Hanumanji Temple : આજે શનિવારે મધ્ય પ્રદેશના શ્રી હનુમાનજી ભાટ મંદિર વિશે જાણો
- મધ્ય પ્રદેશની પવાઈ ટેકરીઓમાં આવેલ છે શ્રી હનુમાનજી ભાટ મંદિર
- આ મંદિર પહોંચતા પહેલા ચડવા પડે છે 1100 પગથિયા
- હનુમાનજી ઉપરાંત મહાદેવજી, રામ પરિવાર અને રાધા કૃષ્ણના પણ મંદિરો આવેલા છે
Hanumanji Temple : આજે શનિવારે હનુમાનજીના એક એવા મંદિર વિશે જાણો કે જે 1100 પગથિયાની ઊંચાઈ પર આવેલ છે. આ મંદિરનું નામ છે શ્રી હનુમાનજી ભાટ મંદિર. આ મંદિર મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓ પર આવેલ છે. આ મંદિરમાં હનુમાનજીની આદમકદની પ્રતિમા છે. ભક્તો 1100 પગથિયા ચઢીને બજરંગબલીના દર્શનનો લાભ મેળવે છે. દર મંગળવાર અને શનિવારે આ મંદિરમાં ભકતોની ભીડ ઉમટી પડે છે.
શ્રી હનુમાન ભાટ મંદિર વિષયક
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓમાં, કુદરતના ખોળે બજરંગબલીનું એક એવું મંદિર છે કે જેમાં તમારે દર્શન કરવા માટે 1100 પગથિયા ચડવા પડે છે. આટલી ઊંચાઈ પર આવેલા મંદિરમાં ચંદેલકાળની બજરંગબલીની આદમકદની પ્રતિમા છે. આ મંદિરમાં હનુમાનજી સિવાય, શંકર ભગવાન, નરસિંહ ભગવાન, શ્રી રામ પરિવાર, રાધા-કૃષ્ણ, મહાકાલ ઉપરાંત માતા કાલેહીનું પ્રાચીન મંદિર છે. આ રમણીય અને પવિત્ર પરિસરમાં ધુલિયા મઠના સિદ્ધ મહારાજની સમાધિ પણ છે.
આ પણ વાંચોઃ Rashifal 24 May 2025 : આજનો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે? આજનું રાશિફળ વાંચો
દર જાન્યુઆરીમાં મોટો મેળો ભરાય છે
શ્રી હનુમાન ભાટ મંદિર કુદરતના ખોળે વસેલું છે. અહીં આવનાર ભકતોને તેના કુદરતી અને રમણીય વાતાવરણનો અનુભવ થાય છે. મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓમાં 1100 પગથિયાની ઊંચાઈ પર આ શ્રી હનુમાનજી વિરાજમાન છે. દર મંગળવાર અને શનિવારે અહીં ભકતોની ભીડ ઉમટી પડે છે. આ પવિત્ર સ્થળે ભકતોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. પ્રાચીનકાળથી જ રાજા મહારાજાઓ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ આ મંદિરે અહોભાવથી બજરંગબલીના આશીર્વાદ મેળવી રહ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં એક વિશાળ મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.
આ પણ વાંચોઃ Prasthanatrayi - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રમાંથી તારવેલું નવનીત