Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

June Horoscope 2026: બ્રહ્માંડમાં 5 ગ્રહોની મોટી હલચલ, જાણો કઈ રાશિની ખૂલશે બંધ કિસ્મત?

જૂન 2026 માં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્રના ઐતિહાસિક ગોચરથી ગજ લક્ષ્મી, હંસ અને રૂચક જેવા 3 શક્તિશાળી રાજયોગ રચાશે. આ ગ્રહ પરિવર્તનની અસરથી વૃષભ અને મિથુન રાશિના જાતકોને કરિયરમાં પ્રમોશન અને અઢળક ધનલાભ થશે, જ્યારે મેષ અને કર્ક રાશિના જાતકોએ જૂન મહિનામાં આર્થિક અને સ્વાસ્થ્ય બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે.
june horoscope 2026  બ્રહ્માંડમાં 5 ગ્રહોની મોટી હલચલ  જાણો કઈ રાશિની ખૂલશે બંધ કિસ્મત
Advertisement
  • જૂન મહિનામાં રચાશે જ્યોતિષીય મહાસંયોગ!
  • બ્રહ્માંડમાં 5 મોટા ગ્રહોનું થશે ઐતિહાસિક ગોચર
  • ગજલક્ષ્મી, હંસ અને રૂચક સહિત 3 મહાબળવાન રાજયોગ બનશે
  • ભાગ્યશાળી રાશિઓની ખૂલશે કિસ્મત, થશે અઢળક ધનલાભ
  • મેષથી કર્ક રાશિના જાતકો પર ગ્રહોની મોટી અસર

June Horoscope 2026 : વર્ષ 2026 નો છઠ્ઠો મહિનો એટલે કે જૂન મહિનો જ્યોતિષશાસ્ત્ર (Astrology) ની દ્રષ્ટિએ અત્યંત ઐતિહાસિક અને ચમત્કારિક સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહોની એક એવી દુર્લભ જુગલબંદી થવા જઈ રહી છે, જે અનેક રાશિઓના બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે. જૂન મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ (Jupiter), ધનના દાતા શુક્ર (Venus), ગ્રહોના રાજા સૂર્ય (Sun), ઉર્જાના કારક મંગળ (Mars) અને બુદ્ધિના પ્રદાતા બુધ (Mercury) નું મોટું ગોચર (Planet Transit) થવા જઈ રહ્યું છે.

ગ્રહોના આ મહાપરિવર્તનને કારણે આ મહિને ગજલક્ષ્મી યોગ, હંસ રાજયોગ અને રૂચક રાજયોગ જેવા 3 સૌથી શક્તિશાળી અને શુભ યોગોનું નિર્માણ થશે. જેના કારણે કરિયર, બિઝનેસ અને આર્થિક ક્ષેત્રે મોટો ફાયદો થશે. ચાલો જાણીએ મેષથી કર્ક રાશિ પર આ ગ્રહ પરિવર્તનની શું અસર થશે.

Advertisement

12 Zodiac signs in a cosmic astrology chart.

Advertisement

1. મેષ રાશિ (Aries) - સંભલકંર ચાલવાનો સમય

મેષ રાશિ (Aries) ના જાતકો માટે જૂન 2026 નો મહિનો મિશ્ર ફળદાયી રહેશે. રાહુ-કેતુની સ્થિતિને કારણે સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ રહેશે. આર્થિક બાબતોમાં હાથ થોડો ખેંચીને ચાલવું પડશે, કારણ કે અચાનક મોટા ખર્ચ આવી શકે છે. સંબંધોમાં ધીરજ રાખવી અને સ્વાસ્થ્ય માટે યોગ-મેડિટેશનનો સહારો લેવો હિતાવહ છે.

2. વૃષભ રાશિ (Taurus) - ચમકશે કિસ્મત, થશે મોટો આર્થિક લાભ

વૃષભ રાશિ (Taurus) ના જાતકો માટે જૂન મહિનો પ્રગતિ લઈને આવશે. શનિ અને દેવગુરુ બૃહસ્પતિની શુભ સ્થિતિ જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. નોકરીયાત લોકોને નવી તકો મળશે અને વેપારીઓ માટે મોટી નફાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે. અચાનક ધનલાભ (Financial Gain) અને બચત વધવાના મજબૂત યોગ છે. સ્વાસ્થ્ય અને ઉર્જાનું સ્તર ઉત્તમ રહેશે.

3. મિથુન રાશિ (Gemini) - પ્રગતિ સાથે વધશે માન-સન્માન

મિથુન રાશિ (Gemini) ના જાતકો માટે આ મહિનો સાનુકૂળ રહેશે. બુધ દેવની કૃપાથી આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં જબરદસ્ત સુધારો થશે. નોકરીમાં પ્રમોશન (Job Promotion) કે નવી જવાબદારી મળી શકે છે. જૂના રોકાણ કે પૈતૃક સંપત્તિથી મોટો આર્થિક લાભ થવાની આશા છે. પરિવારમાં થોડા મતભેદ થઈ શકે છે, પણ સમજદારીથી ઉકેલ આવી જશે.

Astrological remedies and health guidance for Aries and Cancer in June 2026.

4. કર્ક રાશિ (Cancer) - ઉતાર-ચઢાવ બાદ મળશે મોટી સફળતા

કર્ક રાશિ (Cancer) માટે જૂન મહિનો શરૂઆતમાં થોડો ઉતાર-ચઢાવ વાળો રહેશે, પણ જૂની પરેશાનીઓમાંથી રાહત મળશે. 15 જૂન પછીનો સમય કરિયર માટે વધારે શુભ સાબિત થશે અને વિદેશ જવા ઈચ્છતા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકારી ન રાખવી, ખાસ કરીને પેટ અને નસોની સમસ્યાથી સાવધાન રહેવું.

આ પણ વાંચો : Budh Uday 2026 : બુધ ગ્રહ ચાલ બદલશે, આ રાશિઓનું કિસ્મત ખુલશે !

Tags :
Advertisement

.

×