રાહુ-કેતુના અશુભ પ્રભાવથી આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ
જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે તમામ ગ્રહો રાહુ અને કેતુની ધરી વચ્ચે આવી જાય છે ત્યારે કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ૧૪ દિવસની અશુભ અવધિ દરમિયાન કેટલીક ચોક્કસ રાશિઓ પર તેની નકારાત્મક અસરો જોવા મળશે. સૌથી વધુ પ્રભાવિત થનારી રાશિઓમાં વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ સામેલ છે. વૃષભ રાશિના જાતકો માટે આ યોગ ચોથા ભાવમાં હોવાથી પારિવારિક સુખ-શાંતિમાં ઘટાડો થઈ શકે છે અને માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. આ સમયે જમીન કે મકાનના પૂર્વજ સંબંધિત વિવાદોથી દૂર રહેવું અને ગુસ્સા પર કાબૂ રાખવો હિતાવહ છે.
સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોએ કરિયર અને પાર્ટનરશિપમાં સાવધ રહેવું પડશે
સિંહ રાશિના લગ્ન ભાવમાં કેતુ અને સાતમા ભાવમાં રાહુ હોવાથી જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે ગંભીર વૈચારિક મતભેદો સર્જાઈ શકે છે. આ સમયે કોઈ નવો વ્યાપારી કરાર કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ઑફિસ કે નોકરીના સ્થળે તમારી વિરુદ્ધ કોઈ કાવતરું અથવા રાજકારણ ખેલાઈ શકે છે. ઉતાવળમાં નોકરી બદલવાનો નિર્ણય ભારે પડી શકે છે, તેથી સહકર્મીઓ સાથે વાદ-વિવાદ ટાળવો.
કુંભ રાશિના જાતકોને ધનહાનિ અને શારીરિક ઈજાનો ભય, જાણો બચવાના અચૂક ઉપાયો
આ કાલસર્પ યોગની સીધી અસર કુંભ રાશિ પર થવાની છે કારણ કે રાહુ આ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિના જાતકોના સ્વભાવમાં અચાનક ચીડિયાપણું આવી શકે છે અને માથાનો દુખાવો કે માનસિક ભ્રમ જેવી સમસ્યાઓ નડી શકે છે. અણધાર્યા ખર્ચાઓ વધવાની સાથે આર્થિક નુકસાનના પણ યોગ છે. આ દરમિયાન વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખવી અને કોઈ મોટું રોકાણ કરવું નહીં.
ભગવાન શિવની આરધના સર્વોત્તમ
આ અશુભ અસરોથી બચવા માટે ભગવાન શિવની આરાધના સર્વોત્તમ માનવામાં આવે છે. દરરોજ શિવલિંગ પર જળ અથવા દૂધ અર્પણ કરી 'ૐ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો. સાંજના સમયે રાહુ મંત્ર 'ૐ રાં રાહવે નમઃ' નો જાપ કરવાથી રાહત મળે છે. આ ઉપરાંત, શનિવાર કે બુધવારે કાળા તલ, સપ્તધાન્ય અથવા ધાબળાનું દાન કરવાથી રાહુ-કેતુનો પ્રકોપ શાંત થાય છે.
આ પણ વાંચો : Adhik Maas Kalashtami 2026 : કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ દિવસ