Hindu Tradition : શબયાત્રા સામે હાથ જોડીને શિશ ઝુકાવવાનું કારણ જાણો
- Hindu Tradition અનુસાર શબયાત્રાને માન આપવું જોઇએ
- હાથ જોડીને શિશ ઝુકાવવે છે સૌ કોઇ, કારણ ઓછા જાણે છે
- અંતિમ યાત્રામાં રામ નામ જપ કરવા પાછળનું પણ મનોવૈજ્ઞાનિક કારણ
Hindu Tradition : હિન્દુ ધર્મમાં ઘણી પરંપરાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. આમાંની કેટલીક ધાર્મિક, વૈજ્ઞાનિક અને અન્ય કારણો ધરાવે છે. કેટલીક પરંપરાઓ મનોવૈજ્ઞાનિક તથ્યોમાં પણ મૂળ ધરાવે છે. તમે ઘણીવાર જોયું હશે કે, જ્યારે કોઈ અંતિમયાત્રા પસાર થાય છે, ત્યારે હિન્દુઓ આદરપૂર્વક હાથ જોડીને શિશ ઝુકાવે છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે, તેઓ અંતિમયાત્રા જોઈને શા માટે હાથ જોડીને નતમસ્કત થાય છે.
Hindu Tradition, ભગવાન મૃતકની આત્માને મુક્તિ આપે
હિન્દુ માન્યતાઓ અનુસાર, જો રસ્તા પર કોઈ અંતિમયાત્રા જોવા મળે છે, તો વ્યક્તિએ ચોક્કસપણે હાથ જોડીને નતમસ્તક કરવું જોઈએ. જો કે, આ અભિવાદન શબ કે અંતિમયાત્રાને અર્પણ કરવામાં આવતું નથી, પરંતુ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે, ભગવાન મૃતકની આત્માને મુક્તિ આપે, અને પરિવારને આ દુઃખનો સામનો કરવા માટે હિંમત આપે. આ નાની પણ મહત્વપૂર્ણ વાત ખૂબ ઓછા લોકો આ જાણે છે.
આ પણ વાંચો ---------------- Kedarnath Jyotirlinga : કેદારનાથમાં શિવલિંગ ત્રિકોણીય હોવા પાછળનું આ રહ્યું રહસ્ય !
Hindu Tradition, ભગવાન મૃતકની આત્માને મુક્તિ આપે
અંતિમયાત્રામાં ચાલતા લોકો "રામ નામ સત્ય છે" નો પણ જાપ કરે છે. આ પાછળ એક માનસિક કારણ છે. એવું છે કે, વ્યક્તિ જન્મતાની સાથે જ તે સાંસારિક ઇચ્છાઓ અને ભ્રમમાં ફસાઈ જાય છે. આજીવિકા મેળવવા માટે, તે ઘણા ખોટા કાર્યો કરે છે, પરંતુ તે ભૂલી જાય છે કે, તે આ સંપત્તિ પોતાની સાથે લઈ જઈ શકતો નથી. ભગવાન રામનું નામ જ એકમાત્ર સત્ય છે. તેથી, વ્યક્તિએ પોતાનું જીવન સદાચારથી જીવવું જોઈએ, ભગવાનને સમર્પિત રહીને.
શબયાત્રામાં હાજરી આપતી વખતે શું કરવું અને શું ન કરવું?
- જ્યારે પણ તમે શબયાત્રામાં હાજરી આપો છો, ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની મજાક કે હાસ્ય કરવાનું ટાળો
- મૃતકના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો
- મૃતકને કાંધ આપો, આનાથી તમને પુણ્ય ફળ મળશે
- શબયાત્રામાં કપડાં વગેરે યોગ્ય હોવા જોઈએ
- શબયાત્રામાંથી પાછા ફર્યા પછી સ્નાન કરવાનું ભૂલશો નહીં
ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.
આ પણ વાંચો ---------------- Manikarnika Ghat : દુનિયાનું એકમાત્ર સ્મશાન જ્યાં છે મૃત્યુ પણ મંગલમય!


