Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેદારનાથ જાવ છો? Kedarnath Temple Mobile Ban વિશે જાણી લેજો, નહીંતર પસ્તાશો

શું તમે પણ કેદારનાથ જઈને 'રીલ' બનાવવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે માઠા સમાચાર છે. બાબાના ધામમાં હવે કેમેરાની 'ક્લિક' નહીં પણ માત્ર 'ૐ નમઃ શિવાય'નો નાદ સંભળાશે. પ્રશાસને એક એવો નિર્ણય લીધો છે જે સોશિયલ મીડિયાના ભક્તોને ચોંકાવી દેશે. મંદિરની ગરિમા જાળવવા લેવાયેલા આ નિર્ણયમાં નિયમ તોડનાર માટે શું સજા છે? જાણો વિગતવાર.
કેદારનાથ જાવ છો  kedarnath temple mobile ban વિશે જાણી લેજો  નહીંતર પસ્તાશો
Advertisement
  • બાબા કેદારનાથ મંદિરમાં મોબાઈલ-કેમેરા પર બેન (Kedarnath Temple Mobile Ban)
  • રીલ્સ બનાવવાના ટ્રેન્ડને રોકવા લેવાયો નિર્ણય
  • રુદ્રપ્રયાગ DM નો આદેશ: નિયમ તોડશે તો દંડ થશે
  • ફોન જમા કરાવવા માટે લોકરની સુવિધા મળશે
  • મંદિરની પવિત્રતા અને સુરક્ષા માટે કડક અમલવારી

Kedarnath Temple Mobile Ban : ઉત્તરાખંડમાં સ્થિત બાબા કેદારનાથનું ધામ (Kedarnath Dham) હિન્દુ ધર્મમાં અપાર આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવવા પહોંચે છે. જોકે, હવે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર જનારા ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ આગામી દિવસોમાં કેદારનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો જાણી લેજો કે હવે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ (Mobile Ban) મુકવાની તૈયારી ચાલી રહી છે.

 no camera allowed in Kedarnath

Advertisement

Kedarnath Temple Mobile Ban : મંદિરની પવિત્રતા જાળવવા મોટો નિર્ણય

આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વધતો 'રીલ ક્રેઝ' (Instagram Reels Trend) છે. છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવાને બદલે મંદિર પરિસરમાં મોબાઈલ કાઢીને રીલ્સ બનાવવા અને ફોટોગ્રાફીમાં વ્યસ્ત થઈ જાય છે. આના કારણે મંદિરની ગરિમા અને પરંપરા તો જોખમાય છે જ, પરંતુ સાચા ભાવિકોને દર્શનમાં અડચણ ઉભી થાય છે અને ભીડ પર કાબૂ મેળવવો (Crowd Management) મુશ્કેલ બની જાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે.

Advertisement

નિયમ તોડશો તો ભરવો પડશે દંડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ (Rudraprayag DM) પ્રતીક જૈને સ્પષ્ટ કર્યું છે કે મંદિર સમિતિ સાથે મળીને આ અંગેની એક ઠોસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે મંદિર પરિસરમાં મોબાઈલનો ઉપયોગ અન્ય શ્રદ્ધાળુઓ માટે પરેશાનીનું કારણ બને છે. આ વખતે નિયમોનું અત્યંત કડક પાલન કરવામાં આવશે અને જો કોઈ શ્રદ્ધાળુ નિયમ તોડતા પકડાશે, તો તેમની પાસેથી કડક દંડ (Fine) વસૂલવામાં આવશે.

 Instagram reels ban in temples શ્રદ્ધાળુઓ માટે શું હશે વ્યવસ્થા?

મોબાઈલ પર પ્રતિબંધનો અર્થ એ નથી કે તમે યાત્રા દરમિયાન ફોન સાથે નહીં રાખી શકો. પ્રતિબંધ માત્ર મંદિર પરિસર (Temple Premises) પૂરતો મર્યાદિત રહેશે. પ્રશાસન અને મંદિર સમિતિ એવી વ્યવસ્થા ગોઠવી રહી છે જેમાં શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશતા પહેલા પોતાના ફોન અને કેમેરા સુરક્ષિત રીતે જમા કરાવી શકે. આ માટે લોકર્સ (Lockers) અથવા વિશેષ કાઉન્ટરની સુવિધા ઉભી કરવામાં આવશે, જેથી દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય અને તેઓ શાંતિથી બાબાના દર્શન કરી શકે.

આ પણ વાંચો : Shedding the Colonial Baggage : બ્રિટિશ છાપ છોડી સ્વદેશી ઓળખ તરફ ભારતનું પ્રયાણ

Tags :
Advertisement

.

×