Kailash Mansarovar Yatra માટે રજીસ્ટ્રેશનની અપડેટ મેળવો એક ક્લિકમાં
- Kailash Mansarovar Yatra ને લઇને મોટી અપડેટ સામે આવી છે
- યાત્રા માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે
- બે રૂટ દ્વારા યાત્રાળુઓ શિવજીના દર્શનનો લાભ લઇ શકશે
Kailash Mansarovar Yatra : ભગવાન શિવના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. શ્રદ્ધા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ ગણાતી કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દર વર્ષે, હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લેવા આતુર હોય છે, પરંતુ મર્યાદિત બેઠકોને કારણે, દરેકને તક મળતી નથી. જો તમે પણ આ દૈવી યાત્રાનો ભાગ બનવા માંગતા હો, તો આ એક તક છોડવા જેવી નથી.
Kailash Mansarovar Yatra, જૂન-ઓગસ્ટ વચ્ચે યાત્રા પ્રારંભ
જો તમે આ પવિત્ર યાત્રાનો ભાગ બનવા માંગતા હો, તો તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ વર્ષે યાત્રા જૂન અને ઓગસ્ટ વચ્ચે શરૂ થશે, તેવો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - Mahakal Lok : જમીનમાંથી 1 હજાર વર્ષ જૂનું શિવલીંગ મળ્યું, વહીવટકર્તા દોડ્યા
Kailash Mansarovar Yatra, બે રૂટ પરથી યાત્રા કરાશે
- આ વખતે, યાત્રાળુઓ માટે બે મુખ્ય રૂટ નક્કી કરવામાં આવ્યા છે : ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ દ્વારા, અને સિક્કિમમાં નાથુ લા પાસ દ્વારા
- સૌથી અગત્યનું એ છે કે, બંને રૂટ પર 50 યાત્રાળુઓના 10 જૂથો મુસાફરી કરશે.
પારદર્શી પ્રક્રિયાનો અંદાજો
અત્રે નોંધનીય છે કે, અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. જો તમે યાત્રા માટે અરજી કરવા માંગતા હો, તો તમે kmy.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. ત્યારબાદ, તમારે લોગ ઇન કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે. યાત્રીઓની પસંદગી કોમ્પ્યુટર-આધારિત, રેન્ડમ અને સંતુલિત સિસ્ટમનો ઉપયોગ કરીને ન્યાયી અને પારદર્શક રીતે કરવામાં આવશે.
ડિજિટલાઇઝેશન પર ભાર
કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે, 2026 છે. તેથી, જો તમે ભાગ લેવા માંગતા હો, તો આ પવિત્ર યાત્રાનો ભાગ બનવા માટે સમયસર અરજી કરો. અરજદારો બંને રૂટ પસંદ કરી શકે છે, અને તેમના રૂટને પ્રાથમિકતા આપી શકે છે. જો કે, જો કોઈ ફક્ત એક જ રૂટ દ્વારા મુસાફરી કરવા માંગે છે, તો તેઓ તે વિકલ્પ પણ પસંદ કરી શકે છે. સમગ્ર યાત્રામાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ડિજિટલ છે. અરજીથી લઈને રૂટની પસંદગી સુધી બધું જ ઓનલાઈન નક્કી કરવાનું રહેશે.
આ પણ વાંચો - Ayodhya Ram Mandir : શિવજી મંદિરના ઇશાન ખૂણે ધ્વજા ફરકાવાઇ, જાણો મહત્વ


