ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Janmashtami 2025 : સમગ્ર ગુજરાત બન્યું શ્રી કૃષ્ણમય, દ્વારકા-ડાકોર-શામળાજીમાં દિવાળી જેવો માહોલ

આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવ (Janmashtami 2025) ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. દ્વારકા-ડાકોર-શામળાજીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વાંચો વિગતવાર.
08:15 AM Aug 16, 2025 IST | Hardik Prajapati
આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવ (Janmashtami 2025) ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. દ્વારકા-ડાકોર-શામળાજીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વાંચો વિગતવાર.
Janmashtami 2025 Gujarat First-16-08-2025-

Janmashtami 2025 : આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવ (Janmashtami 2025) ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. કૃષ્ણભક્તો તેમજ હિન્દુઓ માટે ખૂબ મહત્વના પર્વ એવા જન્માષ્ટમી નિમિત્તે રાજ્યના દરેક ગામો શહેરોના કૃષ્ણ મંદિરોમાં ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય કૃષ્ણ રથયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે દ્વારકા-ડાકોર-શામળાજીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Janmashtami 2025 સંદર્ભે દ્વારકામાં દિવાળી જેવો માહોલ

દેવભૂમિ દ્વારકા (Dwarka) માં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભકતો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમી અગાઉ સાતમના રોજ 1.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે દ્વારકામાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા. સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે. મંદિરમાં વિશેષ આરતી અને ભજન-કિર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે ભક્તો દૂર-દૂરથી આવ્યા છે.

Janmashtami 2025 Gujarat First-16-08-2025--

ડાકોરના ઠાકોરને Happy Janmashtami 2025

ડાકોર (Dakor) ના શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે ખૂબજ જહેમત ઉઠાવવામાં આવી છે. આ પર્વની ઉજવણી માટે મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું છે. દર્શનની સુવિધા માટે એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષા અને સલામતી તેમજ વ્યવસ્થા જાળવવા માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad : મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણી

શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ શામળાજી (Shamalaji) ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિરને અદભુદ લાઈટિંગ, આસોપાલવ, કેળ, વાંસના તોરણોથી શણગારવામાં આવ્યું છે. સાથે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન, ગોવર્ધન પર્વત દર્શન, કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી વિવિધ ઝાંખીઓ બનાવવામાં આવી છે.

Janmashtami 2025 Gujarat First-16-08-2025---

સાળંગપુર મંદિરે ભવ્ય મટકીફોડનું આયોજન કરાયું

આજે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, બપોરના 4 કલાકે મંદિર પરિસરમાં 30 ફુટ ઊંચી મટકી ફોડ કાર્યક્રમ તેમજ રાસ ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે. જન્માષ્ટમી પર્વે ભુજમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે 2 કલાકે મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં છેલ્લા 26 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવે છે. આ વર્ષે નીકળનારી 27મી રથયાત્રાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રસ્થાન કરાવશે. આજે અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે ધામધૂમપૂર્વક જન્માષ્ટમી ઉજવાશે. ઈસ્કોન મંદિરે પણ ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ શણગાર, પૂજા-અર્ચના અને ભોગ-પ્રસાદનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ Janmashtami 2025 : ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વાંસળીનું મહત્વ અને માહાત્મ્ય

Tags :
CelebrationDakordevotional programsDwarkaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSIskconJanmashtami 2025Krishna JanmotsavKrishna Rath YatraMatki Phodras-garba
Next Article