ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી

Mahakumbh Yatra Advisory: જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
02:49 PM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Mahakumbh Yatra Advisory: જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
Mahakumbh Yatra Advisory
  1. હવે કોઈને પણ પ્રયાગરાજમાં હેરાન થવું નહીં પડે
  2. મહાકુંભમાં કેવી રીતે જવું અને શું કરવું? તમામ વિગતો શેર કરાઈ
  3. કયાં સ્થળેથી તમને કેવી સુવિધાઓ મળશે? વાંચો આ યાત્રા ગાઈડલાઈન

Mahakumbh Yatra Advisory: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે કરોડોની સંખ્યામં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. અત્યારે જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વિગતો શેર કરવામાં આવી છે. હવે કોઈને પણ પ્રયાગરાજમાં હેરાન થવું નહીં પડે. તમારે ક્યાંથી જવાનું?, ક્યાં રોકાવાનું? જો તમે પર્સનલ ગાડી લઈને જાઓ છો તો ગાડીને ક્યાં પાર્ક કરવી? આ તમામ બાબતોની વિગતો આપવામાં આવી છે. વાંચો આ અહેવાલ...

પ્રયાગરાજમાં આટલા જોવાલાયક સ્થળો આટલા છે
ત્રિવેણી સંગમ
આનંદ ભવન મ્યુઝિયમ
અક્ષયવટ અને પાતાલપુરી મંદિર
વિક્ટોરિયા મેમોરિયલ
શ્રી મનકામેશ્વર મંદિર
અલ્હાબાદ યુનિવર્સિટી
સરસ્વતી કૂપદશાસ્વમેધ મંદિર
ચંદ્રશેખર આઝાદ પાર્કઇસ્કોન મંદિર
મહર્ષિ ભારદ્વાજ આશ્રમ
આલાપશંકરી મંદિર
શ્રી બડે હનુમાનજી મંદિર

જો તમારે વિમાનથી પ્રયાગરાજ જવું છે તો, તેના માટે કયું એરપોર્ટ નજીક પડશે તેની પણ જાણ હોવી પણ જરૂરી છે. પ્રયાગરાજથી 6 એરપોર્ટ ખુબ જ નજીક છે. અહીંથી તમને શટલ બસની પણ સુવિધા મળી રહેવાની છે. આ સાથે અન્ય પણ અનેક સુવિધાઓ તમને મળી રહેવાની છે જો તમે વિમાનથી અહીં જવાનું વિચારી રહ્યાં છો તો...

પ્રયાગરાજ પહોંચવા માટે નજીકનું એરપોર્ટ:

એરપોર્ટનું નામપહોંચવાનો સમય
પ્રયાગરાજ એરપોર્ટ, અલ્હાબાદ એરપોર્ટ ટર્મિનલ, બમરૌલી એરપોર્ટઆશરે 54 મિનિટ
લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ, વારાણસી
આશરે 2 કલાક 22 મિનિટ
ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌ
આશરે 4 કલાક 53 મિનિટ
મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાઆશરે 4 કલાક
મહાયોગી ગોરખનાથ એરપોર્ટ, ગોરખપુરઆશરે 6.5 કલાક
કાનપુર એરપોર્ટ, ચકેરી
આશરે 3 કલાક 46 મિનિટ

પ્રયાગરાજ એરપોર્ટ પર સુવિધાઓ:

• પીક સિવાયના દિવસોમાં શટલ બસની સુવિધા
• નોન-પીક દિવસોમાં ઇ-રીક્ષાની સુવિધા
• યાત્રાળુઓ માટે હોલ્ડિંગ અને આરામ વિસ્તાર

હવે જો તમે રેલ્વે દ્વારા મહાકુંભમાં જવાનું વિચારી રહ્યાં છો તો તેના માટે પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રેલ્વે દ્વારા પણ પ્રયાગરાજ જઈ શકાય છે, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. પ્રયાગરાજથી રેલ્વે સ્ટેશન સુધી જવા-આવવા માટે પણ સુવિધાઓ કરવામાં આવી છે. જેથી કોઈ શ્રદ્ધાળુને અગવડતાનો સામનો ના કરવો પડે.

નજીકનું રેલ્વે સ્ટેશનપહોંચવાનો સમય
પ્રયાગરાજ જંક્શન (PYJ)આશરે 14 મિનિટ
પ્રયાગરાજ રામબાગ (PRRB)આશરે 19 મિનિટ
પ્રયાગરાજ સંગમ (PYG)આશરે 19 મિનિટ
પ્રયાગ જંક્શન (PRG)લગભગ 8 મિનિટ
નૈની જકશન (NYN)લગભગ 35 મિનિટ
પ્રયાગરાજ છિઓકી (PCOI)આશરે 40 મિનિટ
કાકામો જંક્શન (PFM)આશરે 20 મિનિટ
ઝુંસી (II)લગભગ 25 મિનિટ
સુબેદારગંજ (SFG)આશરે 20 મિનિટ

પ્રયાગથી રેલવે સ્ટેશન પર સુવિધાઓ

• શાહી સ્નાન સિવાયના દિવસોમાં તમામ રેલ્વે સ્ટેશનોથી શટલ બસની સુવિધા
• શાહી સ્નાન સિવાયના દિવસોમાં તમામ રેલવે સ્ટેશનો પરથી ઇ-રિક્ષાની સુવિધા
• તમામ રેલ્વે સ્ટેશનોથી મેળા વિસ્તારના રૂટ મુજબ ચાલવા માટેના દિશાસૂચકો
• તમામ રેલ્વે સ્ટેશનોમાં પ્રવેશ અને બહાર નીકળવાના જુદા-જુદા માર્ગો
• તમામ યાત્રાળુઓ માટે રેલ્વે સ્ટેશનો પર આરામગૃહ

રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓ
વેઇટિંગ રૂમ્સ તથા વેઇટિંગ હોલ્સ
રેલવે સ્ટેશનની બહાર જાહેર પરિવહન
સ્લીપિંગ પોડ્સકેટરિંગ સુવિધા
રિટાયરિંગ રૂમ/શયનગૃહ
પ્રાથમિક સારવાર બૂથ
એક્ઝિક્યુટિવ લાઉન્જપ્રવાસી મથક
વૃદ્ધ/દિવ્યાંગ માટે પ્લેટફોર્મ પર અવરજવર માટે બેટરી સંચાલિત કાર
પ્રધાન મંત્રી જન ઔષધિ કેન્દ્ર
વ્હીલ ચેર
બહુભાષી જાહેરાતની જોગવાઈ
ક્લોક રૂમઅન્ય

કુંભ મેળા દરમિયાન, મુસાફરોની સલામતી અને સુચારુ વ્યવસ્થા માટે રેલવે સ્ટેશનો પર કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો દરમિયાન પ્રતિબંધો:
વસંત પંચમી03/02/2025
2/2/2025(00:00 કલાક) થી 5/2/2025 (24:00 કલાક)
માઘી પૂર્ણિમા12/2/2025
11/2/2025 (00:00 કલાક) થી 14/2/2025 (24:00 કલાક)
મહાશિવરાત્રી26/2/202525/2/2025 (00:00 કલાક) થી 28/2/2025 (24:00 કલાક)

 

જો તમે બસ દ્વારા ધર્મનગરી પ્રયાગરાજમાં જઈ રહ્યાં છો, તેના માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, ક્યું બસ સ્ટેશન પ્રયાગરાજથી નજીક પડશે અને કેવી સુવિધાઓ મળશે.

નજીકના બસ સ્ટેશન
પ્રયાગરાજમાં મુખ્ય બસ સ્ટેન્ડ
પ્રયાગરાજ બસ સ્ટેન્ડ
કચેરી બસ સ્ટેન્ડ
પ્રયાગરાજમાં અસ્થાયી બસ સ્ટેશનો
ઝુંસી
સરસ્વતી હાઇ-ટેક સિટી
બેલા કચ્છરનેહરુ પાર્ક
સરસ્વતી દ્વારલેપ્રોસી

 

પ્રયાગરાજ બસ સ્ટેશન પર સુવિધાઓ પણ આપવામાં આવશે. જેમ કે, શટલ બસ સુવિધા, ઇ-રિક્ષા સુવિધા અને રોકાવવા તથા આરામ કરવાની સુવિધા તમને પ્રયાગરાજ બસ સ્ટેશન પર મળી રહેવાની છે.

આ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, જેથી તમને સત્વરે યોગ્ય મદદ મળી રહે

રહેવાની વિગતોની વાત કરવામાં આવે તો..

ટેન્ટેમાં નિવાસ
UPSTDC ટેન્ટ કોલોની - ત્રિવેણી સંગમથી 11 કિ.મીકુંભ ગામ
કુંભ શિબિર ભારતમહાકુંભ ગ્રામ
આગમ ઇન્ડિયાદિવ્ય કુંભ રિટ્રીટ
ઋષિકુલ કુંભ કુટીર
ITDC લક્ઝરી કેમ્પ્સ
કુંભ કેનવાસ
ગંગા વ્યૂ સ્ટેઝ દ્વારા પ્રયાગરાજ કોટેજ
શિવધ એરા કેમ્પસ
ઈવોલાઇફ અને ડોમ સિટી

જો હાટેલ અને હોમસ્ટેમાં રહેવાનું હોય તો?

અહીં પ્રયાગરાજમાં તમે હાટેલ અને હોમસ્ટેમાં રહેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ વિગતો આપવામાં આવી છે. અહીં તમને હોટલે અને હોમસ્ટેના નામ સાથે સાથે સરનામુ અને કોન્ટેક્ટ નંબર પણ શેર કરવામાં આવ્યાં છે. જેથી તમને મહાકુંભમાં જતા રહેલા એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો. જેથી તમારે ત્યાં જઈને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. તો આ રહ્યું હાટેલ અને હોમસ્ટેનું લિસ્ટ

પાર્કિગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

મહાકુંભમાં આવી તો ગયાં પરંતુ તો તમે તમારૂં પર્સનલ વાહન લઈને ગયાં છો તો તેને પાર્ક ક્યા કરશો? તેના માટે અલગ અલગ પાર્કિગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેથી કરીને કોઈને ટ્રાફિકની સમસ્યા ના થયા અને શ્રદ્ધાળુઓને પણ હેરાન ના થવું પડે! જો આ એડવાઈઝરી વાંચી લેશો તો કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે!

સિટી પાર્કિગ

પ્રયાગરાજ પાર્કિગની માહિતી
સિટી પાર્કિગ
ક્રમપાર્કિંગ સ્થળ
ત્રિવેણી સંગમથી અંતર (કિલોમીટરમાં)
1પ્લોટ નંબર 17 પાર્કિંગ5.7
2સીએમપી ડિગ્રી કૉલેજ મેદાન6.6
3સીએમપી ડિગ્રી કૉલેજ - ફૂટબોલ ગ્રાઉન્ડ6.8
4વિધા વાહિની વિધાલય6.9
5દાદીકાંતો મેદાન પાર્કિંગ7
6કે.પી. ઇન્ટરમીડિયેટ કૉલેજ7.1
7અલાહાબાદ ડિગ્રી કૉલેજ (એ.ડી.સી.)7.1
8કર્નલ ગંજ ઇન્ટરકૉલેજ પાર્કિંગ7.4
9મેડિકલ કૉલેજ (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ)7.5
10એચપી પેટ્રોલ પંપ પાછળ, જીઆઈસી પાર્કિંગની સામે7.8
11જીઆઈસી પ્લેઇંગ ગ્રાઉન્ડ8
12સીએવી ઇન્ટરકૉલેજ-પાર્કિંગ8.1
13રાજ્ય વિશ્વવિધાલય8.1
14મુસ્લિમ હોસ્ટેલ ગ્રાઉન્ડ-પાર્કિંગ8.5
15ઇસીસી પાર્કિંગ8.8
16વિશ્વ વિધાલય ગ્રાઉન્ડ8.8
17વિશ્વ વિધાલય ફૂટબોલ ગ્રાઉન્ડ9
18જમુના ક્રિશ્ચિયન ઇન્ટરકૉલેજ પાર્કિંગ9.2
19બોય્સ હાઇસ્કૂલ પાર્કિંગ10.1
20ગવર્નમેન્ટ પ્રેસ ગ્રાઉન્ડ11.1
21પોલો ગ્રાઉન્ડ11.4
22નેહરુ પાર્ક પાર્કિંગ14.3
23એરફોર્સ ગ્રાઉન્ડ-નેહરુ પાર્કની સામે14.3
24યુપી પીએસી ચોથી બેટાલિયન પાર્કિંગ એરિયા16.7
25મુંદેરા મંડી પાર્કિંગ17.3

નૈની પાર્કિગ એરિયા

પ્રયાગરાજ પાર્કિગની માહિતી
ક્રમપાર્કિંગ સ્થળ
ત્રિવેણી સંગમથી અંતર (કિલોમીટરમાં)
1મહેવા પૂરબ પટ્ટી પાર્કિંગ12.6
2તેંદુવન સૈન્ય ભૂમિ પાર્કિંગ15.9
3ટેન્ટ સિટી પાર્કિંગ - મદનુઆ16.9
4દેવરાખ ઉપરહર પાર્કિંગ13.2
5ગંજીયા ગ્રામ પાર્કિંગ - ઉત્તર11.4
6ચકા ગ્રામ ગંગા નગર પાર્કિંગ14
7નવપ્રયાગામ પાર્કિંગ - પશ્ચિમ10.2
8નવપ્રયાગ્રામ પાર્કિંગ-પૂર્વ10.8
9મહેવા પશ્ચિમ પટ્ટી પાર્કિંગ12.7
10એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ પાર્કિંગ10.4
11લેપ્રસી મિશન (TLM) પાર્કિંગ9.3
12પાર્કિંગ - સરસ્વતી હાઇ-ટેક સિટી -પૂર્વ18.3
13પાર્કિંગ - સરસ્વતી હાઇ-ટેક સિટી- પશ્ચિમ16.8
14ગંજીયા ગ્રામ પાર્કિંગ દક્ષિણ11.1
15પાર્કિંગ - ઓમોક્સ સિટી16.4
16ઇન્દલપુર રોડ કૃષિભૂમિ પાર્કિંગ13.2
17મદનુઆ ગ્રામ પાર્કિંગ18.7

ઝુંસી પાર્કિંગ ક્ષેત્ર

પ્રયાગરાજ પાર્કિગની માહિતી
ક્રમપાર્કિંગ સ્થળ
ત્રિવેણી સંગમથી અંતર (કિલોમીટરમાં)
1રોડવેઝ વર્કશોપ પાર્કિંગ ઝુંસી (સહસો માર્ગ4.3
2શિવમંદિર પાર્કિંગ (ઉસ્તાપુર મહેમુદાબાદ)7.4
3મહુઆ બેગ2
4પૂરે સૂર્ધાસ પાર્કિંગ (ગરાપુર રોડ)5.3
5કાન્હા મોટર્સ9.4
6સરસ્વતી દ્વાર પાર્કિંગ11.2
7સમયમયી મંદિર, કાયર પાર્કિંગ (ગરાપુર રોડ)7.7
8લેખરાજપુર પાર્કિંગ4.9
9નાગેશ્વર મંદિર પાર્કિંગ4.8
10ચીનીમિલ સેના ભૂમિ ખલી મેદાન પાર્કિંગ (ગરાપુર રોડ)3.5
11પટેલભાગ પાર્કિંગ7.6
12અસ્થાયી બસ અડ્ડા6.6
13ભદ્રા સુલૌટી રહીમાપુર માર્ગ - ઉત્તર7.4
14ભદ્રા સુલૌટી રહીમાપુર માર્ગ - દક્ષિણ5.8

ફાફામાઉ પાર્કિંગ ક્ષેત્ર

પ્રયાગરાજ પાર્કિગની માહિતી
ક્રમપાર્કિંગ સ્થળ
ત્રિવેણી સંગમથી અંતર (કિલોમીટરમાં)
1શિવ બાબા પાર્કિંગ13.8
2એનસીસી ગ્રાઉન્ડ10.1
3શિવગઢ બાયપાસ - રાજાપુર મકસુદન31.8
4વીર અબ્દુલ હમ્મદ દ્વારની સામે પાર્કિંગ12.7
5IERT પાર્કિંગ બ્લોક10.3
6નવાબગંજ - ગજતમપુર28.2
7બડા બગડા પાર્કિંગ10
8ચંપતપુર હનુમાન મંદિર22.8
9ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ9.8
10શિવગઢ બાયપાસ - ભાવપુર31.9
11રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ MNITની પાસે12.1
12નવાબગંજ જયસ્વાલ કી ભાગ28.8
13બેલી કાયર પાર્કિંગ14.4
14મલક હરહર ભદ્રી20.7
15કેન્દ્રીય વિધાલય ઓલ્ડ કેન્ટ, જોગેન્દ્ર સિંહ સ્ટેડિયમ10.6
16નવાબગંજ બાયપાસ - આદમપુર NHAI28.3

પ્રયાગરાજમાં હોસ્પિટલની વ્યવસ્થા કેવી છે?

નોંધનીય છે કે, પ્રયાગરાજમાં દરેક સેક્ટરોમાં મેડિકલ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ સાથે હોસ્પિટલની વાત કરવામાં આવે તો, નાના-મોટા ઑપરેશન અને સર્જરી માટે પરેડ ગ્રાઉન્ડમાં સેન્ટ્રલ હૉસ્પિટલ છે, જેની ક્ષમતા 100 બેડ છે, જેમાં 10 આઈસીયુ બેડ, 40 બેડ મહિલાઓ માટે, 45 બેડ પુરુષો માટે અને 06 બેડ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાત હેલ્પ ડેસ્કનો હેલ્પલાઈન નંબર
0532-29770260532-2977031
0532-29770300532-2977028
0532-29770271800-180-5600
0532-2977029

 

વધુ માહિતી માટે આ વેબસાઇટ પર તમામ વિગતો આપાવમાં આવેલી છે.  https://kumbh.gov.in/

કુંભ મેળામાં ગુમ થયેલા પ્રિયજનો અને સામાન શોઘવા માટેના કેન્દ્રો ક્યાં છે?

કેન્દ્રો દરેક સેક્ટરમાં સ્થિત છે- 1 થી 15 અને ત્રિવેણી ઘાટ (દર 300 મીટર પર)

મેળા ઓથોરિટી, પોલીસ વિભાગના સહયોગથી, મેળા વિસ્તારમાં ખોવાયેલ વ્યક્તિ અને સામાન શોધવા માટે હાઇટેક નોંધણી કેન્દ્રો સ્થાપિત કરશે. આ કેન્દ્રો ખોવાયેલા યાત્રાળુઓને તેમના પરિવાર અને મિત્રો સાથે પુનઃમિલનમાં સુવિધા આપશે. આ સુવિધા બધા કેન્દ્રો પર ખોવાયેલા યાત્રાળુઓની ડિજિટલ નોંધણી કરવામાં આવશે અને નીચેની સુવિધાઓ દ્વારા તેમને તેમના સંબંધીઓ સાથે પુન:મિલનમાં મદદ કરશે:

  1. ખોવાયેલ વ્યક્તિ અને સામાન કેન્દ્રની મદદથી ખોવાયેલા વ્યક્તિ (ભોબાઈલ સાથે ન હોય) તેમના પરિવાર/મિત્રો સાથે ફોન કરી શકે છે અને તેમની સાથે સંપર્ક કરી શકે છે.
  2. ગુમ થયેલ/ગુમ થયેલ વ્યક્તિ(ઓ)ની માહિતી કેન્દ્રનું નામ/સ્થાન સહિતની માહિતી કે જ્યાં વ્યક્તિ(વ્યક્તિઓ) સ્થિત છે(છે) તે દરેક ખોવાયેલા અને મળેલા કેન્દ્ર પર પ્રદર્શિત કરવામાં આવશે જેથી પરિવાર/મિત્રોને ગુમ થયેલ વ્યક્તિને શોધવામાં મદદ મળે.
  3. તમામ ખોવાયેલા/ગુમ થયેલા લોકો માટે કેન્દ્રો પર જાહેર સંબોધનની જાહેરાત
  4. ખોવાયેલા અને મળેલા વ્યક્તિઓ અંગે સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર) પર પોસ્ટિંગ્સ
  5. જો ખોવાયેલા વ્યક્તિઓને તેમના પરિવાર/મિત્રો દ્વારા 12 કલાકની અંદર દાવો કરવામાં ન આવે તો પોલીસ સહાય પૂરી પાડવામાં આવશે.

ખોવાયેલા વ્યક્તિ માટે નોંધણી પ્રક્રિયા

  1. જ્યારે પણ તમને કોઈ ખોવાયેલી વ્યક્તિની જાણ થાય, ત્યારે તાત્કાલિક નજીકના સ્થાનિક પોલીસ વિભાગ અથવા અમારા કેન્દ્રોનો સંપર્ક કરો
  2. ખોવાયેલા વ્યક્તિ માટે તુરંત રિપોર્ટ નોંધાવો
  3. ખોવાયેલા વ્યક્તિ અંગેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરો
ખોવાયેલા વ્યક્તિ માટે રિપોર્ટ નોંધાવવા માટે, કૃપા કરીને સંબંધિત અધિકારીને નિમ્નલિખિત માહિતી આપો:

આ પણ વાંચો: Mahakumbh : મહાકુંભ સ્નાન પછી ભક્તોએ કાશી ન આવવું જોઈએ, સમિતિની અપીલ

ખોવાયેલી વ્યક્તિના કબજાનો દાવો કરવાની પ્રક્રિયા

  1. વ્યક્તિ (બાળકો અથવા મહિલાઓ) નો દાવો કરનારા પુખ્ત વયના લોકો પાસેથી ઓળખપત્ર માંગવું જોઈએ સિવાય કે તે સ્પષ્ટ થાય કે બાળક અથવા મહિલા પુખ્ત વ્યક્તિને ઓળખે છે.
  2. બાળકો અથવા મહિલાઓને સોંપણી/સ્થાનાંતરણ પહેલાં, ખાતરી કરો કે વાલી/સંભાળ રાખનાર યોગ્ય છે (દા.ત., નશાની હાલતમાં નહી). જો કોઈ શંકા હોય, તો મેળા નિયંત્રક અથવા સ્થાનિક પોલીસની સલાહ લઇ શકાય.
    જો પરિવાર/સંભાળ રાખનાર મળી આવેલી વ્યક્તિની સંભાળ રાખવા માટે અયોગ્ય માનવામાં આવે છે, તો પોલીસનો હસ્તક્ષેપ જરૂરી હોઈ શકે છે.
  3. જ્યારે પણ ખોવાયેલી વ્યક્તિ(ઓ) (બાળકો/મહિલાઓ) તેમના પરિવાર/સંભાળ રાખનાર સાથે ફરી મળે છે, ત્યારે તેમણે કેન્દ્ર અધિકારી, મેળા નિયંત્રક અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ.
    જ્યાં સુધી બાળક સુરક્ષિત ન હોય ત્યાં સુધી, બાળકની વિગતો જાહેરમાં પ્રસારિત કરવી જોઇએ નહીં.

મળી આવેલી વ્યક્તિની સોંપણી/સ્થાનાંતરણ પહેલાં, ખાતરી કરો કે, પરિવાર/સંભાળ રાખનારના સ્પષ્ટ ઓળખ પ્રમાણપત્રની એક નકલ (દા.ત. આધાર/મતદાર ઓળખ કાર્ડ) એકત્રિત કરવામાં આવે. રિપોર્ટ ફોર્મ પર રિસીવરની સ્પષ્ટ સ્વીકૃતિ સહી, તારીખ અને સમય સાથે અચૂક લખવામાં આવે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
2025 mahakumbh in prayagrajGujarat GovernmentGujarat government advisoryMahakumbhmahakumbh 2025 livemahakumbh 2025 prayagrajmahakumbh 2025 snanmahakumbh amrut snanMahakumbh MelaMahakumbh Mela 2025mahakumbh new updatemahakumbh prayagrajmahakumbh prayagraj 2025mahakumbh tourismmahakumbh viral videomahakumbh yatraMahakumbh yatra advisoryMahakumbh-2025Prayagraj MahakumbhPrayagraj Mahakumbh 2025Prayagraj Mahakumbh yatra advisoryyogi on mahakumbh 2025
Next Article