Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Guru Gochar 2025: 13 ઓગસ્ટથી ગુરુનું ગોચર, આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ અને ધનલાભ

13 ઓગસ્ટે ગુરુનું મિથુન રાશિમાં ગોચર થઈ રહ્યું છે. આ ગોચર મેષ, મિથુન, તુલા, ધનુ અને મીન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. જાણો કઈ રાશિને શું લાભ થશે.
guru gochar 2025  13 ઓગસ્ટથી ગુરુનું ગોચર  આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ અને ધનલાભ
Advertisement
  • 13 ઓગસ્ટે સવારે ગુરુ મિથુનમાં રાશિમાં કરશે પ્રવેશ
  • વૈદિક જ્યોતિષમાં ગુરુને માનવામાં આવે છે શુભ
  • ગુરુ મિથુનમાં પ્રવેશ કરશે ત્યારે પાંચ રાશિને થશે લાભ
  • પાંચ રાશિઓના જ્ઞાન અને સમુદ્ધિમાં થશે વધારો

Guru Gochar 2025: 13 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 5:44 વાગ્યે, જ્ઞાન અને સમૃદ્ધિના કારક ગ્રહ ગુરુ મિથુન રાશિમાં(Guru Gochar 2025) પ્રવેશ કરશે અને પુનર્વસુ નક્ષત્રમાં ગોચરકરશે. આ ગોચર 18 જૂન, 2026 સુધી એટલે કે લગભગ 10 મહિનાની લાંબી અવધિ માટે રહેશે. વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને અત્યંત શુભ માનવામાં આવે છે, અને પુનર્વસુ નક્ષત્રના સ્વામી પણ ગુરુ જ છે. આ નક્ષત્ર સકારાત્મકતા, નવી શરૂઆત અને બૌદ્ધિક વિકાસ માટે જાણીતું છે. આ ગોચર તમામ રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ તેમાંથી પાંચ રાશિઓ માટે તે વિશેષરૂપે લાભદાયી સાબિત થશે. ચાલો જાણીએ કઈ પાંચ રાશિઓ માટે આ સમયગાળો સૌથી શુભ રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર(Guru Gochar 2025) ત્રીજા ભાવમાં થશે, જે સાહસ, સંચાર અને ટૂંકી મુસાફરીનો ભાવ છે. પુનર્વસુ નક્ષત્રની ઉર્જા તમારી બૌદ્ધિક ક્ષમતા અને સર્જનાત્મકતામાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન, તમને લેખન, માર્કેટિંગ અથવા ડિજિટલ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને નાની મુસાફરી ફાયદાકારક રહેશે. ગુરુની દ્રષ્ટિ સાતમા, નવમા અને અગિયારમા ભાવ પર રહેશે, જેના કારણે લગ્નજીવન, ભાગ્ય અને આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક લાભ અને કરિયરમાં નવી શરૂઆત થશે.

Advertisement

આ પણ વાંચો: RakshaBandhan 2025:રક્ષાબંધન પર કરો આ 4 સરળ ઉપાય, ભાઈ-બહેનના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Advertisement

મિથુન રાશિ

મિથુન રાશિ માટે ગુરુનું ગોચર (Guru Gochar 2025)પ્રથમ ભાવને પ્રભાવિત કરશે. પુનર્વસુ નક્ષત્રમાં ગુરુનો પ્રભાવ તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસને વેગ આપશે. આ સમય તમારા વ્યક્તિત્વને નિખારવા અને નવા અવસરોને સ્વીકારવા માટે શ્રેષ્ઠ છે. ગુરુની દ્રષ્ટિ પાંચમા, સાતમા અને નવમા ભાવ પર હોવાથી શિક્ષણ, પ્રેમ અને ભાગ્યના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે. નવી ભાગીદારી અને વેપારમાં સફળતાની શક્યતા છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ગુરુ નવમા ભાવમાં ગોચર (Guru Gochar 2025)કરશે. આ ભાગ્ય, ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિકતાનો ભાવ છે. પુનર્વસુ નક્ષત્રની સકારાત્મક ઉર્જા તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ આકર્ષિત કરશે. તમે તીર્થયાત્રાની યોજના બનાવી શકો છો. ગુરુની દ્રષ્ટિ પ્રથમ, ત્રીજા અને પાંચમા ભાવ પર પડવાથી વ્યક્તિત્વ, સાહસ અને સર્જનાત્મકતામાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રા અને ઉચ્ચ શિક્ષણ માટે પણ આ સમય અનુકૂળ છે. ભાગ્યનો સાથ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે.

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે અને આ ગોચર (Guru Gochar 2025)તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે, જે ભાગીદારી, લગ્ન અને વેપારનો ભાવ છે. પુનર્વસુ નક્ષત્રની ઉર્જા તમારી ભાગીદારીઓને મજબૂત બનાવશે. લગ્નજીવનમાં સુખ અને સુમેળ વધશે. ગુરુની દ્રષ્ટિ પ્રથમ, ત્રીજા અને અગિયારમા ભાવ પર હોવાથી વ્યક્તિગત વિકાસ, સાહસ અને આવકમાં વધારો થશે. વેપારમાં નવા અવસર મળી શકે છે.

મીન રાશિ

મીન રાશિના સ્વામી પણ ગુરુ છે અને આ ગોચર (Guru Gochar 2025)તમારા ચોથા ભાવને પ્રભાવિત કરશે, જે ઘર, માતા અને સુખ-સુવિધાઓનો ભાવ છે. પુનર્વસુ નક્ષત્રની શક્તિ તમારા પારિવારિક જીવનને સુખમય બનાવશે. આ સમયગાળો સંપત્તિ ખરીદવા અથવા ઘરને સજાવવા માટે સારો છે. ગુરુની દ્રષ્ટિ આઠમા, દસમા અને બારમા ભાવ પર રહેશે, જેનાથી કરિયરમાં સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ થશે. તમને પારિવારિક સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચો: Dharmabhakti : રક્ષાબંધન પર રચાતા બુધાદિત્ય યોગના લીધે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Tags :
Advertisement

.

×