Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઉત્તરાખંડના આ ગામમાં Hanumanji નું નામ લેવા પર છે પ્રતિબંધ, ત્રેતાયુગ સાથે જોડાયેલુ છે રહસ્ય

ઉત્તરાખંડના દ્રોણાગિરી ગામમાં Hanuman Name Prohibited ની અનોખી માન્યતા છે. રામાયણ કાળમાં હનુમાનજીએ સંજીવની માટે આખો પર્વત ઉઠાવ્યો હોવાથી સ્થાનિક દેવતા લાટુ દેવતાની તપસ્યા ભંગ થઈ હતી. આ કારણથી ગામમાં હનુમાનજીનું નામ લેવા, મંદિર બાંધવા કે લાલ ધજા લગાવવા પર પ્રતિબંધ છે, જે આજે પણ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે.
ઉત્તરાખંડના આ ગામમાં hanumanji નું નામ  લેવા પર છે પ્રતિબંધ  ત્રેતાયુગ સાથે જોડાયેલુ છે રહસ્ય
Advertisement
  • હિમાલયના દ્રોણાગિરી ગામની અનોખી પરંપરા
  • ગામમાં હનુમાનજીનું નામ લેવું ગણાય છે વર્જિત
  • નથી કોઈ મંદિર, મૂર્તિ કે લાલ ધજાનું અસ્તિત્વ
  • સંજીવની બુટી માટે પર્વત ઉઠાવ્યો હોવાથી ગ્રામજનો નારાજ
  • Latu Devta પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે પાળવામાં આવે છે નિયમ

Hanuman Name Prohibited : ઉત્તરાખંડના હિમાલયમાં વસેલું દ્રોણાગિરી ગામ પોતાની અનોખી પરંપરાને કારણે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બને છે. ભારતભરમાં જ્યાં સવાર 'જય બજરંગબલી' ના નાદ સાથે થાય છે, ત્યાં આ ગામમાં હનુમાનજીનું નામ લેવું પણ વર્જિત (Hanuman Name Prohibited) ગણાય છે. અહીં હનુમાનજીનું કોઈ મંદિર નથી, કોઈ મૂર્તિ નથી અને કોઈ લાલ ધજા પણ જોવા મળતી નથી.

રામાયણ કાળ સાથે જોડાયેલો ઇતિહાસ

આ માન્યતા પાછળ ત્રેતાયુગની એક ઘટના જવાબદાર છે. જ્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણ બેભાન થયા ત્યારે વૈદ્ય સુષેણે સંજીવની બુટી (Sanjeevani Booti) લાવવા જણાવ્યું હતું. હનુમાનજી સંજીવનીની શોધમાં દ્રોણાગિરી પર્વત પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ બુટી ઓળખી શક્યા નહીં, ત્યારે તેમણે આખો પર્વત જ ઉઠાવી લીધો હતો. ગામલોકોનું માનવું છે કે હનુમાનજીએ પરવાનગી વગર પર્વત ઉખાડી દીધો હતો.

Advertisement

Advertisement

ગામલોકોની નારાજગીનું કારણ

ગામના લોકો માને છે કે પર્વત ઉખાડવાને કારણે તેમના મુખ્ય દેવતા 'લાટુ દેવતા' (Latu Devta) ની તપસ્યા ભંગ થઈ હતી અને તેમના પર્વતને નુકસાન થયો હતું. જે વૃદ્ધ મહિલાએ હનુમાનજીને પર્વતનો રસ્તો બતાવ્યો હતો, તેને પણ સમાજ બહાર કરવામાં આવી હતી. આજે પણ આ ગામની મહિલાઓને લાટુ દેવતાના મંદિરમાં પ્રવેશની મનાઈ છે. આ ગામમાં લાલ ધજા (Red Flag) પણ લગાવવામાં આવતી નથી. લોકોનું કહેવું છે કે આ કોઈ વિરોધ નથી, પરંતુ તેમના આરાધ્ય દેવ પ્રત્યેની આસ્થા અને પીડાનું સન્માન છે.

આ પણ વાંચો : Adi Shankaracharya : અદ્વૈત વેદાંતના પ્રણેતા

Tags :
Advertisement

.

×