Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kedarnath Jyotirlinga : કેદારનાથમાં શિવલિંગ ત્રિકોણીય હોવા પાછળનું આ રહ્યું રહસ્ય !

Kedarnath Jyotirlinga ના આકારને લઇને ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રચલિત પૌરાણિક કથાઓ અનુસાર, ભીમે તેમને ઓળખતા જ ભગવાન શિવ જમીનમાં અદ્રશ્ય થઈ ગયા. પરંતુ તે સમયે, તેમની પીઠ ઉપર રહી ગઈ. અને હવે આને કેદારનાથમાં શિવલિંગ તરીકે પૂજાય છે. ભક્તો માને છે કે, આ મંદિર શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાબા તમામ ભક્તોના દુખ દુર કરે છે.
kedarnath jyotirlinga   કેદારનાથમાં શિવલિંગ ત્રિકોણીય હોવા પાછળનું આ રહ્યું રહસ્ય
Advertisement
  • Kedarnath Jyotirlinga ના આકારને લઇને ભક્તોમાં ઉત્સુકતા
  • મહાભારત કાળ સમયની કહાની આજે પણ લોકોમાં જીવંત
  • ભીમે શિવજીને ઓળખી જતા શિવજી તુરંત ગાયબ થયાની માન્યતા

Kedarnath Jyotirlinga : બાબા કેદારના (Baba Kedarnath) કપાટ ખુલી ગયા છે, ભક્તોને આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે, અને બાબાના દર્શનથી ધન્યતા અનુભવે છે. આ મંદિરનો ઇતિહાસ લાંબો છે. ભક્તોએ નોંધ લેવી જોઈએ કે, આ મંદિરનું વિશેષ મહત્વ છે. બાબા કેદાર વર્ષમાં ફક્ત છ મહિના માટે જ દર્શન આપે છે. ઉનાળામાં બરફ ઓગળવા લાગે છે, અને બધા રસ્તાઓ સાફ થઈ જાય છે, જેનાથી દર્શન સરળ બને છે. બાકીના દિવસોમાં મંદિર બરફથી ઢંકાયેલું રહે છે.

Kedarnath Jyotirlinga, પાલખી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં લવાય

શિયાળામાં રસ્તા દ્વારા મંદિર સુધી પહોંચવું અશક્ય છે. આ કારણોસર, મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. આ સમય દરમિયાન, બાબા કેદારની મોટી મૂર્તિ પાલખી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં લાવવામાં આવે છે. ભક્તો આખા શિયાળા દરમિયાન અહીં બાબા કેદારની પૂજા કરે છે. ઉનાળો શરૂ થતાં જ, બાબા કેદાર કેદારનાથ ધામ પાછા ફરે છે. જો કે. હવે મંદિર ખુલી ગયું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો --------------- Kedarnath: 6 મહિનાના લાંબા વિરામ બાદ ભક્તો માટે ખૂલ્યું મોક્ષનું દ્વાર, હર હર મહાદેવની ગુંજથી ગૂંજી કેદારઘાટી

Kedarnath Jyotirlinga, દર્શન આપવાનો ઇનકાર કર્યો

કેદારનાથ મંદિર ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. તેને સ્વયંભૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય કે, શિવલિંગ જે પોતાની મેળે પ્રગટ થયું છે. એવું માનવામાં આવે છે કે, મહાભારત યુદ્ધ પછી, પાંડવોએ પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને શોધ્યા હતા. ભગવાન શિવ તેમના કાર્યોથી ખૂબ નારાજ થયા હતા, અને તેમને દર્શન આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી, તેમણે ભેંસનું રૂપ ધારણ કર્યું હતું.

શંકરાચાર્ય દ્વારા મંદિરનું નિર્માણ

પ્રચલિત પૌરાણિક કથાઓ અનુસાર, ભીમે તેમને ઓળખતા જ ભગવાન શિવ જમીનમાં અદ્રશ્ય થઈ ગયા. પરંતુ તે સમયે, તેમની પીઠ ઉપર રહી ગઈ. અને હવે આને કેદારનાથમાં શિવલિંગ તરીકે પૂજાય છે. ભક્તો માને છે કે, આ મંદિર શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે, બાબા કેદાર અહીં આવનાર દરેક ભક્તના દુ:ખ દૂર કરે છે.

11 જ્યોતિર્લિંગોથી અલગ દેખાવ

કેદારનાથનું શિવલિંગ અન્ય 11 જ્યોતિર્લિંગોથી તદ્દન અલગ છે. જ્યારે સામાન્ય શિવલિંગ આકારમાં ગોળાકાર હોય છે, ત્યારે આ શિવલિંગ આકારમાં ત્રિકોણાકાર છે. એવું માનવામાં આવે છે કે, અહીં સાચા હૃદયથી માંગવામાં આવેલી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો --------------- Manikarnika Ghat : દુનિયાનું એકમાત્ર સ્મશાન જ્યાં છે મૃત્યુ પણ મંગલમય!

Tags :
Advertisement

.

×