંદી સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, ગોવિંદસ્વામી (મેતપુરવાળા), શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપ સ્વામી, ભાય સ્વામી, હરિઓમ સ્વામી (પાઠશાળા) સત્યનારાયણ સ્વામી, રામપ્રકાશ સ્વામી, સંત બાલ સ્વામી(અથાણાવાળા), સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ, સંતો, પાર્ષદો ઉપરાંત પાર્ષદ વિઠ્ઠલભગત, બાબુ ભગત વગેરે ૪૦ થી વધુ સંતોએ પૂજન – અભિષેક મંત્ર લેખનનો લાભ લીધો હતો.

ચેરમેન ડૉ સંત સ્વામી તથા શ્રી વલ્લભ સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો ડૉ.સંત સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે મહામંત્રને હજુ ૨૨૪ વર્ષ થયા છે આજે તે દરેક દેશમાં મંદિરોના નિર્માણ સાથે સ્વામીનારાયણની ધજા ફરકી રહી છે આપણે સહુએ સ્વામીનારાયણ મહામંત્રનો બનેતેટલો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.

જયારે શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં ચાલતી કાયમી અખંડ ધૂનનો ઉલ્લેખ કર્યો હતો. વડતાલ ધામમાં ચાલતી અખંડ ધૂનનો પ્રારંભ તા. ૦૭/૧૦/૨૦૦૬ આસો સુદ પુનમ નારોજ સવારે ૮ કલાકે થયો હતો.જેને આજે કુલ ૧૬૮૦૭૨ કલાક થયા છે અને કુલ દિવસ ૭૦૦૩ થયા છે જયારે ઓનલાઈન મહામંત્રનો પ્રારંભ ૧૮/૧૧/૨૦૦૫ના રોજ થયો હતો. જેને આજે ૯ વર્ષ ૧૧ માસ અને ૨૭ દિવસ થયા છે.

કુલ દિવસ ૩૬૪૨ અને કુલ કલાક ૮૭૪૦૮.જયારે કુલ મંત્ર લેખન ૫,૦૦૦૪,૪૨૩ થયા છે. મંત્ર પોથી ૨૦૧૫ થી ૨૦૨૫ સુધી કુલ વર્ષ ૧૦ અને કુલ ૮૫૪૩૩ હારી ભક્તોએ મંત્ર લેખનનો લાભ લીધો છે અને હરિભક્તો દ્વારા ૧,૧૨,૮૩,૨૭૦૦૦ મંત્રો અંકિત થયા છે.

શ્રી સ્વામીનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય પરિચય

ફરેણી ગામે સંવત: ૧૮૫૮માં માગશર વદ એકાદશીના રોજ સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામીનારાયણ મહા મંત્રનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું અને સહજાનંદ સ્વામીતે દિવસથી સ્વામીનારાયણ ભગવાનના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા અને સંપ્રદાય પણ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થયો હતો.

આ સમગ્ર મહોત્સવનું સુંદર આયોજન ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, કો. દેવપ્રકાશ સ્વામી અને પૂ. શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શન દ્વારા કરાયું હતુ.

આ પણ વાંચોઃ Rashifal 16 December 2025: આજે ગ્રહોનું ગોચર આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે, મળશે આદિત્ય મંગળ યોગનો લાભ

Tags :
Advertisement

.

×