મહાકુંભમાં કેવી રીતે નાસભાગ મચી ગઈ? વીડિયોમાં જુઓ CM યોગીએ શું કહ્યું?
- મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા નાસભાગમાં ઘણા લોકોના મોત
- CM યોગીએ મહાકુંભ દરમિયાન થયેલી ભાગદોડ અંગે મીડિયાને નિવેદન આપ્યું
- બેરિકેડ્સ ઉપર કૂદકો મારવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા
Reason for the stampede at Mahakumbh : 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન કરતા પહેલા નાસભાગમાં ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે. વીડિયોમાં સીએમ યોગીએ જણાવ્યું કે, ભાગદોડ કેવી રીતે થઈ હતી.
CM યોગીએ આપ્યુ નિવદન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન થયેલી ભાગદોડ અંગે મીડિયાને નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, બેરિકેડ્સ ઉપર કૂદકો મારવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે 6.30 વાગ્યે મૌન અમાવસ્યાનો શુભ મુહૂર્ત શરૂ થયો હોવાથી, ભીડ સતત સંગમ ઘાટ તરફ એકઠી થઈ રહી હતી.
#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control..."
"Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm
— ANI (@ANI) January 29, 2025
PMએ ફોન પર માહિતી લીધી
રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે, અખાડા માર્ગ પર, જ્યાં અખાડાઓના અમૃત સ્નાનની દિશામાંથી બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, ત્યાં બેરિકેડ કૂદીને કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાગદોડ પછી, પ્રધાનમંત્રીએ સવારથી લગભગ ચાર વખત ફોન પર અમૃત સ્નાન માટે દેશભરમાંથી આવેલા ભક્તોની વ્યવસ્થા અને તેમના સુખાકારી વિશેની માહિતી લાધી છે.
આ પણ વાંચો : Mahakumbh: પ્રયાગરાજમાં ભાગદોડ બાદ કેવી છે પરિસ્થિતિ? 10 કરોડથી વધારે ભક્તો સ્નાન માટે ઉમટ્યા