ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઘરે હોય તુલસીનો છોડ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન....

તુલસીનો છોડ ઘરમાં કે કમ્પાઉન્ડમાં હોવો શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને વૃંદા કહેવામાં આવે છે અને વિષ્ણુભગવાનની પત્ની પણ ગણવામાં આવે છે. જો કે તુલસી ઘરમાં કે આંગણામાં હોય અને કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો લાભને બદલે હાનિ થઈ શકે છે.
03:56 PM Apr 08, 2025 IST | Hardik Prajapati
તુલસીનો છોડ ઘરમાં કે કમ્પાઉન્ડમાં હોવો શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને વૃંદા કહેવામાં આવે છે અને વિષ્ણુભગવાનની પત્ની પણ ગણવામાં આવે છે. જો કે તુલસી ઘરમાં કે આંગણામાં હોય અને કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો લાભને બદલે હાનિ થઈ શકે છે.
Basil plant benefits Gujarat First

Ahmedabad: હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસી પૂજનનું પણ વિશેષ માહાત્મ્ય છે. નિયમિત તુલસી પૂજન કરવાથી આર્થિક, શારીરિક અને અન્ય લાભો પણ થાય છે. જો કે તુલસી પૂજન વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જો આ બાબતોનું ધ્યાન નહિ રાખો તો લાભ થવાને બદલે હાનિ થઈ શકે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

જો તમે ઘરમાં તુલસી રાખો છો, તો તમારે તેને સ્પર્શ કરવા, તેના પાંદડા તોડવા અને દીવો પ્રગટાવવા સંબંધિત ઘણા નિયમોથી વાકેફ હોવા જોઈએ. તમે સવાર-સાંજ તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવી શકો છો, પરંતુ સાંજ પછી તુલસીને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. આ સિવાય, તેને હચમચાવવી જોઈએ નહીં. એવું કહેવાય છે કે એકાદશી તિથિ અને રવિવારે તુલસી ન તોડવી જોઈએ કારણ કે એકાદશીના દિવસે તુલસી વ્રત રાખવામાં આવે છે. તેવી જ રીતે, દ્વાદશી પર તુલસી તોડવી પણ શુભ માનવામાં આવતી નથી. તુલસીના પાન ક્યારેય નખથી તોડવા ન જોઈએ. તુલસીના પાન તોડવા કરતાં, પડી ગયેલા પાન ઉપાડવા અથવા હાથથી તોડી નાખવા વધુ સારું છે. જોકે, દરરોજ સાંજે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળે છે. ઉપરાંત, તુલસીના છોડમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.

basil-4

આ પણ વાંચોઃ  શુક્રનું મીન રાશિમાં ગોચર બનાવશે માલવ્ય રાજયોગ....આ 3 રાશિઓને થશે લાભ

તુલસીના છોડને હર્યુ ભર્યુ બનાવવાના ઉપયો

ઘરે કે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોવો લાભદાયી માનવામાં આવે છે. જો કે તુલસીનો છોડ સુકાઈ ગયેલો, કરમાઈ ગયેલો કે પછી ડાળી ડાંખળાવાળો હોય તો લાભને બદલે હાનિ થઈ શકે છે. હવે તુલસીના છોડને હર્યો ભર્યો બનાવવા શું કરવું જોઈએ. તો વાંચો અમે આપને જણાવી રહ્યા છીએ કેટલાક ઉપાયો. તુલસીના છોડને દર ગુરુવારે કાચા દૂધના થોડા ટીપા ચઢાવવા જોઈએ. જેથી તુલસીના છોડમાં રહેલ સડો દૂર થશે. તુલસીના છોડને ચોક્કસ સમયે તાંબાના લોટામાં જળ ચઢાવવું જોઈએ. તુલસીના પાનને નખથી ચૂંટવાને બદલે હળવા હાથે તોડવા જોઈએ. બને ત્યાં સુધી તો ખરેલા પાનનો જ ઉપયોગ કરવો જોઈએ. તુલસીને આવેલા મહોરને ક્યારેય હાથથી અકુદરતી રીતે તોડવા ન જોઈએ. મહોર તેના સમયે જાતે જ ખરી જતા હોય છે. તુલસી વાવ્યા બાદ તેનું પૂજન શરૂ કર્યા બાદ ક્યારેય અપૂજ સ્થિતિમાં ન રાખવી જોઈએ. તુલસીના ક્યારાની નિયમિત સફાઈ કરવી જોઈએ. હવામાં ઉડતો કચરો તુલસી ક્યારામાં ન રાખવો જોઈએ. અસ્વચ્છતાથી ભગવાન વિષ્ણુ હંમેશા રૂઠે છે.

તુલસી પૂજનનો વાર અને વિધિઓ

ગુરુવારે તુલસીના છોડને થોડું કાચું દૂધ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. દૂધના ફક્ત એક કે બે ટીપાં જ ચઢાવો જેનાથી તુલસીના છોડને બગડતો અટકશે. આ દિવસે હળદર પણ ચઢાવી શકાય છે. તમને જણાવી દઈએ કે પ્રસાદ વગેરેમાં તુલસીના નાના ટુકડાઓનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે તુલસીના પાનનું નિયમિત સેવન કરતા હોવ અથવા પ્રસાદમાં તેનો ઉપયોગ કરો તો હંમેશા તેને ગળી જવાનું રાખો. તુલસીના પાનને દાંત વચ્ચે ચાવવા ન જોઈએ.

આ પણ વાંચોઃ  Rashifal 8 April 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય બાબતોમાં મળી શકે છે સફળતા

 

Tags :
Auspicious times for basil worshipBasil leaves in prasadBasil plant benefitsBasil plant careBasil plant cleanliness importanceBasil plant health remediesBasil plant maintenance ritualsCopper pot for watering basilGujarat FirstGUJARAT FIRST NEWSHindu rituals for basil plantLighting ghee lamp for TulsiLord Vishnu basil connectionRaw milk for basil plantTulsi leaves plucking rulesTulsi worshipTulsi worship on Ekadashi and DwadashiUnworshipped basil plant consequencesVrinda (Tulsi) significance
Next Article