Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kailash Temple Ellora :પથ્થરમાં કંડારેલી દિવ્યતા અને પ્રાચીન ભારતનું ગૌરવ

ઈલોરાના કૈલાશ મંદિરનું રહસ્ય, જે ૧૨૦૦ વર્ષ પહેલાં એક જ વિશાળ ખડકને ઉપરથી નીચે કોતરીને બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતની આ અદ્ભુત ઇજનેરી ગાથા અને શિલ્પીના અતૂટ સંકલ્પની કહાની જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક કોયડો છે. "ઈલોરાનું કૈલાશ મંદિર એક એવો ચમત્કાર છે જે ઉપરથી નીચેની તરફ એક જ ખડકને કોતરીને બનાવવામાં આવ્યો છે.  
kailash temple ellora  પથ્થરમાં કંડારેલી દિવ્યતા અને પ્રાચીન ભારતનું ગૌરવ
Advertisement

Narendra-HIndu Asmita : બે નરેન્દ્ર-એક ચેતના, એક મિશન

  • Kailash Temple Ellora : એકાશ્મમાં બ્રહ્માંડનો અનુભવ કરાવતી એક શિલાના કૈલાશ બનવાની ગાથા અને એક શિલ્પીનો સંકલ્પ, જેને આજની ઇજનેરી પણ માને છે 'અશક્ય'-જેને કહેવાય-The Ancient Engineering Marvel

Kailash Temple Ellora :ઈલોરાના કૈલાશ મંદિરનું રહસ્ય, જે ૧૨૦૦ વર્ષ પહેલાં એક જ વિશાળ ખડકને ઉપરથી નીચે કોતરીને બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતની આ અદ્ભુત ઇજનેરી ગાથા અને શિલ્પીના અતૂટ સંકલ્પની કહાની જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક કોયડો છે.

Advertisement

"ઈલોરાનું કૈલાશ મંદિર એક એવો ચમત્કાર છે જે ઉપરથી નીચેની તરફ એક જ ખડકને કોતરીને બનાવવામાં આવ્યો છે. જાણો તે મહાન શિલ્પીનો સંકલ્પ અને પ્રાચીન ઇજનેરીનું રહસ્ય, જે આધુનિક પદ્ધતિઓથી પણ શક્ય નથી.  આ તો મંદિર છે કે પથ્થરમાં કંડારેલું બ્રહ્માંડ !!! 8th-century monolithic wonder-માનવ સર્જિત અજાયબી એટ્લે ઇલોરાનું કૈલાસ મંદિર. મંદિરનું બારીક શિલ્પકામ,બાંધણી અને ભવ્યતા જોતાં આપણી તર્કશક્તિ બુઠ્ઠી થઈ જાય.આને કહેવાય-That Defies Logic

Advertisement

Kailash Temple Ellora : એકાશ્મમાં બ્રહ્માંડનો અનુભવ

બહુ પહેલા... જ્યારે નહોતા કમ્પ્યુટર, નહોતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કે નહોતા ગણતરી કરવાના મશીનો, ત્યારે ભારતની ધરતી પર એક શિલાએ સ્વપ્ન જોયું. તે શિલા સામાન્ય નહોતી. તે ઈચ્છતી હતી કે તે માત્ર પર્વત ન રહે, તે 'કૈલાશ' બને અને આ જ સ્વપ્નમાંથી જન્મ થયો કૈલાશ મંદિરનો.

આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ સમ્રાટ કૃષ્ણ પ્રથમનો સમય હતો. કહેવાય છે કે રાજાએ સ્વપ્નમાં ભગવાન શિવને જોયા. શિવે કહ્યું, "મારા કૈલાશને ધરતી પર ઉતારો. ઈંટથી નહીં... જોડાણથી નહીં... એક જ પથ્થરથી." દરબારમાં મૌન છવાઈ ગયું. શિલ્પીઓ ભયભીત હતા. એક જ શિલામાંથી આખું મંદિર? એ પણ પર્વત કાપીને? આજનો એન્જિનિયર કદાચ આને 'અશક્ય' કહેત, પણ તે યુગનો શિલ્પી બોલ્યો— "શક્ય છે, કારણ કે અમે પહેલા તેને મનમાં જોઈ લીધું છે."

Kailash Temple Ellora : સમાન કલ્પના અને સમાન સ્વપ્ન

આ મંદિર પહેલા હથોડા અને છિણીથી નથી નિર્માયું, તે પહેલા ચિત્ત (મન) માં નિર્માયું છે. શિલ્પીઓએ કૈલાશને પુરાણોમાં, ધ્યાનમાં અને કથાઓમાં જોયો હતો.

તેમના માટે કૈલાશ માત્ર પર્વત નહોતો, તે બ્રહ્માંડની ધરી હતો. અને પછી તેમણે પથ્થરને કહ્યું— "હવે તું એ જ બનીશ, જે અમારા મનમાં છે."

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આની રૂપરેખા તૈયાર કરનારે તમામ શિલ્પીઓ અને શ્રમિકોના મગજમાં એકસરખી કલ્પના અને આકાર કેવી રીતે સમજાવ્યા હશે? તે ખરેખર અદ્ભુત હતું.

Kailash Temple Ellora : ઉપરથી નીચે થયું નિર્માણ

Kailash Temple Ellora મંદિરનું સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે તેનું નિર્માણ નીચેથી નહીં, પણ ઉપરથી શરૂ થયું હતું. પહેલા શિખર કોતરવામાં આવ્યું, પછી દીવાલો, પછી મંડપ અને અંતે ગર્ભગૃહ. એક નાનકડી ભૂલ પણ બધું નષ્ટ કરી શકે તેમ હતી. ન કોઈ નકશો, ન કાગળ, ન કોઈ ગણતરીનું મશીન. માત્ર અનુભવ, પરંપરા અને પેઢીઓનું જ્ઞાન હતું. કદાચ આજે સુપર કોમ્પ્યુટર હોવા છતાં એન્જિનિયરો કહે છે કે આને પુનરાવર્તિત કરવું એક પડકાર છે.

જ્યારે એક પર્વતે આકાર લેવાનું શરૂ કર્યું

ઈલોરાની ટેકરીમાં ઉતરતી વખતે એવો ભાસ નથી થતો કે તમે કોઈ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો. તમે વાસ્તવમાં એક પર્વતની અંદર ઉતરી રહ્યા હોવ છો, જ્યાં પથ્થર ધીમે-ધીમે પોતે ત્યાગતો ગયો અને અંતે પ્રગટ થયું કૈલાશ મંદિર. આ કોઈ સામાન્ય મંદિર નથી, આ ૨૭૬ ફૂટ લાંબુ અને ૧૫૪ ફૂટ પહોળું એક આખું 'પથ્થર નગર' છે, જેને કહી શકાય કે કાપવામાં નથી આવ્યું, પરંતુ 'ઉજાગર' કરવામાં આવ્યું છે.

મંદિરનો વિમાન અને મંડપ અંદાજે ૧૫૦ × ૧૦૦ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. આટલી વિશાળ રચના એ પણ એક જ ખડકમાંથી! આજનો આર્કિટેક્ટ પહેલા તેને કોમ્પ્યુટરમાં બનાવત, પછી મશીનથી કાપત, પણ અહીં પહેલા મનમાં મંદિર બન્યું અને પછી પથ્થરને પૂછવામાં આવ્યું હશે— "શું તમે તૈયાર છો?"

૧૬ સ્તંભો પર ટકેલી છત

મુખ્ય મંડપની છત સપાટ (Flat Roof) છે, જે ૧૬ વિશાળ સ્તંભો પર ટકેલી છે. આ સ્તંભો માત્ર વજન નથી ઉઠાવતા, તેઓ સૌંદર્ય, સંતુલન અને ગણિત પણ ઉઠાવે છે. દરેક સ્તંભનું અંતર અને દરેક ખૂણાની ગણતરી એવી છે કે હજાર વર્ષ પછી પણ છત સ્થિર છે. આ કોઈ યોગાનુયોગ નથી, આ શિલ્પશાસ્ત્રનું સાકાર સ્વરૂપ છે. મંદિરનો વિમાન બે માળનો છે, પણ તેનો આત્મા ઊંચે જાય છે. ચાર માળનું શિખર લગભગ ૯૫ ફૂટ ઊંચું છે, જેના ટોચ પર સ્તૂપિકા સ્થાપિત છે, જાણે કૈલાશની ટોચ પર બ્રહ્માંડની મહોર હોય!

  • હાથીઓની હારમાળા: મંદિરના પાયામાં હાથીઓની વિશાળ શ્રેણી છે. તે માત્ર શણગાર નથી, તે સૂચવે છે કે આ મંદિર પૃથ્વી પર નહીં, પરંતુ ધૈર્ય અને સંતુલન પર ટકેલું છે.

  • નંદી મંડપ અને ધ્વજ સ્તંભ: મંડપની બરાબર સામે વિશાળ નંદી મંડપ છે જ્યાં નંદી શાંત અને ધ્યાનમગ્ન છે. તેની બંને બાજુએ બે ભવ્ય ધ્વજ સ્તંભો છે જે મંદિરને રાજસી ભવ્યતા આપે છે.

  • શૈલી: આ સ્થાપત્ય મામલ્લ (મામલ્લપુરમ) શૈલીના રથ મંદિરોથી પ્રેરિત માનવામાં આવે છે, પરંતુ તે નકલ નથી, તે તેનો વિસ્તાર છે. જ્યાં રથ મંદિરો સમુદ્ર કિનારે ઊભા છે, ત્યાં કૈલાશે આખા પર્વતને જ રથ બનાવી દીધો છે.

પથ્થરમાં જીવંત પુરાણો

મંદિરની દીવાલો માત્ર પથ્થર નથી, તે ગ્રંથો છે. દીવાલો પર ગોવર્ધન પર્વત ઉઠાવતા શ્રીકૃષ્ણ, ભગવાન વિષ્ણુના અવતારો, શિવના વિવિધ સ્વરૂપો, મહિષાસુરમર્દિની દુર્ગા, રાવણ દ્વારા કૈલાશ પર્વત ઉઠાવવાનો દ્રશ્ય, સીતા હરણ અને જટાયુ-રાવણ યુદ્ધના દ્રશ્યો એવી રીતે કંડારાયા છે કે જાણે પથ્થરમાં સમય વહી રહ્યો હોય.

  • મહિષાસુરમર્દિની: જ્યારે દેવી દુર્ગા મહિષાસુરનો વધ કરે છે, ત્યારે સિંહની ગર્જના અને દેવીનો વેગ પથ્થરમાં હોવા છતાં ગતિમાન લાગે છે.

  • રાવણ અને કૈલાશ: એક દીવાલ પર રાવણ કૈલાશ ઉઠાવે છે. નીચે અહંકાર છે, તો ઉપર શાંત શિવ અને પાર્વતી છે. શિવ માત્ર પગ દબાવે છે અને રાવણ તૂટી જાય છે. આ માત્ર મૂર્તિ નથી, આ એક દર્શન છે.

આધુનિક સાધનો વિના પૂર્ણ બ્રહ્માંડ

ન મશીન, ન ક્રેન, ન સિમેન્ટ— તેમ છતાં અહીં સપ્રમાણતા અને સ્થિરતા છે. ૧૦૦૦ વર્ષ પછી પણ મંદિર અડીખમ છે. આ સિદ્ધ કરે છે કે પ્રાચીન ભારતમાં વાસ્તુકલા માત્ર ટેકનિક નહીં, પણ એક સમગ્ર જ્ઞાન-પરંપરા હતી. મુખ્ય મંદિરની આસપાસના પેટા-મંદિરો અને ધ્યાન કક્ષો પણ તે જ મૂળ શિલામાંથી કોતરેલા છે, જે તેને એક 'ધાર્મિક નગર' બનાવે છે.

જલ-નિકાસ અને વ્યવસ્થાપન

પરિસરમાં વરસાદી પાણી માટે ખડકોમાં જ બનાવેલા કુદરતી જળમાર્ગો દર્શાવે છે કે નિર્માતાઓને ભૂગોળ અને જળ વ્યવસ્થાપનનું પણ ઊંડું જ્ઞાન હતું.

કૈલાશ મંદિર અને એલિયન થીયરી

ઘણા વિદેશી લેખકો દાવો કરે છે કે આ કોઈ ઉન્નત સભ્યતા કે એલિયન્સે બનાવ્યું હશે. આ ધારણા ઐતિહાસિક રીતે ખોટી છે, પણ તેની પાછળના કારણો આ મુજબ છે:

  1. તકનીકી જટિલતા: જે કામ આજે સુપર કોમ્પ્યુટર માટે પણ કપરું છે, તે પ્રાચીન કાળમાં કેવી રીતે થયું તે આધુનિક માનવીને રહસ્ય લાગે છે.

  2. કાટમાળનો અભાવ: લાખો ટન પથ્થર કાઢવામાં આવ્યો છતાં આસપાસ તેનો ઢગલો દેખાતો નથી. વાસ્તવમાં આ કાટમાળ અન્ય નિર્માણોમાં વપરાયો હશે અથવા સમય જતાં ક્ષરણ પામ્યો હશે.

  3. નકશાઓનો અભાવ: પ્રાચીન ભારતમાં જ્ઞાન મૌખિક અને પરંપરાગત હતું, આધુનિક બ્લુપ્રિન્ટ આધારિત નહીં.

સર્વસમાવેશક સંસ્કૃતિનો વારસો

૧૯૮૩માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ એલોરામાં કુલ ૩૪ ગુફાઓ છે, જેમાં બૌદ્ધ, જૈન અને હિન્દુ પરંપરાઓનો સંગમ છે. આ ભારતની સહિષ્ણુતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે.

આસ્થાથી પ્રવાસન સુધી: એક ચિંતા

આજે કૈલાશ મંદિર આસ્થાના કેન્દ્રને બદલે માત્ર પ્રવાસન સ્થળ બની રહ્યું હોય તેવું લાગે છે. ફોટોગ્રાફીની ભીડ અને મર્યાદાનો અભાવ સાંસ્કૃતિક સ્મૃતિ પર આઘાત છે.

સંરક્ષણ માટેના સૂચનો:

  • દિવસના અમુક કલાક માત્ર મૌન અને ઉઘાડા પગે પ્રવેશ માટે અનામત રાખવા જોઈએ.

  • પ્રવેશ પહેલાં લઘુ ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા મંદિરના આધ્યાત્મિક મહત્વની સમજ આપવી જોઈએ.

  • સ્થાનિક યુવાનોને 'સંસ્કૃતિ સંરક્ષક' તરીકે તાલીમ આપવી જોઈએ.

  • ડિજિટલ સંરક્ષણ (3D સ્કેનિંગ/VR) નો ઉપયોગ કરવો જોઈએ જેથી મૂળ શિલ્પોને નુકસાન ન થાય.

કૈલાશ મંદિરને બચાવવાનો અર્થ માત્ર પથ્થર બચાવવો નથી, પણ તે 'ભાવ' ને બચાવવો છે જેનાથી તે બન્યું હતું. જો આપણે પ્રવાસનને આસ્થા સાથે જોડી દઈએ, તો આ સ્થળ ફરીથી માત્ર જોવાલાયક નહીં, પણ નતમસ્તક થવાલાયક સ્થાન બની જશે.

શિવ કૃપાથી શું શક્ય  નથી ? ...અને આમે ય  સનાતન ધર્મમાં માત્ર ધર્મ કથાઓ નથી.શિલ્પ શાસ્ત્ર,તબીબી વિજ્ઞાન,ખગોળ શાસ્ત્ર,ઈજનેરી વિજ્ઞાન અને માનસ શાસ્ત્રનું અગાધ જ્ઞાન છે.

Spiritual Essence: Lord Shiva’s Glory in Stone 

आकाशवासी विनतः फणीन्द्रः, कैलासवासी वृषभध्वजस्त्वम् ।

मृत्युञ्जयः सर्वभयापहारी, स एव देवः शरणं ममास्तु ॥

  • આકાશવાસી વિનતઃ ફણીન્દ્રઃ: જેમના મસ્તક પર આકાશગંગા બિરાજમાન છે અને જેમને નાગરાજે વંદન કર્યા છે.

  • કૈલાસવાસી વૃષભધ્વજસ્વમ્: જેઓ કૈલાશ પર્વત પર નિવાસ કરે છે અને જેમની ધજા પર વૃષભ (નંદી)નું ચિહ્ન છે.

  • મૃત્યુંજયઃ સર્વભયાપહારી: જેઓ મૃત્યુ પર વિજય મેળવનાર (મૃત્યુંજય) છે અને તમામ પ્રકારના ભયને હરી લેનારા છે.

  • સ એવ દેવઃ શરણં મમાસ્તુ: તેવા દિવ્ય દેવ ભગવાન શિવના શરણમાં હું રહું અને તેઓ મારું રક્ષણ કરે

  • આ પણ વાંચો : Narendra-HIndu Asmita : બે નરેન્દ્ર-એક ચેતના, એક મિશન
Tags :
Advertisement

.

×