ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hanumanji Temple : આજે શનિવારે મધ્ય પ્રદેશના શ્રી હનુમાનજી ભાટ મંદિર વિશે જાણો

આજે શનિવારના રોજ અમે આપને હનુમાનજીના એક એવા મંદિર વિશે જણાવીશું જેમાં દર્શન કરવા માટે તમારે 1100 પગથિયા ચડવા પડે છે. આ મંદિરમાં દર શનિવારે ભકતો પોતાની મનોકામના પૂર્તિ માટે ઉમટી પડે છે. વાંચો વિગતવાર.
12:37 PM May 24, 2025 IST | Hardik Prajapati
આજે શનિવારના રોજ અમે આપને હનુમાનજીના એક એવા મંદિર વિશે જણાવીશું જેમાં દર્શન કરવા માટે તમારે 1100 પગથિયા ચડવા પડે છે. આ મંદિરમાં દર શનિવારે ભકતો પોતાની મનોકામના પૂર્તિ માટે ઉમટી પડે છે. વાંચો વિગતવાર.
Shri Hanumanji Bhat Temple Gujarat First

Hanumanji Temple : આજે શનિવારે હનુમાનજીના એક એવા મંદિર વિશે જાણો કે જે 1100 પગથિયાની ઊંચાઈ પર આવેલ છે. આ મંદિરનું નામ છે શ્રી હનુમાનજી ભાટ મંદિર. આ મંદિર મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓ પર આવેલ છે. આ મંદિરમાં હનુમાનજીની આદમકદની પ્રતિમા છે. ભક્તો 1100 પગથિયા ચઢીને બજરંગબલીના દર્શનનો લાભ મેળવે છે. દર મંગળવાર અને શનિવારે આ મંદિરમાં ભકતોની ભીડ ઉમટી પડે છે.

શ્રી હનુમાન ભાટ મંદિર વિષયક

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓમાં, કુદરતના ખોળે બજરંગબલીનું એક એવું મંદિર છે કે જેમાં તમારે દર્શન કરવા માટે 1100 પગથિયા ચડવા પડે છે. આટલી ઊંચાઈ પર આવેલા મંદિરમાં ચંદેલકાળની બજરંગબલીની આદમકદની પ્રતિમા છે. આ મંદિરમાં હનુમાનજી સિવાય, શંકર ભગવાન, નરસિંહ ભગવાન, શ્રી રામ પરિવાર, રાધા-કૃષ્ણ, મહાકાલ ઉપરાંત માતા કાલેહીનું પ્રાચીન મંદિર છે. આ રમણીય અને પવિત્ર પરિસરમાં ધુલિયા મઠના સિદ્ધ મહારાજની સમાધિ પણ છે.

આ પણ વાંચોઃ  Rashifal 24 May 2025 : આજનો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે? આજનું રાશિફળ વાંચો

દર જાન્યુઆરીમાં મોટો મેળો ભરાય છે

શ્રી હનુમાન ભાટ મંદિર કુદરતના ખોળે વસેલું છે. અહીં આવનાર ભકતોને તેના કુદરતી અને રમણીય વાતાવરણનો અનુભવ થાય છે. મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પવાઈની ટેકરીઓમાં 1100 પગથિયાની ઊંચાઈ પર આ શ્રી હનુમાનજી વિરાજમાન છે. દર મંગળવાર અને શનિવારે અહીં ભકતોની ભીડ ઉમટી પડે છે. આ પવિત્ર સ્થળે ભકતોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. પ્રાચીનકાળથી જ રાજા મહારાજાઓ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ આ મંદિરે અહોભાવથી બજરંગબલીના આશીર્વાદ મેળવી રહ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં એક વિશાળ મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.

આ પણ વાંચોઃ  Prasthanatrayi - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રમાંથી તારવેલું નવનીત

Tags :
1100 stepsBajrangbali templeFamous Hanuman temple in MPGujarat FirstGUJARAT FIRST NEWSHanuman darshanHanuman temple on hillMadhya PradeshPanna districtPowai hillsSaturdayShri Hanumanji Bhat Temple
Next Article