Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025 પહેલા કુંભ મેળાનો શું છે ઇતિહાસ? જાણો તેના વિશે

પ્રયાગરાજમાં શ્રદ્ધાનો મહાકુંભ પોષ પૂર્ણિમા 2025ના રોજ, 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે. આ મહાકુંભ મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે.
mahakumbh 2025 પહેલા કુંભ મેળાનો શું છે ઇતિહાસ  જાણો તેના વિશે
Advertisement
  • પ્રયાગરાજ મહાકુંભ 2025: શ્રદ્ધાનું મહાસંગમ
  • પ્રયાગરાજ મહાકુંભની તારીખો અને મહત્વ
  • હરિદ્વારમાં આગામી મહાકુંભનું આયોજન થશે

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં શ્રદ્ધાનો મહાકુંભ પોષ પૂર્ણિમા 2025ના રોજ, 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે. આ મહાકુંભ મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે. આ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે, જેને અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે શાહી સ્નાન દરમિયાન નદીમાં સ્નાન કરવાથી ભક્તોના પાપ ધોવાઇ જાય છે અને તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે.

મહાકુંભ 2025 પહેલા કુંભ મેળાનું આયોજન

મહાકુંભ 2025 પહેલા, 2021માં ધાર્મિક શહેર હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો સામાન્ય રીતે 4 મહિના સુધી ચાલે છે, પરંતુ 2021માં કોરોના મહામારીના સંકટને કારણે માત્ર 30 દિવસ માટે કુંભનું આયોજન કરાયું હતું. 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ 2021 સુધી આ મહાકુંભ યોજાયો. હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે કરવામાં આવે છે. જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે આ મેળો યોજાય છે.

Advertisement

હરિદ્વારમાં મહાકુંભ અને આગામી આયોજન

હરિદ્વારમાં આગામી મહાકુંભનું આયોજન 2033માં કરવામાં આવશે. 2033માં, દેવગુરુ ગુરુ 17-18 માર્ચની મધ્યરાત્રિએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ મહાકુંભના મુખ્ય શાહી સ્નાનની તારીખો આ પ્રકારની હશે:

Advertisement

  • 28 ફેબ્રુઆરી 2033: પહેલું શાહી સ્નાન
  • 30 માર્ચ 2033: બીજું શાહી સ્નાન
  • 14 એપ્રિલ 2033: સંક્રાંતિ અને પૂર્ણિમા સ્નાન
  • 1 મે 2033: અક્ષય તૃતીયાનું શાહી સ્નાન

પ્રયાગરાજ મહાકુંભ 2025ની શાહી સ્નાનની તારીખો

  • 13 જાન્યુઆરી 2025 (સોમવાર): શાહી સ્નાન, પોષ પૂર્ણિમા
  • 14 જાન્યુઆરી 2025 (મંગળવાર): શાહી સ્નાન, મકરસંક્રાંતિ
  • 29 જાન્યુઆરી 2025 (બુધવાર): શાહી સ્નાન, મૌની અમાવસ્યા
  • 3 ફેબ્રુઆરી 2025 (સોમવાર): શાહી સ્નાન, વસંત પંચમી
  • 12 ફેબ્રુઆરી 2025 (બુધવાર): શાહી સ્નાન, માઘી પૂર્ણિમા
  • 26 ફેબ્રુઆરી 2025 (બુધવાર): શાહી સ્નાન, મહાશિવરાત્રી

શ્રદ્ધાના આ તહેવારનું ધાર્મિક મહત્વ

મહાકુંભ મેળો માત્ર એક ધાર્મિક અને આધ્યાત્મિક તહેવાર જ નથી, પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્કારનું પ્રતિક છે. અહીં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પોતાનું શુદ્ધિકરણ કરે છે અને આધ્યાત્મિક શાંતિ મેળવે છે. ઉલ્લેખનીય છે કે, મહાકુંભ 2025 વિશ્વભરના લાખો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યાં શ્રદ્ધાનું મહાસંગમ જોવા મળશે.

આ પણ વાંચો :  મહાકુંભમાં આવ્યા 'ચાય વાલે બાબા', 40 વર્ષથી નથી કંઈ ખાધું, નથી કશું બોલ્યા!

Tags :
Advertisement

.

×