Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ketu Gochar 2026: જાન્યુઆરીના અંતમાં કેતુ બદલશે ચાલ, જાણો કઈ 3 રાશિઓને થશે ફાયદો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના પ્રથમ તબક્કામાં પ્રવેશ કરશે. આ પરિવર્તન મેષ, કન્યા અને ધન રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને અચાનક ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને માનસિક શાંતિ મળવાની પ્રબળ શક્યતા છે. કેતુનું આ સકારાત્મક ગોચર ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે
ketu gochar 2026  જાન્યુઆરીના અંતમાં કેતુ બદલશે ચાલ  જાણો કઈ 3 રાશિઓને થશે ફાયદો
Advertisement

. જાન્યુઆરીના આખરમાં કેતુની નક્ષત્રની સ્થિતિમાં થશે પરિવર્તન
. કેતુને છાયા ગ્રહ અથવા સાઉથ નોડ તરીકે ગણવામાં આવે છે
. કેતુ અપેક્ષાકૃત સંતુલિત અને શુભ ફળ આપનારો માનવામાં આવે છે

Ketu Gochar 2026: 2026નું વર્ષ જ્યોતિષની દ્રષ્ટિએ બેહદ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે જાન્યુઆરીના આખરી દિવસોમાં કેતુ ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં પરિવર્તન કરશે. જ્યોતિષમાં કેતુને રહસ્યમયી શક્તિવાળો ગ્રહ કહેવામાં આવે છે, જે જીવનમાં અચાનક અને ઘેરો પ્રભાવ નાખે છે. જાન્યુઆરી, 2026માં કેતુની સ્થિતિમાં થનારું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલનારું સાબિત થઈ શકે છે. આ ગોચરને કારણે ત્રણ રાશિઓના જીવનમાં કારકિર્દી, ધન અને માનસિક સ્થિરતા સાથે જોડાયેલા મોટા સકારાત્મક પરિવર્તનો જોવા મળે તેવી શક્યતા છે. આવો જાણીએ કઈ રાશિઓને આ પરિવર્તનથી લાભ મળવાનો છે.

Advertisement

કેતુ ગોચર 2026નું જ્યોતિષીય મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ અથવા સાઉથ નોડ તરીકે ગણવામાં આવે છે. તેનો પ્રભાવ મોટાભાગે અણધાર્યો હોય છે, આ વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. દ્રિક પંચાગ મુજબ, 25 જાન્યુઆરી, 2026ના રોજ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના દ્વિતિય તબક્કાથી નીકળીને પ્રથમ તબક્કામાં પ્રવેશ કરશે. આ તબક્કામાં કેતુ અપેક્ષાકૃત સંતુલિત અને શુભ ફળ આપનારો માનવામાં આવે છે, જેના કારણે સકારાત્મક પરિણામ વધી જાય છે.

Advertisement

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન સૌભાગ્ય લઈને આવે તેવી શક્યતા છે. કાર્યક્ષેત્રમાં અચાનક ઉન્નતિ અથવા નવી જવાબદારી મળવાના સંકેત છે. વ્યવસાય અથવા રોકાણ સાથે જોડાયેલા નિર્ણય લાભદાયક સાબિત થઈ શકે છે. ઘર-પરિવારનો માહોલ સારો રહેશે. મનને સુકૂન મળશે. અભ્યાસ અને પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારું પરિણામ મળવાની સંભાવના છે. લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો સમાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા માટે આ ગોચર આર્થિક રીતે અનુકૂળ રહેવાનું છે. અચાનક ઘન પ્રાપ્તિઅથવા આવકના નવા સ્ત્રોત બનવાનો યોગ છે. નોકરી અનેવેપારમાં નવા અવસરો ટકોરા મારે તેવી શક્યતા છે. જૂના રોકાણ હવે સારા રિટર્ન આપે તો નવાઈ પામવા જેવું નથી. માનસિક દબાણ ઓછું થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો અનુભવાય તેવી સંભાવના છે. આ સમય આત્મવિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ યોગ્ય છે. કળા, લેખન અને રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને વિશેષ ઓળખ મળી શકે છે.

ધન રાશિ

ધન રાશિના જાતકો પર કેતુનો પ્રભાવ આત્મબળને વધારનારો બની શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પુરા થવાની સંભાવના છે. અચાનક ધનલાભના સંકેતપણ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ગતિ આવશે અને જૂના પ્રોજેક્ટ્સ પણ ફરીથી ઝડપ પકડે તેવી શક્યતા છે. સંબંધોમાં સહયોગ અને સમજ વધશે. યાત્રાઓ અથવા નવા સંપર્કોના માધ્યમથી લાભકારી અવસરની પ્રાપ્તિની પણ શક્યતા છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. આ માહિતીની સચોટતા અથવા પરિણામોની Gujarat First પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય કરતાં પહેલાં અનુભવી જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: 2026 માં શનિ અને રાહુ આ 2 રાશિઓને પાયમાલ કરવા તૈયાર !, શું તમે લિસ્ટમાં છો?

Tags :
Advertisement

.

×