Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2026 માં શનિ અને રાહુ આ 2 રાશિઓને પાયમાલ કરવા તૈયાર !, શું તમે લિસ્ટમાં છો?

નવું વર્ષ 2026 કેટલીક રાશિઓ માટે ખુશીઓ લાવશે, તો અમુક માટે આકરી કસોટી સમાન સાબિત થશે. ન્યાયના દેવ શનિ અને માયાવી ગ્રહ રાહુ-કેતુનો એક એવો અશુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે, જે બે ખાસ રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે. આર્થિક પાયમાલી અને માનસિક તણાવથી બચવા માટે ગ્રહોની આ ચાલને સમજવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે એક ભૂલ ભારે પડી શકે છે...
2026 માં શનિ અને રાહુ આ 2 રાશિઓને પાયમાલ કરવા તૈયાર    શું તમે લિસ્ટમાં છો
Advertisement
  •  Rahu Ketu Transit 2026 : 2 રાશિઓ પર આફત
  • શનિ, રાહુ અને કેતુની ચાલ બદલાતા મોટો ખતરો
  • સિંહ અને કુંભ રાશિના જાતકો માટે બરબાદીના એંધાણ
  • આવક ઘટશે અને અણધાર્યા ખર્ચથી વધશે માનસિક તણાવ
  • 2026 માં આર્થિક પાયમાલીથી બચવા જ્યોતિષીઓની ચેતવણી

 Rahu Ketu Transit 2026 : નવા વર્ષ 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ વર્ષે પાપ ગ્રહ ગણાતા રાહુ-કેતુ અને ન્યાયના દેવ શનિની ચાલમાં મોટા ફેરફારો જોવા મળશે. જ્યોતિષીઓના મતે, 2026માં ખાસ કરીને બે રાશિઓ - સિંહ અને કુંભ - માટે ગ્રહોની સ્થિતિ અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક અને માનસિક મોરચે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર પડશે.

Shani Sadesati

Advertisement

 Rahu Ketu Transit 2026 છ સિંહ રાશિ પર કેતુ અને શનિની પનોતી

સિંહ રાશિના જાતકો માટે 2026નું વર્ષ કસોટી સમાન રહેશે. આ રાશિમાં હાલ કેતુ બિરાજમાન છે અને સાથે જ શનિની ઢૈયાનો પ્રભાવ પણ ચાલુ છે. આ 'ડબલ ઇફેક્ટ'ને કારણે ધન સંબંધી બાબતોમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવકના સ્ત્રોત ઘટવાની સાથે અચાનક ખર્ચમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ વર્ષે કોઈપણ ભાવનાત્મક નિર્ણય લેવો આર્થિક નુકસાન કરાવી શકે છે. અંગત જીવનમાં પણ તણાવ વધવાની શક્યતા છે, તેથી ખોટી સંગત અને વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે.

Advertisement

કુંભ રાશિમાં રાહુ અને શનિની સાડાસાતી

કુંભ રાશિના જાતકો માટે પણ 2026નું વર્ષ સંઘર્ષપૂર્ણ રહેવાની આગાહી છે. આ રાશિ પર અત્યારે શનિની સાડાસાતી ચાલી રહી છે અને તેમાં રાહુનો પ્રભાવ ભળતા સ્થિતિ વધુ જટિલ બનશે. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સામાન્ય કરતા વધુ મહેનત કરવી પડશે. ખાસ કરીને શોર્ટકટથી નાણાં કમાવવાની લાલચ ભારે પડી શકે છે. રાહુના પ્રભાવને કારણે સ્વભાવમાં ચિડચિડાપણું અને ક્રોધ વધી શકે છે, જેની અસર કાર્યસ્થળ અને વૈવાહિક જીવન પર પડશે.

Astrology Updates

શનિ-રાહુની ગ્રહદશા અને સાવચેતી

જ્યારે શનિ અને રાહુ જેવા ક્રૂર ગ્રહોની અશુભ દ્રષ્ટિ પડે છે, ત્યારે માનસિક બેચેની અને કાર્યમાં અવરોધો સામાન્ય બની જાય છે. 2026માં સિંહ અને કુંભ રાશિના જાતકોએ વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો જાળવી રાખવા અને નાણાકીય રોકાણ કરતા પહેલા સો વખત વિચાર કરવો પડશે. આ વર્ષે ધીરજ અને સંયમ જ તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. આ માહિતીની સચોટતા અથવા પરિણામોની Gujarat First પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય કરતાં પહેલાં અનુભવી જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો : Premanand Maharaj: શિયાળાની ઠંડી સવારે વહેલા ઉઠવા નથી દેતી?, પ્રેમાનંદ મહારાજે શું આપી સલાહ?

Tags :
Advertisement

.

×